Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Sanand
 • સાણંદમાંશનિવારે સવારે ટ્રેન નીચે એક અજાણ્યો યુવક આવી જતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સાણંદ રેલ્વે સ્ટેશને શનિવારે સવારે ૧૦ કલાકે કોઈ અજાણયો યુવક કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે આવી જતા ઘટના સ્થળે તેનું કરુણ મોત નીપજ્યું હતું.બનાવની જાણ વિરમગામ રેલ્વે પોલીસ ને થતા ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ ના જણાવ્યા મુજબ મરણ જનાર માધ્યમ બાંધાનો પુરુષ છે જેણે ગ્રે કલર નું ટી શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે.
  01:20 PM
 • સાણંદ : સાણંદજી આઈ ડી સી પોલીસે બાતમીને આધારે સાણંદના વિરોચનનગર ગામમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમીને આધારે છાપો મારતા ગામની સીમમાંથી સુકા ઘાસના ઢગલા નીચેથી ૧૬ નંગ બીયરના ટીન તેમજ ૨૨ અન્ય બ્રાન્ડની વિદેશ્ર દારૂની બોટલો મળી કુલ રૂ.૧૦૪૦૦ ની કીમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો .પંરંતુ આરોપી જબ્બર હબીબખાન પઠાણ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જી આઈ ડી સી પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરતા રેડ કરી હતી . પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  01:20 PM
 • સાણંદ | સાણંદકાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં life Skills તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ જીવનમાં વ્યક્તિ મુલ્યો વગર સંપૂર્ણ અને સાર્થક જીવન જીવી શકતો નથી. જે હેતુથી બાળકો પ્રવૃત્તિ આધારિત શૈક્ષણિક કાર્ય શીખી સમગ્ર વ્યક્તિત્વ વિકાસ થાય તે માટે શૈક્ષણિક કાર્યશીલતા, જૂથકાર્ય, પ્રશંસનીય મૂલ્યો, સ્વીકૃતિ, જાગૃતિ વિનમ્રતા, જરૂરિયાત વગેરે નવીન અભિગમ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ગુજરાતના પ્રખ્યાત તાલીમ આપનાર સુ.શ્રી અમીબેન સંઘવીએ તાલીમ આપી હતી. નીલકંઠ સ્કૂલમાં જીવન કૌશલ્ય...
  01:20 PM
 • ટ્રેલરે જીપને ટક્કર મારતાં 4 મોત : 9 ઘાયલ
  મૃતકોમાં 3 વારાહીના અને એક મુંબઇના : ઘાયલ મુસાફરોને પાટણ લઈ જવાયા વારાહીમાં શુક્રવારથી શરૂ થયેલા અંબાજી માતાજીના ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મૂળ કચ્છના બેલા નજીકના ફતેહપુરા ગામના વતની અને સાણંદ સ્થાયી થયેલા મુંબઇ પરણેલા જયશ્રીબેન ભરતભાઇ પંચાલ પરિવાર સાથે દર્શન કરવા રાધનપુરથી મુસાફર જીપમાં બેસીને વારાહી જતા હતા. મોટીપીંપળી પાસે પાછળથી આવતા ટ્રેલરે જીપને ટક્કર મારતાં જીપ 3 ગુલાંટ ખાઇ ચોકડીમાં પડી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વારાહીનાં રાધાબેન, જયશ્રીબેન અને એક...
