Home >> Gujarat >> Div-Daman City
 • દાનહના આદર્શ ગામ દૂધનીના યુવાનો પેટીયું રળવા બહાર જાય છે
  સેલવાસ: દાનહના આદર્શ ગામ દૂધનીમાં અનેક વિકાસના કામો થયા છે. પરંતુ ગામના યુવાનોએ રોજગારી માટે બહાર જવું પડે છે. દૂધની ગામને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો ઉભી થાય તેમ છે. દાનહ સાંસદ આ બાબતે ગંભીરતાથી કામગીરી કરે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે. દૂધની ગામમાં સાંસદ દ્વારા અત્યાર સુધીમાં લોક ઉપયોગી કામો કરવામાં આવ્યા છે. સૂર્યોદય યોજનામાં દાનહમાં કુલ 569 આવાસો તૈયાર કરાયા દાનહના સાંસદ નટુભાઈ પટેલે છેવાડાના દૂધની ગામની પસંદગી કરી હતી જેમા બે વર્ષમા...
  May 27, 12:39 AM
 • દાનહમાં આદિવાસીઓ વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણીને લઇ રોષ
  સેલવાસ: દાનહમાં રહેતા કેટલાક માથાભારે અને અસામાજીક પ્રવૃતિઓ ધરાવતા વ્યક્તિઓ હાલમાં સોશિયલ મીડિયાનો બેફામ દુરુપયોગ કરી પ્રદેશનો માહોલ બગાડવાની ચેષ્ટા કરી રહ્યા છે. જેઓની વિરુદ્ધમાં શુક્રવારે યુવા કોંગ્રસ પ્રમુખ અભિનવ ડેલકરના નેતૃત્વમાં દાનહ એસપીને આવેદન પત્ર આપ્યું હતુ. આ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ પ્રદેશમાં રહેતા કેટલાક વ્યક્તિઓ મુખ્યરૂપે ફેસબુક અને વોટ્સએપ પર પોતાના વિચારો પણ કોઈકની લાગણી દુભાઈ તેવા પ્રકારની વાંધાજનક રૂપે રજૂ કરી રહ્યા છે. પ્રદેશનો માહોલ બગાડનાર વિરુદ્ધ...
  May 27, 12:21 AM
 • ગુજરાત અંડર 16 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દાનહના ખેલાડીએ બેવડી સદી ફટકારી
  સેલવાસ: સંઘપ્રદેશ દાનહ ક્રિકેટ એસોસિએશનનું એફિલેસન ગુજરાત ક્રિકેટ બોર્ડ સાથે છે. પ્રદેશનાના પ્રતિભા સાળી ખેલાડીઓને ગુજરાત રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ રમવાની તક મળી રહી છે. દાનહ ક્રિકેટ એસોસિએશનની ટીમ ગુજરાત ખાતે ચાલી રહેલી રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે. રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ અંડર 16 ટીમની મેચમાં દમણના સુભાષ ચંદ્ર બોઝ ક્રિકેટ મેદાન ખાતે રમાઈ હતી. રોફી મિશ્રાએ પ્રથમ દાવમાં 254 રન મારી અણનમ રહ્યો, પંચમહાલ સામે 7 વેક્ટે 438 રન...
  May 19, 11:58 PM
 • રમેશ માઇકલને દમણનો લિકર માફિયા બનાવવામાં ઉચ્ચ અધિકારીનો હાથ
  વાપી: દમણના લીકર માફિયાના નિવાસ સ્થાન, ગોડાઉન અને વાઇન શોપ ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડામાં છેલ્લા ત્રણ વર્ષમાં 223.47 કરોડ રૂપિયા જમા કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે, હવે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, છેલ્લા 20થી વધુ વર્ષોથી ગુજરાતમાં ગેરકાયદે દારૂ સપ્લાય કરનાર આ લીકર માફિયાને લિકર સપ્લાયરમાં મોટું માથું બનાવવામાં જિલ્લાના એક અધિકારીનો પણ મોટા હાથ રહ્યો છે. ઇડી અને પોલીસ વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવે તો હજુ ચોંકાવનારા ખુલાસા થઇ શકે એમ છે. 100 કરોડથી વધુના પ્રોપટી દસ્તાવેજ સીઝ...
