Home >> Gujarat >> Gujarat Ni Gupshup
 • આ છે અમદાવાદનું 'સ્વિત્ઝરલેન્ડ', ઉનાળામાં હોય છે -4 ડિગ્રી તાપમાન
  અમદાવાદ: હાલમાં ઉનાળાની સીઝન પૂરજોશથી ચાલી રહી છે. તાપમાનનો પારો દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે લોકો ઠંડક મેળવવા વોટર પાર્ક અથવા તો સ્વીમીંગ પુલનો સહારો લેતા હોય છે. પરંતુ આ બધાની સાથે હવે ગુજરાતના લોકો સ્નો પાર્કની ઠંડકનો આનંદ પણ માણી શકશે. અમદાવાદ ખાતે દેવઆર્ક મોલમાં આવો જ એક આઇસબર્ગ સ્નો વર્લ્ડ કરીને સ્નો પાર્ક આવેલો જ્યાં તમે બરફ સાથે મસ્તી માણવા જઇ શકો છો. અમદાવાદના દેવઆર્ક મોલમાં આઇસબર્ગ સ્નો વર્લ્ડ નામના સ્નો પાર્કમાં ઘણી બધી એક્સાઇટીંગ રાઇડ્સ જેવી કે સ્નો ફોલ, સ્નો...
  03:10 PM
 • ડુંગળીથી કેરી પાકે? જાણો કેરી પકવવાની સાચી રીત
  અમદાવાદ: કાચી કેરીને પકવવા માટે લોકો અવનવા તૂક્કા લગાવતા હોય છે. બીજી તરફ ઝેરી રસાયણોથી પકવેલી કેરી લોકો લેવાનું ટાળતા હોય છે. અહીં અમે તમને જણાવીશું ડુંગળી કેરી પકવવામાં મદદ કરી શકે કે નહીં.
  April 25, 02:57 PM
 • દીવનો આવો નજારો ક્યારેય નહીં જોયો હોય, ગુજરાતીઓ માણે છે મજા, જુઓ Pics
  દીવ: ગુજરાતીઓ માટે માઉન્ટ આબુની જેમ જ નજીકનું સૌથી મોટું ટુરિસ્ટ એટ્રેક્શન દીવ છે. ઉનાળાની રજાઓમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાંથી પ્રવાસીઓ દીવની મુલાકાતે જાય છે. દીવમાં આમ તો અનેક જોવાલાયક સ્થળો છે પરંતુ લોકોને ત્યાંનો દરિયાકિનારો ઘણો પસંદ આવે છે. દીવનાં Beach તમને ગોવાની યાદ અપાવે છે. અહીં નાગોઆ, ઘોઘલો, ચક્રતીર્થ, જાલંધર સહિત અનેક Beach છે. પરંતુ એક Beach કદાચ લોકોના ધ્યાનમાં નથી અને તે છે ગોમતીમાતા બીચ. આ Beach પણ પ્રવાસીઓ માટેનું એક ઉત્તમ સ્થળ છે. ગોમતીમાતા બીચ એ દિવના પશ્ચિમ ભાગમાં આવેલો છે....
  April 25, 11:03 AM
 • જાણો ગુજરાતના આ કોઠા ઈતિહાસ, 'હેલિયોગ્રાફી'ના સંદેશા મોકલવા થતો ઉપયોગ
  જામનગર: સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠા પરથી ભગવાન શ્રીકૃષ્ણના વારસદાર ગણાતા યાદવકુળના રાજવી રાઘળજીએ કચ્છમાંથી કૂચકદમ કરી વિ.સં.1596માં શ્રાવણ સુદ સાતમના બુધવારે .ઇ.સ 1540માં દરબારગઢ પાસે પાયા નાખી ઠાઠમાઠથી નગરનું તોરણ બાંધી નવાનગર નામ અાપ્યું. નગરમાં ઇ.સ.1840માં દુષ્કાળ વખતે રાજવી જામ રણમલજીએ લાખોટા કોઠાના બાંધકામની સાથોસાથ ગોળ બાંધણી સાથે કલાત્મક અને આકર્ષક ભૂજિયો કોઠાનું સંગીન બાંધકામ કરાવ્યું હતું. આ કોઠાનો ઉપયોગ હેલિયોગ્રાફી પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો. આ કોઠામાં ચોતરફ...