  April 29, 04:00 AM
 • સાણંદ પંથકમાં અખાત્રીજની ભવ્ય ઉજવણી
  સાણંદ પંથકમાં અખાત્રીજની ભવ્ય ઉજવણી વણજોયું મુહુર્ત એટલે અખાત્રીજ.સાણંદ પંથકમાં અખાત્રીજની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.સાણંદ ના ગ્રામ્ય વિસ્તારોમાં અખાત્રીજ પર્વ નિમીતે ખેડૂતો પોતાનાં ખેતરો ખેડીને શુભ મુહુર્ત કર્યું હતું અને આવનાર ચોમાસું સારું નીવડે અને વર્ષ સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.કેટલાક ખેડૂતોએ પરપરાગત રીતે ધરતી માતાનુ પૂજન કરી હળ કે ટ્રેક્ટર વડે ખેતર ખેડી ખેતીનું મુહુર્ત કર્યું હતું .તસવીર- જીજ્ઞેશસોમાણી
  April 29, 02:05 AM
 • સાણંદ | ઉનાળાનીગરમીમાં પાણીના માત્ર બે-ચાર ટીપા માટે વલખા મારતા અનેક નિર્દોષ પક્ષીઓ ટળવળીને મોતને ભેટે છે ત્યારે નિર્દોષ અબોલ જીવની તરસ છીપવવા અને ચકલીઓના માળા સલામત રહે તે માટે દર વર્ષની જેમ સાણંદની સેવાભાવી સંસ્થા સાધના ફાઉન્ડેશન દ્વારાત્રીજા તબક્કામાં તા. ૩૦ એપ્રિલને રવિવારના રોજ સાણંદ બસ સ્ટેશન પાસે સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ કલાક સુધી વિનામૂલ્યે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ બહ્મપોળ પારેવા પરબડી, સાણંદના સૌજન્યથી કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે સાધના ફાઉન્ડેશન છેલ્લા સાત વર્ષથી...
  April 29, 02:05 AM
 • સાણંદ | બ્રાહ્મણોનાકુળદેવતા ભગવાન પરસુરામ ની જન્મ જયંતિ નિમિતે સાણંદના
  સાણંદ | બ્રાહ્મણોનાકુળદેવતા ભગવાન પરસુરામ ની જન્મ જયંતિ નિમિતે સાણંદના શંકર તીર્થ આશ્રમ ખાતે સુંદર કાર્યકર્મ યોજાયો હતો. સમસ્ત બ્રાહમણ સમાજ સાણંદ દ્વારા સાણંદના હાજરી માતાના મંદિરે થી શંકર તીર્થ આશ્રમ સુધી બાઈક રેલ્લી નું આયોજન કરાયું હતું.જેમાં ૧૦૦ થી પણ વધારે યુવકો જોડાયા હતા.શંકર્તીર્થ આશ્રમે ૫૦૦ થી પણ વધારે લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં અગ્રણીઓ પંકજસિંહ વાઘેલા,ભરતભાઈ રાવલ ,દિલીપભાઈ રાવલ, ગૌતમભાઈ રાવલ,અજયભાઈ જોશી પણ ઉપસ્થિત હતા. સાણંદ પંથકમાં પરશુરામ જયંતી ની ભવ્ય...
  April 29, 02:05 AM
 • સાણંદમાં ગેસ સિલિન્ડર ધડાકા સાથે ફાટતાં એકને ગંભીર ઈજા
  સાણંદમાંએલ.પી.જી. ગેસ સિલિન્ડર ફાટતા વહેલી સવારે સાબ્બાવાસ વિસ્તારમાં આવેલા ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી અને એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સાણંદ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતા. સાણંદના સબ્બાવાસ વિસ્તારમાં રહેતા રજનીભાઈ પરષોતમદાસ પટેલના ઘેર બધુવારે વહેલી સવારે 6.15 કલાક ગેસની સગડી પર ચા બનતી હતી, ત્યારે એકાએક ગેસનો બાટલો લીકેજ થવાથી કે અન્ય કારણોસર ધડાકાભેર ફાટતાં ઘરમાં રહેલા પરિવારના મોભી રજનીભાઈ પટેલને શરીરે ઈજાઓ થતાં તાત્કાલિક સાણંદ હોસ્પિટલમાં...