  May 17, 08:18 PM
 • દમણનો લિકર માફિયા માઇકલને ત્યાં EDના દરોડા, 2.54 કરોડનો દારૂ સીઝ
  વાપી: સુરતની ઓલપાડ પોલીસે 22.98 લાખનો દારૂ પકડીને હાથ ધરેલી તપાસમાં દમણના લિકર માફિયા રમેશ ઉર્ફે માઇકલનું નામ ખુલતા જ મંગળવારે સુરત ઝોનની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા રમેશ માઇકલના નિવાસ સ્થાન અને વાઇન શોપ ઉપર રેઇડ કરી હતી. ઇડીની રેઇડ દરમિયાન અનેક સંપત્તિ હાથ લાગી હતી. જેને ઇડી દ્વારા સિઝ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન 3 લકઝ્યૂરિયસ કાર, રૂ. 2.54 કરોડનો દારૂ તથા 9 લાખ રોકડા કબજે લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય વ્હીકલ અને પ્રોપટીના દસ્તાવેજ પણ મળી આવ્યા હતા. ઓલપાડ પોલીસે 21,750 નંગ દારૂની બોટલ કબજે...
  May 17, 08:16 PM
 • દમણમાં ટંડેલ- પટેલ બાદ હવે દારૂના બીજા વેપારીનો વારો
  પ્રતીકાત્મક તસવીર વલસાડ: દમણમાં છેલ્લા કેટલાક સમયથી દારૂના મોટા વિક્રેતાઓ પાછળ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ હાથ ધોઇને પડી છે. જેમાં આઇટી દ્વારા ગત સપ્તાહે સરવે હાથ ધર્યો હતો. જેમાં પાંચ જેટલા દારૂના વેપારીઓને સકંજામાં લીધા હતા. તેમાંથી હાલ ટંડેલ અને પટેલ પર ઇડીએ સકંજો કસ્યો છે. ત્યારબાદ હવે અન્યનો વારો આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ITએ સ્ટોક અને ટર્ન ઓવર તપાસવા જ સર્વે કર્યો હતો ઇન્કમટેક્સની ઇન્વેસ્ટીગેશન વિંગે દમણના દારૂના મોટા વેપારીઓ પર ગત...
  May 11, 03:10 AM
 • દીવમાં સરકારી જેટીના કોન્ટ્રાક્ટરને બિભસ્ત ગાળો બોલી ઝીંક્યો લોફો, Live વીડિયો
  દીવ: દીવના વણાંકબારામાં પીડબલ્યુડી કચેરી દ્વારા સરકારી જેટી બનાવવામાં આવી રહી છે. જેનું કામ જી.જે.પટેલ ખેન્ડ કું.ના કોન્ટ્રાક્ટર વિશ્વનાથ મલ્પપા તત્લીતલી દ્વારા કરવામાં આવી રહ્યું હોય ત્યારે સવારના 10:30 કલાકના અરસામાં લક્ષ્મણ પૂંજા ચારણીયા જેટીના સ્થળે આવી કોન્ટ્રાક્ટરને બિભસ્ત ગાળા બાલી અને તકરાર કરી લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ પોતાની કારમાંથી ધોકો કાઢી મારવાની કોશિષ કરતા હાજર રહેલા લોકોએ લક્ષ્મણ પૂંજાને રોક્યા હતા અને સરકાર પાસેથી આ કામના તને પૈસા નહીં મળે તેવું કરી નાખીશ ધમકી...
  May 8, 11:13 PM
 • સેલવાસ: જાનવર જેવું જીવન જીવવા મજબુર, પાણી માટે વલખાં મારતા આદિવાસીઓ
  સેલવાસ: સંઘ પ્રદેશ દાનહનું કરોડોનું બજેટ હોવા છતાં વિકાસ ફક્ત કાગળ પર હોવાનું જણાઈ આવ્યું છે. પ્રદેશના બેડપા ફણસપાડાના નિવાસીઓ અને જાનવરો એક જગ્યાએથી દુષિત પાણી પીવા માટે મજબુર બન્યા છે. લોકો પાણી માટે દિવસ દરમિયાન ભર ગરમીમાં 6 કલાક પાણી એકઠું કરવામાં વિતાવે છે. ફણસપાડા વિસ્તારનો વિકાસ ફક્ત કાગળ પર સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને આઝાદ થયાને 6 દશક કરતા વધુ સમય વીતી ગયો છે. આજે પણ પ્રદેશના આદિવાસીઓ જાનવર જેવું જીવન જીવવા મજબુર બન્યા છે. દાનહના અંતરિયાળ વિસ્તારમાં આવેલું બેડાપા ગામના ફણસપાડા...