  April 24, 10:02 AM
 • ગુજરાતના દિલફેક આશિકની અનોખી પ્રેમ કાહાની, આજે પણ જીવંત છે આ પત્થરોમાં
  અમદાવાદ: જો તમે તાજ મહેલને જોઇને એમ કહેતાં હોવ કે માત્ર શાહજહાં જ પોતાના પ્રેમ માટે કંઇક કરી શકે છે, તો તમે ખોટાં છો. ગુજરાતમાં પણ એક છેલછબીલાએ પોતાના પ્રેમને અદભૂત કળા થકી રજૂ કર્યો છે. વડોદરાથી 50 કિ.મી. અને નર્મદા ડેમથી 64 કિ.મી દુર આવેલા ડભોઇ ખાતે એક દિલફેક આશિકે પોતાની પ્રેમીકાને અમૂલ્ય ગીફ્ટ આપવા રાજા સાથે દુશ્મની વ્હોરી બનમૂન ઇમારતનું નિર્માણ કર્યું. જે આજે પણ એ રંગીલા ગુજ્જુ હિરાની તેની પ્રેમિકા પ્રત્યેના પ્રેમના ગીતો એ કોતરણી કરેલા પત્થરો ગાઇ રહ્યાં છે. જો તમારા જીવનમાં પણ પ્રેમનું...
  April 23, 10:18 PM
 • હનીમૂન માટે બેસ્ટ બની રહ્યું છે ગુજરાતનું આ સ્થળ, શાંતિ સૌંદર્ય ને સંસ્કૃતિ છે તેના ઘરેણા
  અમદાવાદ: કચ્છના રણનો સમાવેશ ગુજરાતના સૌથી વધુ મુલાકાત લેવામાં આવતા સ્થળોમાં થાય છે. તે તેની વિશાળતા અને સુંદરતાના કારણે વિશ્વભરમાં જાણોતો બન્યો છે. હાલની વાત કરીએ તો જ્યારે પણ કોઇ વિદેશી પ્રવાસી ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે કચ્છના રણે જરૂર જાય છે, અહી તેમને ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને ભાવના સાથે સાથે કલાત્મક વારસાઓનો પ્રતિક જોવા મળે છે. કચ્છમાં રણ ઉત્સવ સમયે તો મેળા જેવો માહોલ જોવા મળતો હોય છે. લાખોની સંખ્યામાં લોકો અહી ઉમડી પડે છે. તે સિવાય હવે તો હનિમૂન અને મિની પિકનિક માટે કચ્છ...
  April 22, 12:10 AM
 • અલંગમાં તૂટવા આવી તરતી હોટલ, Luxurious ફિલિંગ આપે છે અંદરનો નજારો
  ભાવનગરઃ શીપ બ્રેકિંગમાં ભાવનગર સ્થિત અલંગ માત્ર ભારત કે એશિયામાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતું છે, વિશ્વમાંથી મોટાભાગના જહાજોને અહી લાવવામાં આવે છે અને તેમનું બ્રેકિંગ કરવામાં આવે છે, શીપમાંથી જે વૈભવી વસ્તુઓ હોય છે, તેને અલંગ શીપ માર્કેટમાં વેચાણ અર્થે મુકવામાં આવે છે અને ફોરેન વસ્તુઓના શોખીનો શિપ બ્રેકિંગ યાર્ડની માર્કેટમાં તેની ખરીદી કરવા માટે આવે છે. હાલ અલંગમાં એક શીપને લંગારવામાં આવ્યું છે, સાગા રૂબી ઓએશિયાના નામથી પ્રચલિત આ જહાજની પોતાની જ એક અલગ અને આગવી ઓળખ છે, સાથે જ તેમાં...