  April 28, 02:20 AM
 • સાણંદ | સાણંદનાએસટી ડેપોમાં મુસાફરનું ખોવાયેલું પાકીટ કન્ડક્ટરે પરત આપતાં તેઓનું એસ.ટી. ડેપો દ્વારા સન્માન કરાયું હતું. સાણંદ ડેપોના નરેન્દ્રભાઈ વાઘેલા ગુરૂવારે સાણંદથી ગાંધીનગર રૂટ પર નોકરી પર હતા ત્યારે બસમાંથી તેઓને એક પાકીટ મળેલ જેમાં 777 રૂપિયા રોકડા હતા, જે પાકીટ મૂળ માલિક જયકુમાર રાજુભાઈ પરમાર રહે. મહુવેજ તા. માંગરો‌ળ, જિ. સુરતને પરત કરવા તેમની પ્રમાણિકતા બદલ સાણંદ એસ.ટી. ડેપો દ્વારા નરેન્દ્રભાઈ કન્ડક્ટરનું સન્માન કરાયું હતું. સાણંદના બસ કન્ડેક્ટરે ખોવાયેલું પાકીટ પરત કર્યું
  April 28, 02:20 AM
 • સાણંદ |સાણંદ કાણેટી રોડ પર આવેલ રોજ લાઈફ સ્કિલસ તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ જીવનમાં વ્યક્તિ મૂલ્યો શક્તો નથી. જે હતુથી બાળકો પ્રવૃતિ આધારિત શૈક્ષણિક કાર્ય શીખી સમગ્ર વ્યક્તિત્વ વિકાસ પ્રસંસનીય મૂક્યો, સ્વીકૃતિ, જાગૃતિ વિનમ્રતા જરૂરિયાત વગેરે નવીન અભિગમ દ્વારા ગુજરાતમાં પ્રખ્યાત તાલીમ આપનાર અમીબેન સંઘવીએ તાલિમ આપી હતી. ગુજરાતનાં પ્રખ્યાત તાલીમ આપનાર અમીબેને સંઘવીએ તાલિમ આપી ભાગ લીધો હતી. સાણંદની નિલકંઠ સ્કૂલમાં પ્રશિક્ષણની તાલિમ યોજાઈ
  April 26, 03:25 AM
 • રજોડા પાટીયા પાસેથી પોલીસે ધાડપાડુ ઝડપી લીધા
  બે ગુનાનો ભેદ ઉકેલાયો | બાવળાતાલુકાના ભામસરા ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી રી કંપનીના કવાર્ટરમાં રહેતા વિવેકભાઇ બાબુભાઇ બાલદણીયા રાત્રે પોણા એક વાગે બાવળા ના રેલ્વે ગરનાળા પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે તેમને છએ યુવાનોએ મારામારી બે મોબાઇલ લૂંટી લઇને નાસી અનુસંધાનપાના નં.3 રજોડા પાટીયા પાસેથી પોલીસે ધાડપાડુ ઝડપી લીધા બાવળાપોલીસે હાઇ-વે ઉપર આવેલા રજોડા પાટીયા પાસે યુવાનો ધાડ પાડવાની તૈયારી કરી રહ્યા હતાં. ત્યારે પોલીસે યુવાનોની છરી લાકડા દંડા તેમજ ત્રણ ચોરીના મોબાઇલ...
  April 26, 03:25 AM
 • સમસ્યા| તંત્ર ગામની સમસ્યાઓ પર ધ્યાન આપી આગામી ચોમાસા પહેલા રોડ અને ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી પ્રજાજનોની માંગણી
  સાણંદતાલુકાનું 4000ની વસ્તી ધરાવતું ફાગડી ગામનો મુખ્ય રસ્તો છે. ત્યાં દરરોજ ગટરના પાણી ઉભરાય છે. અહીંથી શાળાએ જતા બાળકોથી માંડીને વૃદ્ધો તમામને દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે પરિસ્થિતિ છેલ્લા 15 વર્ષથી છે. ગામમાં અગાઉ ગટર બની હતી પરંતુ બે માસ પહેલા ગટર તૂટી જતાં હાલતો મુખ્ય રસ્તા-પરથી પસાર થવું પણ દોહયલું બની ગયુ ંછે. એક તરફ ગામાં રોડ હોવાથી કાચો રસ્તો છે અને બીજી તરફ પાણીનો ભરાવો અને કાચા રસ્તા પર પડેલા ખાડા ઉનાળામાં તો ઠીક પણ જઈ શકતા નથી. છેલ્લા 15 વર્ષથી ગામ લોકોએ એસ.ટી બસના પણ દર્શન કર્યા...
