Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Rampura
 • સુરતના સગરામપુરામાં સદી જૂનું મકાન જમીનદોસ્ત, 1 મોત, 3 ઘાયલ કાટમાળ નીચે દબાઈ જતાં મહિલાનું મોત, અન્ય ઘાયલ હોસ્પિટલમાં સુરતનાસગરામપુરા લુહાર મહોલ્લામાં એક સદી જૂનું બે માળનું મકાન મધરાત્રે ધડાકાભેર ધરાશાયી થઇ ગયું હતું. મોડી રાત્રે બનેલી ઘટનામાં મકાનમાં રહેતા ટેલર પરિવારમાં પુત્રી-માતા-પિતા અને દાદી એમ ચાર સભ્યો કાટમાળ તળે દબાઈ ગયા હતા. બોમ્બ ફૂટવાની જેમ અવાજ સ્થાનિક રહીશોએ સાંભળતાં ફફડીને જાગી બહાર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ બાદ ફાયર બ્રિગેડને કરતાં ઘટના સ્થળે તુરંત પહોચી રેસ્ક્યુ...
  01:20 PM
 • પેટલાદતાલુકાના સંતરામપુરા ખાતે રહેતો 49 વર્ષીય આધેડ ચાર દિવસ અગાઉ પોતાના ઘરેથી બજારમાં જવાનું જણાવી રહસ્યમય સંજોગોમાં ગુમ થતા અંગેની ફરિયાદ શહેર પોલીસ સ્ટેશને નોંધાઈ છે. સંતરામપુરા ગામની ચાલીમાં રહેતા મનોજભાઈ શંકરભાઈ મહીડા ગત 25 એપ્રિલના રોજ પોતાના ઘરે બજારમાં જઈને આવું છું કહીને ઘરેથી નીકળ્યા હતા. જોકે, મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
  01:20 PM
 • સેવાિલયા તાબે રામપુરા ગામમાં પાણીની ટાંકી-બોર બિનઉપયોગી
  સેવાલિયાતાબે આવેલા રામપુરામાં છેલ્લા ઘણા સમયથી પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકી બોર ઓરડી બનાવી દીધી છે. પણ વોટરવર્કસની બેદરકારીના કારણે લાખ્ખો રૂપિયા પ્રજા માટે ખર્ચા બાદ પણ પ્રજાને કોઈ સુવિધા મળતી નથી ને સરકારી રૂપિયા ખાલી વેડફાયા હોવાનું સ્પષ્ટ થાય છે. રામપુરાથી પાણી પુરવઠાની ટાંકી બોર ઓરડી ખંડેર બન્યા છે. કોઈ દરકાર કે હજુ ચાલુ કરવાની તશ્દી લેવાતી નથી. કોન્ટ્રાક્ટરો કામ કરી રૂપિયા પણ આપી દેવાયા છે. સાચા અર્થમાં જે હેતુ માટે પાણી બનાવવામાં આવી હોય તે સિદ્ધ થતુ નથી. સરકારીતંત્રને...
  04:05 AM
 • ચુંવાળપંથકના કોઈન્તિયા ગામના ચેહર- ગોગાધામ આજથી ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થશે. તા. 1-5-2017ના રોજ મહોત્સવની પૂર્ણાહૂતિ થશે. ચેહર- ગોગાધામના આંગણે ભુવાજી રામજીભાઈ, ઈશ્વરભાઈ અને સેવક સમુદાયની ઉપસ્થિતિમાં રાજેશ્વરી - વેરાઈ, ચામુંડા, ચેહર, મેલડી માતાજી અને ગોગા મહારાજ દેરાસર (રમેલ)નું આયોજન કરાયુંં છે. આજે તા. 29મી એપ્રિલના રોજ સવારે મંડપ અને ધજા ચડશે. તા. 30મી એપ્રિલે સવારે 10.30 કલાકે યજ્ઞનો પ્રાંરભ થશે.
  April 29, 02:05 AM
 • ચુંવાળપંથકના રૂદાતલ ગામે ગણપતિદાદાની માંડવી અને ભવ્ય મેળો યોજાય છે. રૂદાતલ ગામની પ્રાચિનતા દંત કથા મુજબ સોલંકી યુગના સમય સિદ્ધરાજ જયસિંહે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મહારૂદ્રયજ્ઞ કર્યો હતો. ભૂમિ ઉપર ગણેશજી મહાદેવજી અને શક્તિ માતાજી સહિત ઈષ્ટ દેવોની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી પરંપરાગત વૈશાખ સુદ - 4ના દિવસની વિશેષ ઉજવણી થશે. મેળો - શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી પગપાળા સંઘ સહિત ભાવિકો દર્શાનાર્થે ઉમટી પડશે.
