Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Viramgam
 • એપ્રિલેરાત્રિના સાડા અગિયાર કલાકે હાજર થઈ ગયા જ્યારે અન્ય 1 હેમાંગકુમાર જયંતિભાઈ પટેલ રહેવાસી રાજકોટ તા. 26 સવારે 11:15 કલાકે વિરમગામ ટાઉન પોલીસમાં હાજર થઈ ગયેલ જે તમામને બપોરે 3 કલાકે ફર્સ્ટ એડિશનલ સિવલ જજ અને જ્યું. મેજી. ફ. ક. વી.આર.સોલંકી સાહેબની કોર્ટમાં બપોરે 3 કલાક પછી રજુ કરતા અને સરકાર પક્ષે વકીલ પરેશ એમ. નાંદોલિયા દ્વારા આરોપીઓને જામીન ના આપવા ઉગ્ર દલીલ કરેલ જ્યારે અન્ય 1 આરોપી જયેન્દ્ર ધીરુભાઈ પટેલ ઉર્ફે ભૂરો પટેલની પોલીસ દ્વારા અઠવાડિયાના રિમાન્ડ માટે માંગણી કરેલ જેને કોર્ટે 3 દિવસના...
  34 mins ago
 • કોર્ટમાં રજૂ કરતા 1ને 3 દિવસના રિમાન્ડ, 7 ને જેલમાં મોકલાયા
  બહુચકચારી ચંદનનગરમાં લગ્ન પ્રસંગે કરાએલ અંધાધુધ ફાયરીંગ ના બનાવની ફરિયાદ છોટે હાર્દિક દ્વારા વિરમગામ ટાઉન પોલીસમાં આપેલ જેમાં બ્રિજેશ પટેલ રાજકોટ ને 24 એપ્રિલે રાજકોટ પોલિસે ધરપકડ કરતા વિરમગામ પોલીસને કસ્ટડી સોંપેલ જેને 25 એપ્રિલે રાજુ કરતા 1 દિવસના રિમાન્ડ આપેલ અને 25 એપ્રિલે વધુ 1 આરોપી વિપુલ પટેલનું નામ ખુલતા વિરમગામ પોલીસે રાત્રિના ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીઓ જયેન્દ્ર પટેલ ઉર્ફે ભૂરો પટેલ રહેવાસી ઉખલોડ,રાહુલ પટેલ ઉર્ફે ગાંધી રહેવાસી વસ્ત્રાલ, અક્ષય પટેલ ઉર્ફે ભૂરો રહેવાસી...
  34 mins ago
 • કાળઝાળ ગરમીથી માનવી, પશુ-પક્ષીઓ ત્રસ્ત બન્યા વિરમગામ-માંડલઅને દેત્રોજ-રામપુરા સહિત પંથકમાં ગરમીનો પ્રકોપ દિવસે-દિવસે વધતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સતત ગરમીનો પારો ઉંચે જતાં ગરમ વાયરા સાથે લૂ ફુંકાતા સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે. જોકે ગરમીના કારણે સૌથી વધુ અસર પશુ-પક્ષીઓમાં જોવા મળી રહી છે. પાણી માટે વલખા મારી રહ્યા છે. પરીક્ષાઓ પૂરી થતાં ભૂલકાઓ શાળામાં રજા છે. ભુલકાઓને પણ ગરમીમાં ઘરમાં પુરાઈ રહેવું પડે છે. વૈશાણ મહિનો બેસવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં ઉનાળો ગરમ લુ...
  April 26, 04:00 AM
 • તાલુકાહેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિનની ઉજવણીના ભાગરૂપે રેલી અને શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેલેરીયાના જોખમી વિસ્તારોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા આઇઇસી ઓફિસર એસ.એલ.ભગોરા, નીલકંઠ વાસુકીયા, ગૌરીબેન મકવાણા, કાન્તિભાઇ ઠાકોર, શિક્ષકો, અર્બન આશા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર વિરમગામ જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં મેલેરીયા...