  April 26, 03:20 AM
 • સાણંદ|કાળઝાળ ગરમીમાંઅબોલાજીવો માટે પાણીની વ્યવસ્થા કરી શકાય તે હેતુથી સતત સામાં વર્ષે સાણંદની સેવા સંસ્થા સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદની નવી સ્ટેટબેંક પાસે વિનામુલ્ય 450 જેટલા પાણીના કુંડા તથા 300 જેટલા ચકલીધરનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સાણંદના નગરજનોએ સેવાને સુંદર પ્રતિસાદ આપ્યો હતો અને સવારે 8.30 થી 10 એટલે કે દોઢ કલાકમાં 500થી પણ વધુ લોકો કુંડા લેવા માટે આવી પહોચ્યા હતા.
  April 24, 02:05 AM
 • બાવળામાંરહેતા બાપ-દીકરી ચકલાસી ખાતે પોલીસ ભરતીની પરીક્ષા આપવા ગયા હતા. જ્યાં એક વ્યક્તિએ પોતે પીએસઆઈ છે તેવી ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈ સંબંધ ઊભો કરી ઘરે આવીને દીકરાના પત્ની પાસેથી 191000 રૂપિયાના સોનાના દાગીના લઈને જતો રહ્યો છે. અંગે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી નકલી પીએસઆઈને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર બાવળામાં આવેલી યોગેશ્વરપાર્ક સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ રમુભાઈ મકવાણા (કો. પટેલ) મૂળ રહેવાસી સાણંદ ચલાવે છે....
  April 22, 02:00 AM
 • સાણંદના વોર્ડ નં.8ના જાહેર શૌચાલય તોડી પડાયા
  સુવિધા પર તરાપ | ગ્રામ્યમાં શૌચાલય બનાવોની ઝુંબેશ વચ્ચે અવળી ગંગા લોકોની સમસ્યાનું નિરાકરણ લવાશે સાણંદનગરપાલિકાના વોર્ડ નં.8માં આવેલા જાહેર શૌચાલયો નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાયા વિના તોડી પાડવામાં આવતા વિસ્તારના રહીશોમાં રોષ ફાટી નીકળતા કોંગ્રેસની આગેવાનીમાં વિસ્તારની મહિલાઓ સહિત 200 જેટલા રહીશોએ ગુરુવારે સાણંદ પાલિકામાં ઢોલ વગાડીને નવી પદ્ધતિથી વિરોધ નોંધાવી હલ્લાબોલ મચાવી લગભગ પોણો કલાક સુધી પાલિકાને બાનમાં લીધી હતી. સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે સાણંદની કચેરી...
  April 21, 02:50 AM
 • સાણંદ તાલુકાના ઉપરોક્ત ગામોમાં શિયાળં ડાંગરનો પાક સંપૂર્ણ તૈયાર થઇ ગયો છે અને ઉતારો લેવાની અણીએ હતો ત્યારે આશરે પંદર દિવસ પહેલા કાશ્મિરમાં હિમ વર્ષા તા ગુજરાત ભરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું જેથી ડાંગરને ઉભાપાકમાં ઠંડીને કારણે સુકારાનો રોગ આવી ગયો છે. વિસ્તારની આશરે 1000 વીઘાથી વધારે ખેતીમાં સુકારો વર્તાતા સરેરાશ 40ટકા જેટલો પાક ઓછો ઉતરે તેવી ભીતી સર્જાઇ છે. સાણંદ તાલુકાના મોડાસર ગામના ખેડૂત અગ્રણી નારસંગભાઇ સોલંકીના જણાવ્યાં અનુસાર વિસ્તારના 300થી પણ વધુ ખેડૂનાં મોઢામાં આવેલો કોળીયો...