  April 29, 02:05 AM
 • દેત્રોજરામપુરા માર્ગની મધ્યમમાં આવેલા કાંઝ ગામે ખોડલ યુવક મંડળ, સમસ્ત કાઝ ગ્રામજનો અને અનેકદાતા ઓના સહયોગથી ખોડલ માતાજીના મંદિરનું નિર્માણ થયુ છે. નવનિર્મિત ખોડલ માતાજીનો ત્રિદિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી તા. 28-4-17થી પ્રારંભ થશે. વહેલી સવારથી મંડપ પ્રવશે, યજ્ઞનો પ્રારંભ, જલયાત્રા સહિત ધાર્મિક કાર્યકમો યોજાશે. રાત્રે સંતવાણી દિવાનજી ઠાકોર, નગીના ઠાકોર ભજન કિર્તન, બીજો દિવસ તા. 29મી એપ્રિલે બપોરે 12-15 કલાકે જગદીશ ઠાકોર, કંચન ઠાકોર કલાકારોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળશે. રાત્રે...
  April 28, 02:20 AM
 • રામપુરા (ભંકોડા) |રાજ્ય સરકારના ખાદીને પ્રોત્સાહન આપવાના હેતુસરથી રાજ્યના પ્રાથમિક
  રામપુરા (ભંકોડા) |રાજ્ય સરકારના ખાદીને પ્રોત્સાહન આપવાના હેતુસરથી રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકોને સ્વૈચ્છિક ખાદી પહેરવાનો આદેશ કર્યો છે. જે અંતર્ગત ચુંવાળ પંથકના રામપુરા, ભંકોડા, દેત્રોજ, ધરીસણા, કુકવાવ સહિતની પ્રા. શાળાના 60થી વધુ શિક્ષક મિત્રોએ ખાદીની ખરીદી કરી હતી. રામપુરામાં ભાલ નળકાંઠા સઘન ωωωωω ધીરુભાઈ રાઠોડએ ωωωωω રાજ્ય સરકારે ખાદી ઉદ્યોગને રોજગારી આપવાની ઉત્તમ જાહેરાત કરી છે. ખાદી ઉદ્યોગમાં તેજી આવશે. લોકોને રોજગારી મળતી થશે. ચુંવાળ પંથકના પ્રા. શાળાના શિક્ષકોએ ખાદીની ખરીદી કરી
  April 28, 02:20 AM
 • દરજી : સ્વ.દરજી મણાભાઇ જેઠાભાઇ (ઉ.વ 50) મુ. એદલા તા. સરસ્વતી જોષી: સ્વ.જોષીમીરાબેન ભીખાભાઇ (ઉ.વ 60) મુ. ગણેશપુરા તા. થરાદ મોદી: સ્વ.મોદી કાંતીલાલ જોઇતારામ (ઉ.વ 84) મુ. વિસનગર તા. વિસનગર પટેલ: સ્વ.પટેલ મીરાતબેન પ્રહલાદભાઇ (ઉ.વ 86) મુ. ચાણસ્મા તા. ચાણસ્મા સ્વ. પટેલ નરસિંહભાઇ પ્રભુદાસ (ઉ.વ 87) મુ. ભાન્ડું તા. વિસનગર સ્વ. પટેલ સીતાબેન સોમાભાઇ (ઉ.વ 81) મુ. કલોલ તા. કલોલ સ્વ. પટેલ નરોતમભાઇ બાબુદાસ (ઉ.વ 92) મુ. રણાસર તા. ચાણસ્મા સ્વ. પટેલ માનસીભાઇ જયેશકુમાર (ઉ.વ 19) મુ.પાલનપુર તા. પાલનપુર સ્વ. પટેલ પુનીતાબેન હરેશભાઇ (ઉ.વ 30) મુ. ખેરાલુ...
  April 27, 02:25 AM
 • રામપુરા(ભંકોડા) | માંડલતાલુકા મથકે યુવક કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા યુથ કોંગ્રેસ પ્રદેશ અગ્રણીઓનું રેલી યોજી સ્વાગત સનમાન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, રાધીકાબેન ખરે (જનરલ સેક્રેટરી નેશનલ યુથ કોંગ્રેસ) મોહિત શર્મા (ગુજરાત યુથ કોંગ્રેસ પ્રભારી), સહિત યુથ કોંગ્રેસના અગ્રણીઓનું માંડલ તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા વાહનો સાથેની રેલી યોજી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. અમીતભાઈ જાદવ, મહેન્દ્રભાઈ જાદવ, અમરસિંહ ઠાકોર, (ચેરમેન જિ. પંચાયત...