  April 26, 04:00 AM
 • વિરમગામ કોર્ટમાં રજુ કરાતા બ્રિજેશ પટેલ અેક દિવસના રિમાન્ડ પર
  ગતતા. 2 અને 3 ફેબ્રુઆરી દરમ્યાન વિરમગામ ના ચંદનનગરી ગામે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની પિતરાઈ બહેન હિરલના લગ્ન પ્રસંગે હાર્દિકના આમંત્રણથી પાસ કન્વીનરો ચંદન નગરી ખાતે આવેલ રાત્રીના ગરબાના પ્રસંગમાં હથિયારોથી હવામાં અંધાધુધ ફાયરિંગ કર્યુ હોવાની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસમાં હાર્દિક કીર્તિભાઈ પટેલ ઉર્ફે છોટા હાર્દિક દ્વારા ફરિયાદ દાખલ કરેલ પ્રસંગની મોબાઈલ વિડિઓ ક્લિપ પોલિસ સ્ટેશનમાં પ્રુફમાં આપેલ. જે બાબતે વિરમગામ ટાઉન પોલિસીમાં બ્રિજેશ પટેલ રાજકોટ પાસ કન્વીનર સહિત...
  April 26, 04:00 AM
 • વિરમગામ | ‌‌વિરમગામએસ.ટી.ડેપો ખાતે તારીખ:18.04.2017ના રોજ વિભાગીય નિયામક એ. કે. પરમાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવા કર્મચારીઓને સન્માન કાર્યક્રમ રાખેલ. જેમાં વિરમગામ ડોપોમાં ડ્રાયવર ઘનાભાઈ પગી, શ્રેષ્ઠ મિકેનીક જીગ્નેશભાઈ ચૌહાણ તથા શ્રેષ્ઠ કન્ડકટર યાસીન બી. દિવાનને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ. શ્રેષ્ઠ કામદારને નવાજવા માટે વિભાગીય અધિકારી મુકેશભાઈ પટેલ તથા ડેપો મેનેજર પી.આર. ચાવડા, યુસુફ પઠાણ, કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રેષ્ઠ ST કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ...
  April 26, 04:00 AM
 • જવટાવનોધંધો કરનારાને લગતી એક કહેવત આપણે ત્યાં પ્રચલિત છે: મૂડી કરતાં વ્યાજ વહાલું. કેરી ખાવાના શોખીનો વિશે પણ કહી શકાય: કેરી કરતાં ગોટલો વહાલો. કેરી જ્યારે આમ માણસની પહોંચમાં હતી અને સામાન્યમાં સામાન્ય માણસ માટે કેરી ખાવી આમ બાબત હતી ત્યારે તે ગોટલા પર થર્ડ ડિગ્રી નહોતો અજમાવતો. કેરીમાંથી રસ કાઢીને કે તેને કાપીને ગોટલા શેરીમાં રખડતાં પશુઓના લાભાર્થે ઘરની બહાર ફેંકી દેવામાં આવતા હતા. ફેંકી દીધેલા ગોટલાઓમાં રહેલા કેરીના અવશેષોનો લાભ ઉઠાવનાર પ્રાણીઓમાં આપણે જેને માતા કહીએ છીએ તે ગાયો તથા...
  April 25, 04:30 AM
 • પાણીપુરવઠા બોર્ડ દ્વારા વિરમગામ તાલુકા સેવા સદનમાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને પ્રાંત અધિકારી સહિતની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ જળ બચાવવા માટેના ઉપાયો બતાવ્યા હતા. ધારાસભ્યો દ્વારા વિસ્તારના પાણીના પ્રશ્નો હલ કરવા રજૂઆત કરી હતી. તાલુકા સેવા સદનમાં પાણી પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા બેઠક યોજાઈ હતી. ડૉ. તેજશ્રીબેન પટેલ ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં પ્રશિસ્તા પારીક, પ્રીતીબેન સહિત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ...