  April 20, 02:05 AM
 • બાવળાપાસે સાણંદ રોડ ઉપર આવેલી દિસમાન ફાર્મા કંપની ઝેરી ગેસ છોડતો હોવાની બાજુના ગામલોકોએ જીપીસીબીમાં અરજી કરતાં જીપીસીબીએ તપાસ કરી નમુનાઓ લઈ લેબોરેટરી કરતા પુરવાર થતા કંપનીને 15 દિવસનું કલોઝર આપી વીજપુરવઠો બંધ કરાવી દીધો હતો. બાવળા પાસે સાણંદ રોડ ઉપર આવેલી દિસમાન ફારમા કંપની ડ્રગ્સ બનાવવાનું કામ કરે છે. કંપની દ્વારા રાત્રે દરરોજ બોઈલરમાંથી ઝેરી વાયુ હવામાં છોડી ભયંકર પ્રદુષણ ફેલાવે છે. આજુબાજુના ગામ લોકો તે શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે. તેમજ જમીનમાં કેમીકલયુકત ઝેરી પાણી છોડવામાં આવે...
  April 20, 02:05 AM
 • સાણંદ : સાણંદતાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા રવિવારે શંકરવાડી મંદિર ખાતે યોજાઈ હતી જેમાં અતિથી વિશેષ તેમજ યજમાન તરીકે સાણંદ ધારાસભ્ય કરમશીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે મંડળના પ્રમુખ કનુભા રાણા, મંત્રી જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, દિલીપસિંહ વાઘેલા સાણંદભાઈ અલ્પેશ પટેલ કાલુપુર બેન્ક મેનેજર શંકરવાડી મંદિરના મહંત રામબાપુ સહિત પેન્શનર સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.
  April 17, 08:25 AM
 • સાણંદ | સાણંદનાસદભાવના કેન્દ્ર (ટાવર ચોક)ની પ્રેરણાથી સાણંદ ગ્રેઈન મર્ચન્ટ
  સાણંદ | સાણંદનાસદભાવના કેન્દ્ર (ટાવર ચોક)ની પ્રેરણાથી સાણંદ ગ્રેઈન મર્ચન્ટ એસો. દ્વારા સાણંદના દાણા બજાર ખાતે ઠંડા પાણીની સુંદર પરબનું લોકાર્પણ કરાયું હતું. 60 વર્ષો પહેલા બે ગ્રેઈન મર્ચન્ટ એસો. સાણંદ દ્વારા સ્વ. ડોસાભાઈ ગોપાલદાસ પટેલ દ્વારા તે સમયે રૂ. 1751 જેટલા માતબર રકમના દાનથી પરબ ચાલુ કરાયેલ પરંતુ સમય જતા પરબ બંધ થઈ ગઈ હતી. તેથી હનુમાન જયંતીના દિવસે પરબનું નવિનીકરણ કરી ગ્રેઈન મર્ચન્ટ એસો. દ્વારા ખુલ્લી મુકાઈ છે. પ્રસંગે ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રમુખ હરીભાઈ કોટક, એપીએમસીના અગ્રણી વેપારીઓ...
  April 16, 02:15 AM
 • સાણંદ |સાણંદ તાલુકાનાખોરજ ગામે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં ગુજરાતના સંસદીય સચિવ
  સાણંદ |સાણંદ તાલુકાનાખોરજ ગામે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં ગુજરાતના સંસદીય સચિવ રણછોડભાઈ, પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા, કમાભાઈ રાઠોડ, ધારાસભ્ય કરમશીભાઇ પટેલ, એપીએમસી ચેરમેન ખેંગરભાઈ સોલંકી, જે પી વાઘેલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખોરજ માધ્યમિક શાળા (એક કરોડ પંદર લાખના ખર્ચે તૈયાર થયેલ) ઉપરદળ માધ્યમિક શાળા (એક કરોડ પંચાવન લાખ) માધવનગર, લાલપુર, આંગણવાડીઓ તેમજ નળસરોવર પક્ષી અભ્યારણ ખાતે ટુરીઝમ મકાનનું લોકાર્પણ કરતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરીહતી....
  April 16, 02:15 AM