Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Dhanduka
 • ધંધૂકાતાલુકાના પડાણાગામેથી એક શખ્સને પોલીસે ગૌવંશના માંસના જથ્થા સાથે પકડી પાડયો હતો. જયારે અન્ય બે શખ્સ ફરાર થઇ ગયા હતા. ધંધૂકા પોલીસને મળેલ બાતમીના આધારે ઇનચાર્જ પીઆઇ એ.બી. વોરા તથા પો.કો. અજીતસિંહ, પો.કો. ભગીરથસિંહ, પો.કો. કલ્પેશભાઇ પડાણાગામે એક સ્થળે રેડ કરી ગૌવંશ માંસ 40 કિલો કિ.રૂ.4 હજાર તથા સાધન કિ.રૂ.200 મળી કુલ રૂ.4200 ના મુદામાલ સાથે આરોપી બાબુભાઇ સલીમભાઇ ખટુંબરાને ઝડપી પાડયો હતો. જયારે બે અન્ય આરોપી સ્થળ ઉપરથી ફરાર થઇ ગયા હતા. જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.પો.કો. ભગીરથસિંહે...
  May 27, 02:10 AM
 • ધંધુકાએસ.ટી.ડેપો દ્વારા વર્ષોથી ચાલતી ધંધુકા-બોટાદ નાઈટ રૂટની બસ છેલ્લા એક મહીનાથી તંત્ર દ્વારા બંધ કરી દેવાતા બસ નિયમીત શરૂ નહી કરાય તો વેજળકા ગામના ગ્રામજનોએ રોડ ઉપર ઉતરી આવી રસ્તારોકો આંદોલનની ચીમકી આપી છે. ધંધુકા બોટાદ રૂટની એસ.ટી.બસ ધંધુકાથી ૧૬,૪૫ કલાકે ઉપડી વાયા તગડી, ચંદરવા, વેજળકા, ખસ, થઈ બોટાદ નાઈટ કરે છે. અને બીજાદીવસે સવારે ૫,૪૫ કલાકે ઉપડી ફરી આજરૂટ ઉપર થઈ ધંધુકા આવી ધંધુકાથી સવારે ૭,૪૫ કલાકે ઉપડી ઉપરોક્ત ગામડાઓ લઈ બોટાદ પહોચી બોટાદથી ફરી બસ ૧૦ કલાકે ઉપડી ઉપરોક્ત ગામડાઓ લઈ ધંધુકા...
  May 26, 02:50 AM
 • બરવાળાપછાત વિસ્તારમા વસવાટ કરતા ગરીબ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકારી તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. બરવાળામા ભાવનગર ધંધુકા હાઈવે ઉપર ખોડીયાર મંદિર પાછળના વિસ્તારમાં રહેતા પછાત વર્ગના લોકોની પ્રાથમિક જરૂયાત માટેના જરૂરી દસ્તાવેજો આધારકાર્ડ, બી.પી.એલ.દાખલા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રેશનકાર્ડ જેવી પ્રાથમિક દસ્તાવેજો મળી રહે તે માટે બરવાળા પ્રાંત અધીકારી જયશ્રીબેન જરૂ અને મામલતદાર મહાવીરસિંહ ઝાલા દ્વારા સ્ટાફને સવારના થી કલાક દરમીયાન પછાત...
  May 25, 02:25 AM
 • રાણપુર-બરવાળામાં ભાજપ દ્વારા છાસ તથા પાણી સેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો
  રાણપુરઅને બરવાળા શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા છાસ અને ઠંડા પાણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભાવસંગભાઈ તલસાણીયા પ્રમુખ બરવાળા શહેર ભાજપ, સુરેશભાઈ ગઢીયા પ્રમુખ બરવાળા તાલુકા ભાજપ, બળવંતસિંહ ગોહિલ, પ્રદિપસિંહ ખાચર, તેજપાલસિંહ ઝાલા,બરવાળા નગરપાલિકાના ચુંટાયેલા સદસ્યો, દેવાંગભાઈ રાઠોડ રાણપુર તાલુકા ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ, નરેન્દ્વભાઈ દવે, ધરાબેન ત્રિવેદી બોટાદ જિલ્લા ભાજપ મંત્રી, કનકબેન સાપરા બોટાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને બોટાદ જિલ્લા પંચાયતના સદસ્ય, ચેતનભાઈ ઠાકોર....