  April 20, 09:56 AM
 • મહારાણીની પીઠ પર બેઠું સિંહ બાળ, માતૃત્વ પ્રેમ દર્શાવતી ગુજરાતની તસવીરો
  અમદાવાદ: દુનિયાના કોઇપણ છેડે જાઓ જન્મ બાદ પોતાના અસ્તિત્વ માટે માતાનાં પડછાયા વગર ન ચાલે. પછી ભલેને એ કાળા માથાનો માનવી હોય કે વનમાં વિહરતા પ્રાણીના બચ્ચાં હોય. જનની ની જોડ સખી નહી જડે રે લોલ માતૃત્વની વેદના અને સંવેદનાને વ્યક્ત કરતી ગુજરાતી સાહીત્યની આ માવ્ય પંક્તિ માત્ર માનવી જ સાબીત કરતો હોય એવું નથી પરંતુ આ પંક્તિ પ્રાણીઓ પણ સાબીત કરતા હોય તેવું દ્રશ્ય પણ નજરે ચડ્યું. અહીં ઘણી એવી ગુજરાતના પ્રાણીઓની તસવીરો છે જેમાં પ્રાણીઓનો તેમના બચ્ચાં પ્રત્યે પ્રેમને દર્શાવી રહી છે. ગીર જંગલની...
  April 20, 09:53 AM
 • ગુજરાતની આ તસવીરો જોઇ તમે ચોક્ક્સ કહેશો 'ઇટ વોઝ અમેઝિંગ',જુઓ નજારો
  અમદાવાદઃ ગુજરાત પોતાના આધુનિકતા તરફ આગળ વધી રહેલા શહેરો, બીચ, ઐતિહાસિક વિરાસતો, કુદરતી સૌંદર્યના કારણે વિશ્વભરમાં જાણીતું છે, માત્ર દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશીઓ પણ ગુજરાતના પ્રવાસે આવે છે અને ગુજરાતના સૌંદર્યને પોતાના કેમેરા કેદ કરી લે છે. આજે ગુજરાત વિકાસની દિશામાં જે હરણફાળ ભરી રહ્યું છે તેના કારણે વધારે જાણીતું બન્યું છે, રાજ્ય વિકાસની દ્રષ્ટીએ પોતાની એક અલગ ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યું છે અને એ જ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતને અલગ પાડે છે. વાત ગુજરાતના પ્રવાસિય નજારાઓ અંગે કરીએ તો...
  April 20, 01:08 AM
 • ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીનો બર્થ-ડે: આ રહી પરિવારની જૂની તસવીરો
  અમદાવાદ: ભારતના સૌથી ધનિક વ્યક્તિ હોવાને કારણે સતત ચર્ચામાં રહેતા મુકેશ અંબાણીનો 19 એપ્રિલે જન્મ દિવસ છે. મુકેશ અંબાણી 60 વર્ષ પૂરા કરી 61માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. રિલાયન્સના પ્રણેતા ધીરૂભાઈ અંબાણીના ઘરે જન્મેલા મુકેશે બિઝનેસ સંભાળ્યો તે પછીની તમામ બાબતો લોકો જાણતા હશે. પણ તેમના જન્મ બાદના દિવસો વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આ સમયે divyabhaskar.com તમને બતાવી રહ્યું છે કે અંબાણી પરિવારની તસવીરો...આજે અમે અહીં અંબાણી પરિવારનો આંબો એટલે કે હીરાચંદ ગોરધનદાસ અંબાણી(ધીરૂભાઇના પિતા)ના વંશવેલા અંગે...