  April 25, 02:05 AM
 • ભાસ્કર ન્યુઝ | રામપુરા (ભિંડોડા) દેત્રોજનાસદાતપુરા ગામમાં છેલ્લા ઘણા સમયથી તલાટી આવતા હોવાથી ગ્રામલોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. દેત્રોજ તાલુકાના સદાતપુરા ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમય તલાટી કમ મંત્રી ગેરહાજર હોઇ ખડૂૂતો અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તલાટીના અભાવે ગામના ખેડૂતો મહેસુલ સહીત મરણ-જન્મ દાખલા સહિતના મહત્વના કામો બાકી રહી જાય છે. સદાતપુરા તલાટી તાલુકા પંચાયતની મીંટીગમાં હાજર હોય છે. નાયબ ટિડીઓ વિષ્ણુભાઇ પ્રજાપતી જણાવ્યું હતું સદાત પુરા તલાટીના મોબાઇલ પર...
  April 23, 03:55 AM
 • રામપુરા ભંકોડા | ચુંવાળપંથકના અશોકનગરમાં શુક્રવારના રોજ કરણેટીયા પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના માંડવા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.તા.21 અને22મી એપ્રિલ બે દિવસીય મહોત્સવમાં અઘારા પરિવારના ભુવાજીઓ તથા કરણેટીયા પરિવાર સહિત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કરણેટીયા પરિવારના અશ્વિનભાઇ,ચંદ્રકાન્તભાઇ અને ભાવેશભાઇ સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અશોકનગરમાં માતાજીનો માંડવો યોજાયો
  April 22, 02:00 AM
 • દેત્રોજનાખરીદ-વેચાણ સંઘના હોદ્દેદારોની નિમણુક કરાઇ હતી. દેત્રોજ તાલુકા ખરીદ વેચાણ ધંધાની વાર્ષિક સાધારણ સભા દેત્રોજ ખાતે મળી હતી. બેઠક જગદીશભાઈ ભાઈલાલભાઈ પટેલ (વાઈસ ચેરમેન એ.ડી.સી.બેન્ક) દિપસિંહ મોતીસિંહ સોલંકી (પ્રમુખ દેત્રોજ તાલુકા પંચાયત તથા સહકારી અગ્રણીએ તાલુકાની સેવા સહકારી મંડળીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં સર્વનુમતે જગદીશભાઈ પટેલની પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેમજ કમીટી સભ્યો અને અાંમત્રીત સભ્યોની વરણી કરાઇ હતી.
  April 20, 02:05 AM
 • રામપુરા ભંકોડા |રામપુરા ભંકોડામાંઅશોકજી દ્વારાજી ઠાકોર પરિવારના આંગણે કુળદેવી ચામુંડા માતાજી અસીમ કૃપાથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવશે. તા. 19-4-2017ને બુધવારના રોજ સવારે 9.30 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 5 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. સંતો મહંતો રાજકીય અગ્રણીઓ સહિત સાંજે 6 કલાકે આરતી બાદ પ્રસાદ લેવામાં આવશે. રામપુરા ભંકોડામાં નવચંડી યજ્ઞ યોજાશે
  April 18, 02:50 AM
 • આણંદ |પેટલાદ તાલુકાના મહેળાવ રામપુરા સીમમાં પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. તે દરમિયાન પોલીસે કારને ઇશારો કરીને રોકવાનું કહેતા કારચાલક દુરથી પોલીસને જોઇ કાર મુકીને ભાગી ગયો હતો. જોકે પોલીસે પીછો કરવા છતાં ફરાર થઇ ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં ડીલક્ષ વ્હીસ્કીની પાંચ પેટી તથા છુટી 70 બોટલ મળી 52 હજારનો દારૂ મળી આવ્યો હતો. જેથી કાર સહિત 5.52 લાખનો મુદ્દામાલ કબજે લઇ કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મહેળાવની સીમમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
  April 17, 08:25 AM
 • રામપુરા (ભંકોડા) |ચુંવાળ પથકમાંડૉ. બાબા સાહેબની 126મી જન્મ જયંતીની ઉત્સાહભેર
  રામપુરા (ભંકોડા) |ચુંવાળ પથકમાંડૉ. બાબા સાહેબની 126મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. દેત્રોજ તા.પં. કચેરીના પરિસરમાં આવેલી ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં દિપસીંહ સોલંકી, દાનાભાઈ સોલંકી, બળદેવભાઈ સોલંકી, સુભાષભાઈ સોલંકી અને હસમુખભાઈ ઝાલા સહિત દલિત અગ્રણી મોટી સંક્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. બાબાસાહેબની જન્મજયંતીની ઉજવણી
  April 17, 08:25 AM
 • જીવાપુરામાં ફટાકડા ફોડવા અંગેે બે જુથમાં તકરાર, 15 સામે ફરીયાદ
  ચુંવાળપંથકમાં જીવાપુરા ગામે ડો.બાબાસાહેબની જન્મ જ્યંતિ નિમિત્તે દલિત પરિવારો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ફટાકડા ફોડવાની સામાન્ય બાબતમાં ઠાકોર પરિવારે ડો.બાબાસાહેબની છબી તોડી જાતિ વિષયક અપશબ્દો બોલતા બંને જૂથ વચ્ચે તકરાર થઇ હતી. અંગેની ઠાકોર પરિવારના 15 ઇસમ સામે દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઇ છે. દેત્રોજ પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર જીવાપુરા ગામે રહેતા કાળાભાઇ ઈશ્વરભાઇ પરમાર સહિત દલિત સમાજના લોકો ડો.બાબાસાહેબની જન્મ જ્યંતિની ઉજવણી...