  April 25, 02:10 AM
 • તા.23 એપ્રિલને રવીવારના રોજ ચાર જથ્થા વાલમ બ્રહ્મસમાજ પ્રગતી મંડળ દ્વારા ઉમીયા પથિકાશ્રમ બહુચરાજી ખાતે ચાર જથ્થા વિભાગનાં ગોરવવંતા મહાનુભાવો અને પંડીતોને સન્માનવાનો કાર્યક્રમ યોજાય ગયો. જેમા સવારે 9 કલાકે દિપપ્રાગટ્ય, શ્રદ્ધાંજલિ, આર્શિવચન, સ્વાગત વચન, મહામંડળના પ્રમુખ, હોદ્દેદારોનું સન્માન, વિધ્વાન પંડિતોનું સંન્માન, વિશિષ્ટ મહાનુભાવોનું સન્માન, વગેરે કાર્યક્રમો યોજાય હતાં. જ્યારે સમારંભના પ્રમુખ વિરેન્દ્રભાઈ મહેતા, મુખ્યમહેમાન કુંવરજીભાઈ બબાજી ઠાકોર ઉપસ્થિત રહેલ પ્રસંગે 25 જેટલા...
  April 25, 02:10 AM
 • વિરમગામમાં અઢી માસ પહેલા લગ્ન પ્રસંગમાં ધડાકા કરવાના ગુનામાં હાર્દિક પટેલની પિતરાઇ બહેનના લગ્ન પ્રસંગમા ગોળીબાર કર્યો હતો વિરમગામમાંઅઢી માસ પહેલા પાસના આગેવાન હાર્દિક પટેલની પિતરાઇ બહેનના લગ્ન પ્રસંગમાં હવામાં ગોળીબાર કરવાના આરોપસર પાસના રાજકોટના કન્વીનર બ્રિજેશ પટેલની વિરમગામ પોલીસે સ્થાનિક પોલીસની મદદથી ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયામાં ફાયરિંગનો વીડિયો વાઇરલ થયા પછી મામલે ગુનો નોંધાયો હતો. ફેબ્રુઅારી 2017માં હાર્દિક પટેલના પિતરાઇ બહેનના લગ્ન હતા. લગ્નમાં ગામેગામથી પાસના...
  April 25, 02:10 AM
 • ગંગાસરતળાવની આસપાસના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં અસામાજિક તત્ત્વો દ્વારા તળાવના કાંઠાની માટીથી બુટાણ કરી ગેરકાયદે કેબિનો મૂકીને દબાણ કર્યું છે. તે દબાણો સત્વરે દૂર કરવા માગ કરી છે. મામલતદાર પોલીસ ઇન્સ્પેક્ટરો, મુખ્યમંત્રી, કલેક્ટરને નકલ રવાના કરવામાં આવી છે. બાવળાનગરમાં... કુપોષિતરહે તથા નગરનું એકપણ બાળક આંગણવાડીના લાભથી વંચિત રહે તે જોવાની તકેદારી રાખવા મંત્રીએ આંગણવાડીની બહેનોને અનુરોધ કર્યો હતો. બાવળા ખાતે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત અંદાજે રૂા. ૨૨ લાખનાં ખર્ચે...
  April 25, 02:10 AM
 • વિરમગામન.પાના વોર્ડ નં. 1માં ભોજવા ગામે રબારીવાસમાં હાલ આરસીસી રોડ નવો બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. જેમાં પ્રથમ માસે મક્ષીકા જેવો ઘાટ સ્થાનિક નાગરિકોને જણાતા વોર્ડ કાઉન્સિલર ઠાકોર મધુબેન રમેશભાઈ ને જાણ કરેલ ત્યારે વોર્ડ કાઉન્સના. લેખિત અને મૌખિક જણાવ્યા અનુસાર ભોજવા ગામે રબારીવાસમાં આરસીસી રોડ બનાવાવનું કામ કરણ કન્સ્ટ્રકન દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જેમાં પીસીસીનું કામ રેતી અન કપચી વાપરીને કરવામાં આવેલું જણાય છે. સિમેન્ટનું પ્રમાણ નહીવત હોવાથી અને પીસીનું કામ ટેન્ડરમાં જણાવ્યા...