  April 24, 03:51 AM
 • સેલવામાં બન્યું 13 હજાર સ્કવેર મીટરમાં ફેલાયું સ્મશાન, ખર્ચ 15 કરોડ
  સેલવાસ: સેલવાસનું 15.54 કરોડનું આધુનિક સ્મશાન લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે પ્રશાસન જવાબદારી કોણ લેશેની મુંજવણમાં જણાઈ રહ્યું છે. દમણ ગંગા નદીકિનારેનું સ્મશાન તૈયાર કરાયું સ્મશાન સંઘ પ્રદેશ દાનહના મુખ્ય મથક સેલવાસમાં એક યોગ્ય સ્મશાનનો અભાવ હતો. સામાજિક સંસ્થા અને કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા દમણ ગંગા નદીકિનારેનું સ્મશાન તૈયાર કરાયું હતું. જ્યાં હાલ અંતિમ સંસ્કાર કરાય રહ્યો છે. નક્ષત્ર વન નજીક આધુનિક સ્મશાન છેલ્લા 3-4 મહિનાથી બનીને તૈયાર થઇ ચૂક્યું છે. રૂ. 15.54 કરોડના ખર્ચે આ સ્મશાનમાં 60-70...
  April 21, 03:38 AM
 • દાદરા નગર હવેલી PMના સ્વાગત માટે સજ્જ, પંથક બનશે મોદીમય
  સેલવાસ: દાદરા નગર હવેલીમા સોમવારના રોજ બપોરે બે વાગ્યાના સમયે પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે દાનહ પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવાઇ છે. રવિવારના રોજ પીએમના કોનવે અને સિક્યુરીટીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો હતો. પીએમને આવકારવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. કોસ્ટગાર્ડ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. સાથે હેલિપેડ પર હેલીકોપટરનુ ઉત્તરાણુ પણ ચકાસી લેવાયું છે. 1000થી વધુ વિધાર્થિની સ્વાગત કરશે 5 લાખ સ્કેવરફૂટમાં બનેલા મંડપમાં આશરે દોઢ લાખ લોકોને...
  April 17, 01:19 AM
 • દમણ: પાલિકા પ્રમુખની ચુંટણીનું પરિણામ જાહેર, શૌકત મીઠાણીનો વિજય
  દમણ: દમણ નગર પાલિકા પ્રમુખની ચૂંટણી નિર્વાચન અધિકારી કિશનકુમારની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદ માટે 2 ફોર્મ ભરાયા હતા. જયંતી પટેલ અને શૌકત મીઠાણીએ પ્રમુખપદ માટે ફોર્મ ભર્યુ હતું. જેમાં શૌકત મીઠાણીને ભાજપ દ્વારા વ્હીપ આપવામાં આવ્યું હતું. જેથી જયંતી પટેલે ભાજપથી નારાજ થઈ પ્રમુખપદ માટે ફોર્મ ભર્યુ હતું. મંગળવારે સાંજે 5 વાગે ડીએમસી સભાગારમાં ચૂંટણી સંપન્ન કરાઇ હતી. જેમાં શૌકત મીઠાણીને 11 મત મળ્યા હતા. જે મતમાં (1 )શૌકત મીઠાણી, (2) તમન્ના મીઠાણી, (3) ચંદ્રગીરી, (4 )અનિલ ટંડેલ, (5 )...
  April 12, 02:23 AM
 • મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરતો NPTELનો કાર્યક્રમ યોજાયો
  સરીગામ: લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ , લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ અને આઈઆઈટી મદ્રાસ દ્વારા સંયુક્તપણે 7 April 2017, ના રોજ ગુજરાત તથા સંઘ પ્રદેશ દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલીમાં આવેલ એન્જિનિરીંગ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ, શાખાના વડાઓ અને અધ્યાપકો માટે NPTELની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો. NPTEL (National Programme on Technology Enhanced Learning) એ સાત આઈ આઈ ટી ઓ ( આઈ આઈ ટી મુંબઈ, દિલ્હી, મદ્રાસ, ગુવાહાટી, કાનપુર, ખરગપુર અને રૂરકી ) તથા આઈ આઈ એસ સી બૅંગ્લોર ની સંયુક્ત પહેલ છે.NPTELએ MHRD (માનવ સંસાધન વિકાસ મંત્રાલય) દ્વારા...