  April 19, 03:34 PM
 • 45 કિલોમાંથી બનાવી કસાયેલી બોડી, શુદ્ધ શાકાહારી છે ગુજરાતીનો ડાયટ પ્લાન
  અમદાવાદ: આજના જમાનામાં સુડોળ અને ફિટ શરીર દરેકનું સ્વપ્ન છે. એક જૂની કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા જો તમારું શરીર સ્વસ્થ્ય હશે તો જીવનમાં તમે દરેક પ્રકારે સુખી હશો. આજના ફાસ્ટયુગમાં હાઇબ્રિડ બિયારણ અને ખોરાકના લીધે લોકો વિવિધ પ્રકારના રોગો અને મેદસ્વીપણાની સમસ્યાથી પીડાતા હોય છે. આજના યુવાવર્ગમાં ફિટનેસવાળી બોડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલમાં લોકો પોતાના શરીરને લઇને મોટી સમસ્યાનો સામનો કરતા હોય છે ક્યારેક વધારે પતળા હોવાના લીધે તો ક્યારેક વધારે પડતા જાડા હોવાના લીધે...
  April 18, 09:43 AM
 • સેલ્ફી ફોટોને પાટલામાં કંડારતો સૌરાષ્ટ્રનો આ કલાકાર,જાણો શું છે ખાસ
  પોરબંદરઃ ઓનલાઇનના આધુનિક યુગમાં સેલ્ફી કે ફોટાનું માધ્યમ માત્ર મોબાઇલ કે સોશ્યિલ મીડિયા પુરતુ સિમિત નથી રહ્યું. પોતાના તેમજ સ્વજનોના ફોટા હવે લોકો કેકથી લઇને કપ-મગ સુધીના સાધનો તેમજ ખાણી-પીણીમાં પણ લોકો ફોટા સેટ કરી સેલિબ્રેશન કરતા હોય છે. કેક અને કપથી આગણ વધીને હવે આ ફોટાનું સ્થાન બંગડીઓમાં કંડારવામાં આવ્યું છે. પોરબંદરના બંગડીના વેપારીએ ફોટા વાળા પાટલા (મોટી બંગડીઓ) તૈયાર કર્યા છે. જેમાં ડાયમંડવાળા પાટલાથી લઇને વર વધુના નામ વાળા પાટલાઓની અવનવી ડિઝાઇન જોવા મળે છે. પાટલા પર ફોટા સેટ...
  April 17, 11:06 PM
 • આ વેકેશનમાં લો ગુજરાતના આ Top 10 પેલેસની મુલાકાત, મળશે શાહી ઠાઠ
  અમદાવાદ: ગુજરાત પોતાની સંસ્કૃતિ અને વારસા માટે જગતભરમાં જાણીતું છે. ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ છે જે જોઇને લોકો અવશ્ય મંત્રમુગ્ધ થઇ જાય છે. તેમાં ભૂતપૂર્વ કિલ્લાઓ, હવેલીઓ અને રાજમહેલો છે જે વેકેશન ગાળવા માટે એકદમ પરફેક્ટ પ્લેસ તરીકે સાબિત થાય છે. આ જગ્યાઓમાં ગુજરાતની એવી હેરીટેજ હોટલોનો પણ સમાવેશ થાય છે જેમાં ગુજરાતના મહારાજાઓની રોયલ લાઇફ અંગે જાણવામાં મદદ મળી શકે છે. આ હેરીટેજ હોટલોમાં મારવારી, સિંધી અને પોર્ટુગલ સંસ્કૃતિની ઝલક પણ જોઇ શકાય છે. રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ૨૨૫ એકરમાં...