  April 25, 02:10 AM
 • વિરમગામશહેરના ગંગાસર તળાવની આસપાસના વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ દૂર કરવા માંગ ઉઠવા પામી છે. વિરમગામ શહેરમાં ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની માંગ ઘણા સમયથી ઉઠવા પામી છે. દાહોદના માર્ગો સહિત વિસ્તારોમાં કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા ન.પા.ની સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યા છે ત્યારે વિરમગામ શહેરના ભરવાડી દરવાજા વિસ્તારની ચાંદ ફળીમાં રહેતા જાગૃત નાગરિક કુમાર વિઠ્ઠલભાઈ જાદવે વિરમગામ ન.પા.ના ચીફ ઓફિસરને ગેરકાયદે વધેલા દબાણો દૂર કરવા રજૂઆત કરી છે....
  April 25, 02:10 AM
 • વિરમગામનળસરોવર માર્ગ પર આવેલા વનથળ ગામે નરસિંહભાઈ ચાવડાની વાડીમાં આજથી તા. 25મી એપ્રિલ ત્રિદિવસીય રામદેવપીર મહારાજ ભક્ત મહોત્સવનો પ્રારંભ થશે. રામદેવપીર ભક્તિ મહોત્સવમાં નગરયાત્રા, આર્શિવચન, મહેમાનોનું સન્માન અને વિશેષમાં રામદેવપીરના પરચા કૃષ્ણલીલા, ભાથીહરજીને આવેલા દર્શન, ઉકળતા દેવના દર્શન, દરજીની વારે બાબા રામદેવપીર, રામદેવપીરના લગ્ન સહિત પાવન પ્રસંગો યોજાશે. મહોત્સવ દરમિયાન પ.પૂ, મહંત દિનબંધુ લાલજી મહારાજ (વનથળ) પ.પૂ. મહંત જાનકીદાસબાપુ (કમીજલા) પ.પૂ. ભક્તરાજ (કેડ્ડુ ભગત) લીમડાવાળી...
  April 25, 02:10 AM
 • રામપુરા-વિરમગામ માર્ગ ની મધ્યમમાં આવેલ ભડાણ ગામે શુક્રવારના રોજ યોજાયેલા સામાજિક પ્રસંગમાં સંતો મંહતોની પધરામણી થઈ હતી. રામજી મંદિરથી સંતો-મંહતોની બગીમાં બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ગ્રામજનો સહિત ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રામપુરા વિરમગામ માર્ગની મધ્યમમાં આવેલા ભડાણા ગામે ક્રાન્તિભઆઈ સરતનભાઈ ભરવાડ પરિવાર દ્વારા યોજવામાં આવેલા સામાજિક પ્રસંગ માં સૌરાષ્ટ્ર ની જાગતી જગ્યા તોરણીયા (પરબ) ના પ.પૂ. મહંત રાજેન્દ્ર પ્રસાદ બાપુ. તથા ગેડાયા ઠાકરની જગ્યા ના. પ.પૂ.મહંત...
  April 23, 04:20 AM
 • ગુજરાતગૌરવદિન 2017ની ઉજવણી નીમીત્તે વનવિભાગ દ્વારા ધંધુકા તાલુકાના રોજકા ગામે પર્યાવરણ જાગૃતિ તથા કરૂણા દિવસ ઉજવાયો હતો. પ્રસંગે ધારાસભ્ય લાલજીભાઈ મેર, રેન્જ ફોરેસ્ટ, ઓફીસર એન.એસ પટેલ ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ ભૂપતસિંહ ચુડાસમા જીલ્લા ભાજપના નવુભા પીપળીવાળા, ડી.ડી.સાકરીયા તથા રોજકા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય લાલજીભાઈ મેરે જણાવ્યું હતું કે વૃક્ષોનું જતન કરીએ. વૃક્ષો વાવો અને તેનું જતન કરો. કાર્યક્રમમાં તાર ફેન્સીંગના ત્રણ લાભાર્થીઓને ચેકો નું વિતરણ કરવામાં આવ્યું હતું....