  April 11, 08:48 PM
 • PM મોદીની વિઝીટ: લોકોને આમંત્રિત કરવા દાનહ સાંસદ ઘરે ઘરે પહોંચ્યા
  સેલવાસ: દાનહમાં 17 એપ્રિલના દિને પીએમ વિઝીટને લઇ સાંસદ લોકોને આમંત્રિત કરવા ઘરે ઘરે પહોચ્યાં હતા. એમપી લાડ સ્કીમમાં 12 જેટલી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે, તેની જાણકારી રવિવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં સાંસદ નટુભાઈ પટેલે જણાવી હતી. 17 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દાનહની મુલાકાતને લઇ રવિવારે સેલવાસ સાંસદ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન સાથે મારી બે વાર મુલાકાત થઇ છે. જેમાં દાનહના પડતર પ્રશ્ન એવા જંગલની જમીન...
  April 10, 01:41 AM
 • ટુરીઝમ બચાવો: હાઈવે પર દારૂબંધીનાં વિરોધમાં દીવ બંધ
  દીવ: ઘોઘલાથી તડ ચેકપોસ્ટ સુધીનાં દીવનાં માર્ગને નેશનલ હાઇવેમાં ગણી લેવામાં આવતા 500 મીટરની હદમાં આવતી 100 જેટલી દારૂની દુકાનોનાં લાયસન્સ રદ થતા હોય તેનાં વિરોધમાં સોમવારે દીવ સજ્જડ બંધ રહ્યું હતું અને પ્રજાજનોએ ટુરીઝમ બચાવો તેવા લખાણના બેનર સાથે જિલ્લા કલેકટરને આવેદન આપી આ નિર્ણયમાં ફેર-વિચારણા કરવા ઉગ્ર માંગ કરી હતી. 100 જેટલી દુકાનોનાં લાયસન્સ રદ સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર હાઇવેનાં 500 મીટરનાં દાયરામાં આવતી ઘોઘલા ચેકપોસ્ટથી તડ ચેકપોસ્ટ સુધીની તમામ દારૂની દુકાનો અને દારૂનાં...
  April 4, 12:38 AM
 • દાદરા નગર હવેલી પાસે મોડી રાત્રે બોટ પલટી ખાતા 24 લોકો ડૂબ્યાં, 5નાં મોત
  વાપી/સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જાણીતા પ્રવાસન સ્થળ દૂધનીમાં મંગળવારની સાંજે બનેલી કરૂણાંતિકામાં મહારાષ્ટ્રથી દાનહ ફરવા આવેલાા 34 થી વધુ સહેલાણીઓ ભરેલી ટૂરિસ્ટ બોટ અકસ્માતે દમણગંગા નદીમાં પલટી જતા બોટમાં સવાર સહેલાણીઓ પૈકી તરવૈયાઓએ 5 ના મૃતદેહ બહાર કાઢ્યા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે કેટલાકને ગંભીર હાલતમાં નદીમાંથી બહાર કાઢીને નજીકની ખાનવેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકમાં આધેડ વયની એક મહિલાનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ...
  March 29, 11:16 AM
 • સેલવાસ: 14એપ્રિલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સેલવાસની મુલાકાતે આવવાનું નક્કી થયું છે આગમનની તૈયારીને લઇ પ્રશાસન સેલવાસને શુંદર બનાવવા તરફ જોતરાયું છે સંઘ પ્રદેશની આઝાદીબાદ દેશના પ્રધાન મંત્રી મોરારજીભાઈ દેસાઈ પ્રદેશની મુલાકાતે પ્રથમ વખત આવ્યા હતા ત્યારબાદ આજ દિન શુધી દાનહ તરફ કોઈ પણ પ્રધાન મંત્રીની નજર ગઈ નથી ગત લોકોસભાની ચુંટણી પ્રચાર અર્થે નરેન્દ્ર મોદીએ પોતાના ભાસનમાં પ્રદેશની જનતાને જણાવ્યું હતું મોદીના આગમનને લઈ પ્રશાસન દ્વારા તડામાર તૈયારી સકાર બનાવ્યા બાદ હું દાનહની...