  April 15, 09:22 PM
 • જોશીલા જામનગરવાસીઓમાં પોતાના શહેરનું એક અનેરૂ ગૌરવ, જુઓ જાજરમાન તસવીરો
  અમદાવાદ: વિક્રમ સંવત 1540 શ્રાવણ સુદ સાતમને બુધવારે જામરાવલજીએ હાલના દરબારગઢ પાસે ખાંભી રોપી નવાનગર સ્ટેટની સ્થાપના કરી હતી. હાલાર તરીકે ઓળખાતા વિસ્તારને નવાનગર નામ મળ્યું હતું. ઐતિહાસિક નવાનગરે અનેક યુધ્ધ અને સ્થિતી જોઇ હતી, નવાનગરમાંથી ઇસ્લામનગર અને ત્યારબાદ જામનગરના નામકરણ સુધી અનેક ઘટનાઓ ઇતિહાસમાં સમાયેલી છે. હાલમાં જામનગર શહેર દેશ-વિદેશમાં જાણીતું છે, જોશીલા જામનગરવાસીઓ પોતાના શહેરનું એક અનેરૂ ગૌરવ ધરાવે છે. રવિવારે વહેલી સવારે 5.45 વાગ્યે શહેરના સાત રસ્તા સર્કલ પાસે લેવાયેલી...
  April 15, 09:15 PM
 • ક્રિકેટ ગ્રાઉન્ડ સહિત આધુનિક સવલતોથી સજ્જ ગુજરાતનું આ ગામ, જાણો શું છે ખાસ
  જામનગર: ધ્રોલ તાલુકાનું મોટાવાગુદડ ગામ વિકાસની હરણફાળ સાથે છેલ્લા ચારેક વર્ષથી એક આદર્શગામ તરીકે ઊભરી રહ્યું છે. ૨૧૦૦ની વસતી ધરાવતા ગામમાં બાળકોથી માંડી વૃધ્ધો સુધીનાં લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિશેષ પ્રયાસ કરાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ચારેક કરોડનાં વિકાસ કાર્યો ગામનાં જાગૃત મહિલા સરપંચની આગેવાનીમાં થયા છે. સમગ્ર ગ્રામજનો સાથે મળી ઉત્સવોની ઉજવણીમાં ભાગ લે છે ગામમાં પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટથી માંડીને ઘનકચરા નિકાલ, ભૂગર્ભગટર, આખા ગામમાં પેવરબ્લોક અને...
  April 15, 05:38 AM
 • બિહારની IAS નેહા ગુજરાતમાં કરે છે જોબ, આપી UPSCની ટીપ્સ, આવી છે લાઈફ
  અમદાવાદ: હવે મહિલા માત્ર રસોડા પુરતી સીમિત રહી નથી. બિઝનેસ ક્ષેત્ર હોય કે નોકરીમાં મહિલાઓ પોતાનું સામર્થ્ય બતાવી રહી છે અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યને ખરા અર્થમાં ચરીતાર્થ કરી રહી છે. પણ આજના સમયમાં પણ પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં નોકરી માટે મહિલાઓને ઘણી મુશ્કેલીઓ પડે છે. ગુજરાતમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતી ઘણી મહિલાઓ અન્ય રાજ્યમાંથી આવે છે. જે હાલ ઘણાં IAS અધિકારી ગુજરાતમાં પ્રોબેશન પર ફરજ બજાવી રહ્યા છે. બિહારમાં જન્મેલી નેહા સિંહ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં આસિસ્ટન...
  April 13, 03:57 PM
 • સૌરાષ્ટ્રમાં અહીં બને છે રૂ. 200થી લઇને 20 લાખની બાંધણી, જાણો શું છે ખાસ
  જામનગરઃ તહેવાર હોય કે પ્રસંગ ટ્રેડિશનલ ડ્રેસની વાત આવે ત્યારે બાંધણી સૌ પ્રથમ યાદ આવે. બાંધણીની ચુન્નીથી લઇને હવે બાંધણીની ટાઇ પણ માર્કેટમાં પ્રાપ્ય છે. જે રીતે કાપડના વિશાળ અવકાશમાં ખાદીનું એક સ્થાન છે એમ બાંધણીના કાપડનું એક મહત્વ છે. દેશભરમાં બાંધણી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બને છે. પરંતુ સૌરાષ્ટ્રના જામનગરમાં તૈયાર થતી બાંધણીની ખાસ વાત છે. જેમાં તેની અનોખી ડિઝાઇન અને કલરના કારણએ વખણાય છે. જામનગર બાંધણીના વેપારી પારસભાઇ શાહ કહે છે કે, બાંધણી એક ફેશન આઇકોન બની છે....