  April 23, 04:20 AM
 • વિરમગામમાં દિનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોરનો પ્રારંભ
  જેનરીક દવા બ્રાન્ડેડ દવા જેટલી અસરકારક , ગુણવત્તા તથા ઉપયોગમાં લેવાયેલ હોઇ સુરક્ષિત આધુનિકસમયમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની સાથે તબીબી સેવાઓ પણ ખર્ચાળ બની છે. ત્યારે વંચિત અને ગરીબ મધ્યમવર્ગીય પરીવારોને રાહતદરે દવાઓ ઉપલબ્ધ બની રહે તે માટે વિરમગામ ખાતે દિનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર યોજના હેઠળ જેનરીક દવાના સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. વિરમગામ માર્કેટ યાર્ડ પાસે સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઇ ફતેપુરાએ રીબીન કાપીને દિનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર યોજના હેઠળ શરુ કરવામાં આવેલ...
  April 23, 04:20 AM
 • ધાકડી લબ્ધિધામ તીર્થના મહોત્સવમાં ભાવિકો ઉમટ્યા
  વિરમગામ-માંડલનીમધ્યમાં આવેલા ધાકડી લબ્ધિધામ જૈન તીર્થમાં પ.પૂ.આ.દેવ શીલરત્ન સૂરિશ્વરજી મ.સા. આદિઘણાની શૂભ નિશ્રામાં તા. 16મી એપ્રિલ થી સાત દિવસીય મહોત્સવનો ધામધૂમ પૂર્વક પ્રારંભ થયો હતો. સાત દિવસીય મહોત્સવમાં 6 મુ.યત્રો જીવદયા સહિત નાં માગલિક કાર્યક્રમોમાં જૈન જેને તરી મોટી સંખ્યામાંઉમટી રહ્યા છે. દીક્ષાર્થીઓની વર્ષીદાનની શોભાયાત્રા અને ગૂરૂવારના રોજ લબ્ધિ સૂરીશ્વરજી મહારાજની અગ્નિસંસ્કાર ભૂમિ પર કળશ કારે ભવ્યતિભવ્ય ગુરૂમંદિરનું નિર્માણ થયું છે.મંદિરમાં નિર્માણ ગુરૂમૂર્તિ ની...
  April 22, 02:05 AM
 • વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ : ‘હેરીટેજ દિવસ ઉજવાયા બાદ જૈસે થે’
  વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ : ‘હેરીટેજ દિવસ ઉજવાયા બાદ જૈસે થે’ વિરમગામ ખાતે 18 એપ્રિલને મંગળવારે ઐતિહાસિક મુનસર તળાવ ઉપર હેરિટેઝ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંત્રી વલ્લભભાઇ વઘાસીયા તથા પૂનમભાઇ મકવાણા, અનિલ તિવારી(અધિક્ષક-પુરાતત્વવિદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ,વડોદરા)પધાર્યા હતા. ત્યારે ઐતિહાસિક તળાવમાં ખદબદતી ગંદકી તરફ ધ્યાન આપ્યું નહીં અને વિરમગામની પ્રજાની સ્વાસ્થ્યની દરકાર કર્યા વગર સરકારમાં ચોપડે કાર્યક્રમ દર્શાવી સંતોષ માન્યો હોય તેવું વિરમગામની પ્રજાને લાગી...
  April 21, 02:55 AM
 • વિરમગામશહેરમાં ગુજરાત રાજ્યના 57માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ઐતિહાસિક મુનસર તળાવ પાસે વિરમગામ ન.પા. તથા વિરમગામ તાલુકાના વિવિધ વિકાસના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. જેમાં વલ્લભભાઈ વઘાસિયા (કૃષિ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી) તેમજ પૂનમભાઈ મકવાણા (સંસદીય સચિવ, શ્રમ અને રોજગાર) તેમજ પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, ન.પા. પ્રમુખ કાંતીભાઈ પટેલ ઉ.પ્ર. નવદિપ ડોડીયા તેમજ શહેર તાલુકાનાં ભાજપ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા. શહેરમાં ન.પા. વિસ્તારના વિવિધ રસ્તાઓ, પાણીના બોર...
  April 20, 02:10 AM