  April 17, 08:25 AM
 • રામપુરા (ભંકોડા)| ભોજવાગામ નજીક આવેલા શીંગળાઘર હનુમાનજીના મંદિર યોજાયેલી રામકથાની પૂર્ણાહૂતિ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો રામકથા શ્રવણ કરવા માટે ઊમટી પડ્યા હતા. રામકથાના અંતિમ દિવસના ભોજનપ્રસાદના દાતા તરીકેનો લાભ કાંતાબેન કુંવરજી બબાજી ઠાકોર ભામાશા પરિવારે લીધો હતો. કથા દરમિયાન રાજ્યભરમાંથી સંતો-મહંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી હતી. ભોજવા ગામે રામકથાની પૂર્ણાહૂતિ થઇ
  April 14, 02:55 AM
 • માંડલતાલુકાના શેર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્થાનિક યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનું ઉદઘાટન સમારોહ સોમવારના રોજ યોજાઈ ગયો. ડો. તેજશ્રીબેન પટેલ ધારાસભ્યના વરદ હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શેર ગામજનો સહિત ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટ પટેલ ધારાસભ્ય શુભેચ્છા આપી હતી. મહિલા ધારાસભ્યે બેટિંગ કરી ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. માંડલ તાલુકા સહિત 80 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. માંડલ...
  April 12, 02:05 AM
 • રામપુરા (ભંકોડા) |દેત્રોજ પોસ્ટે.ના વિશાળ પઉસરમાં પોલીસ પરિવાર સહિત અનેક શ્રદ્ધાળુઓના સાથ સહકારથી ગોગા મહારાજના મંદિરનું નિર્માણ થયું છે. ગોગા મહારાજના નૂતન મંદિરમાં ગોગા મહારાજના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. બે દિવસીય મહોત્સવમાં યજ્ઞ, શોભાયાત્રા, ડાયરો, મહાઆરતી પ્રતિષ્ઠા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.મુખ્ય પાટલના યજમાનનો લાભ પટેલ કિર્તીભાઈ, બલાત રાજુભાઈ અને પરમાર ગણપત પરિવાર લીધો હતો. ભોજન પ્રસાદનો લાભ કુંવરજી ઠાકોર પરિવાર રામપુરા(ભંકોડા)એ લીધો હતો. સંતો-મહંતો અને...
  April 6, 02:20 AM
 • શહેરના જુદા જુદા વિસ્તારો પાણીગેટ-હરણખાના, વાડી સ્વામીનારાયણ મંદિર રોડ, ટાવરથી માર્કેટ ચાર રસ્તા, માર્કેટથી આરવી દેસાઇ રોડ, ફતેગંજ બાદ મુજમહુડા-દિનેશ મિલ રોડનાં દબાણો તૂટી રહ્યાં છે. પાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી દબાણોની તોડફોડ સામે ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલે અવાજ ઉઠાવતાં ભાજપી મોરચે ચકચાર મચી છે. રાજ્યના નાણાં અને ઉર્જા વિભાગનો હવાલો સંભાળી ચૂકેલા મંત્રી સૌરભ પટેલે વિધાનસભાની ચૂંટણી સામે આવી રહી હોવાથી ક્રિકેટ ટુર્નામેન્ટ અને ડાયરાના...
  April 5, 03:40 AM