  April 12, 09:59 AM
 • મોટાભાગના Tourist માટે લિસ્ટમાં ટોપ પર આવે છે ગુજરાતનો આ દરિયાકિનારો
  અમદાવાદ: ગુજરાત કુદરતી સંપદાઓથી ભરેલું છે, ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયા કાંઠો છે અને એક પ્રવાસન સ્થળ તરીકે આ દરિયા કિનારો ઉભરી રહ્યો છે, સોમનાથ હોય, દ્વારિકા હોય, પોરબંદર હોય કે પછી જામનગર અને કચ્છ બધે જ આપણને કંઇક કંઇક કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહે છે, જોકે આજે વાત એક એવા દરિયા કાંઠાની કરવાની છે, જે ગુજરાતનો સૌથી સ્વચ્છ દરિયા કાંઠો માનવામાં આવે છે. બેટ દ્વારિકા પાસે આવેલો આ દરિયો સુંદરતા અને સ્વચ્છતાના કારણે હંમેશા પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે. જો મોસમ એવી હોય અને...
  April 9, 07:41 PM
 • Lowest બજેટમાં Highest મજા લેવા માંગતા હોવ તો આ પ્લેસ પર જવું જોઇએ
  અમદાવાદઃ આજકાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે. ત્યારે દિવ્યભાસ્કર જણાવી રહ્યું છે ગુજરાતની એવી જગ્યાઓ જ્યાં ઓછા ખર્ચે રજાઓની વધુ મજા માણી શકાય. દરિયા કિનારે આવેલું ગુજરાત રાજ્ય ખૂબ જ સુંદર અને મનમોહક લોકેશનથી ભરપૂર છે. અહીં જણાવેલી જગ્યાઓ એક દિવસીય પીકનીક માટે બેસ્ટ છે જ્યાં તમે પરીવાર સાથે આરામદાયક રજાઓ માણી શકો છો. ગુજરાતમાં ઓછા ખર્ચે મજા માણવી હોય તો અહીં દર્શાવેલા સ્થળોની મુલાકાત જરૂર લેવી. અા જગ્યાઓમાં ગુજરાતના ઐતિહાસિક મહેલોથી માંડીને હેરીટેજ સાઇટમાં સ્થાન પ્રાપ્ત કરેલી...
  April 9, 05:16 AM
 • શિવ મહિમાનો અતુટ અંગ છે આ મંદિર, ઘરે બેઠા કરો 80 ફૂટ ઊંચી શિવમૂર્તિ દર્શન
  અમદાવાદ: શ્રીકૃષ્ણની નગરી દ્વારકાથી 15 કિ.મી. દૂર આવેલું નાગેશ્વર મહાદેવ મંદિર. પ્રકૃતિના સાંનિધ્યમાં બિરાજમાન બાર જ્યોતિર્લિંગોમાં નાગેશ્વર જ્યોતિર્લિંગનું સ્થાન દસમું છે. શિવપુરાણની રુદ્ર સંહિતામાં આ મંદિરમાં દારુકાવને નાગેશં કહેવામાં આવ્યું છે. કહેવાય છેકે, અહી પહેલા એક દારૂક નામનો રાક્ષસ હતો જે શિવપૂજા અને ધર્મનો વિરોધી હતો. તેના આતંકથી કંટાળીને રાજા સુપ્રીયએ ભગવાન ભોળાનાથની આરાઘના કરી હતી, તેમની આકરી તપસ્યાથી ભોળાનાથે તેમને દર્શન આપ્યા હતા. ત્યારબાદ જગતના કલ્યાણ માટે ભગવાન...
  April 8, 09:23 PM