  March 22, 12:35 AM
 • સેલવાસ ટોકારખાડાની ત્રણ દુકાનમાં ચોરી
  સેલવાસ: સેલવાસના ટોકારખાડા વિસ્તારમા આવેલ ત્રણ દુકાનોના શટર તોડી રોકડા રૂપિયા અને કપડાંની ચોરી કરી ચોર ફરાર પ્રાપ્ત વિગત અનુસાર ટોકારખાડા વિસ્તારમા આવેલ આઈડિયા કેર,ક્રિશ્ના ગ્લાસ અને કપડાંની દુકાનના શટર ઉંચકી ગલ્લામાંથી રોકડા અને કપડાના દુકાનમાંથી 15જોડી કપડા સહીત રોકડા રૂપિયા અને કાચની દુકાનમાંથી રોકડા રૂપિયા ચાંદીની મૂર્તિઓ અને ચેકબુકમાંથી ચેકની ચોરી કરી ગયા હતા સવારે આઇડિયાના દુકાનવાળો સવારે જયારે દુકાન ખોલવા આવ્યો ત્યારે જોયુ કે એની દુકાન અને બાજુમાની બે દુકાનોના શટરો...
  March 22, 12:26 AM
 • ગુજરાતને અડીને આવેલા ટુરિસ્ટ પ્લેસ દીવમાં નહીં મળે વાઈન, જાણો કેમ
  દીવ: ગુજરાતને અડીને આવેલા પ્રવાસન સ્થળ દીવ દારૂ માટે ખૂબ જ જાણીતું છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ પીવા માટે દીવ જનારાંનો મોટો વર્ગ છે. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ પર દીવ પ્રશાસન દ્વારા લેવાયેલાં પગલાંથી દારૂની શોપ અને રેસ્ટોરંટના માલિકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો. દીવમાં અંદાજીત 199થી પણ વધુ વાઈન શોપ ધમધમી રહી છે જેમાંથી 132 બાર અને રેસ્ટોરન્ટોના માલીકોને દીવ પ્રશાસને સુપ્રિમ કોર્ટેની ગાઈડલાઈન મુજબ નોટિસ ફટકારી છે. આ તમામ રેસ્ટોરન્ટ અને બાર ઘોઘોથી તડ ચેકપોસ્ટ સુધીના અંતરમાં...
  March 18, 11:51 AM
 • સેલવાસ: જર્મનીમાં પર્યટન પ્રમોશનના ખોટા ફોટા રજૂ કરાયા
  સેલવાસ: દિવ,દમણ દાનહના પર્યટન વિસ્તારના પ્રમોશન માટે અધિકારી જર્મનીના બર્લિન સીટી ખાતે બન્ને પ્રદેશના પ્રમોશન માટે અધિકારી ગયા છે પણ દુનિયા ભારથી આવતા લોકો સામે જમાં દાનહના પર્યટન વિસ્તારના ફોટો સાથે નામો ખોટા પ્રદર્શિત કરાયા છે. દિવ,દમણ દાનહના પર્યટન વિસ્તારના પ્રમોશન માટે વર્ષે દિવસે કરોડો રૂપિયાનો ધુમાડો કરાય છે પ્રમોશન માટે અધિકારીઓ લાખોના ખર્ચે દેશ વિદેશ જતા હોય છે જેને લઇ હાલ ITB જર્મનીના બર્લિન સીટી ખાતે ચાલી રહેલા મેળામાં દુનિયા ભરના દેશો પોતપોતાના વિસ્તારોના પ્રમોશન માટે...
  March 11, 12:11 AM
 • વાપી: ઉદ્યોગપતિના પુત્રના અપહરણનો પોલીસે કર્યો પર્દાફાશ, 7ની ધરપકડ
  વાપી: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલ બાબા બેદનાથ સ્પિનર્સ પ્રા. લી. નામની કંપનીના માલિકના પુત્રનું અપહરણ થયું હોવાની તા. 23મીએ ફરિયાદ દાખલ થઈ હતી. પુત્રના છૂટકારાના બદલે અપહરણકારોએ પરિવાર પાસે ફોન દ્વારા રૂપિયા 2 કરોડની ખંડણીની પણ માગ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થતાં સેલવાસ પોલીસ પણ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં પ્રમોદ શરાફના 26 વર્ષના પુત્ર ભરત શરાફનું અજાણ્યા લોકો તેની જ ગાડીમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. 24મી ના રોજ વાપી નાનાપોંઢા રોડ પર દેગામ નજીકથી...
  March 1, 03:45 PM