  May 19, 02:10 AM
 • ધંધૂકા કોલેજ રોડ કોલેજ જવા માટેનો તથા સોસાયટી વિસ્તારમાં જવાનો
  ધંધૂકા કોલેજ રોડ કોલેજ જવા માટેનો તથા સોસાયટી વિસ્તારમાં જવાનો મહત્વનો માર્ગ છે. રોડ ઉપર શોપીંગ કોંપલેગ આવેલ છે. અનેક લોકોની અવરજવર વાળો માર્ગ છે. છેલ્લા દિવસથી રોડ ઉપર ગટરના પાણી ફરી વળેલ છે. આના લીધે જનતા પારાવાર મુશ્કેલી અનુભવી રહી છે. ધંધૂકા નગરપાલિકા દ્વારા બાબત ત્વરીત પગલા લેવાય તેવી જનલાગણી પ્રવર્તીછ રહી છે. ગટરના પાણીની દુર્ગંધથી જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે.તસવીર-જયદીપ પાઠક ધંધૂકા કોલેજ રોડ ઉપર ગટરના પાણી ફરી વળ્યા
  May 16, 02:20 AM
 • ચુડાસમારાજપુત સમાજ સંચાલિત શાળાના નવા વર્ગ ખંડોનું ઉદઘાટન તથા છાત્રાલયના ભોજનાલયનું ઉદઘાટન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે થયું હતું. પ્રસંગે યોજાયેલ સમારંભનું પ્રમુખ સ્થાન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સંભાળ્યું હતું. મુખ્ય મહેમાન પદે એડીસી બેંકના ડીરેકટર યશપાલસિંહ જીતુભા ચુડાસમા (જસકા), અતિથી વિશેષ પદે કચ્છ કાઠીયાવાડ ગુજરાત એસોસીએશનના પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા (સોળીયા), ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. જયારે સૌરાષ્ટ્ર...
  May 16, 02:20 AM
 • test
  May 15, 03:01 AM
 • ધંધુકા : ધંધુકાનાપેશ્વાકાલિન સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરનો તૃતીય પાટોત્સવ વૈશાખવદ પાંચમ મંગળવાર તા. 16-5-2017ના રોજ યોજાશે. પ્રસંગે ગણેશ યાગ (યજ્ઞ) યોજાશે જેના મુખ્ય યજમાન વિક્રમસિંહ લઘુભા ગોહીલ છે. 1008 લાડુનો હવન પણ થશે. તા. 15-5-17 ચોથ સોમવારે 151 કીલોનો એક મોટો લાડુ ગણપતિને ધરવામાં આવશે અને પ્રસાદીરૂપે વહેંચાશે.
  May 15, 02:10 AM
 • ભાસ્કર ઈમ્પેક્ટ | પાણી બંધ થતા લીંબડી બ્રાન્ચ કેનાલનું નબળંુ કામ છતું થતા સમારકામ કરવા હવે દોડધામ
  નર્મદાનીવલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ થતા ખાલી કેનાલમાં ઠેરઠેર ગાબડા પડી ગયેલા દેખાય આવતા કેનાલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા નબળી અને હલકી કક્ષાનું બહાર આવતા કેનાલમા ભવિષ્યમા ગાબડુ પડવાની શક્યતાઓને લઈ ખેડુતોને પોતાના ખેતરમા પાણી ફરીવળવાનો ડર હતો. સમાચાર દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ થતા તંત્રએ તાબડતોબ કેનાલનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. નર્મદાની વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ રાણપુર ધંધુકા રોડ ઉપર પાટણા ગામ પાસેથી પસાર થાય છે કેનાલમા પાણીનો પ્રવાહ બંધ થતા કેનાલ ખાલી થતા કેનાલની...
  May 7, 02:40 AM
 • તાજેતરમાંધંધૂકા ભાવનગર હાઇવે ઉપર જીવન સંધ્યા બિલ્ડીંગ પાસે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી રણછોડભાઇ ભરવાડ ઉપર થયેલ હુમલાની ઘટના બનેલ પણ એસ્કોટને લીધે તેમનો બચાવ થયો હતો. પોલીસે આરોપી સલીમ પંજવાણીની અટકાયત કરી હતી. જયારે બીજો આરોપી નાસી ગયો હતો. ગુનાની ફરીયાદ ધંધૂકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બિરલા ચાર રસ્તા પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અખીલ ભારત માર્ગદર્શક મંડળના સદસ્ય અખીલેશદાસ તથા વીહીપના ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી અશ્વિનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ બનાવમાં...
  May 6, 03:00 AM
 • ધંધુકાબરવાળા હાઈવે ઉપર પોલારપુર ગામ પાસે રાત્રીના સમયે મોટરસાઈકલ અને ટોરસટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાઈકલ ચાલક યુવાનનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ બરવાળા ધંધુકા હાઈવે ઉપર પોલારપુર ગામ પાસે રાત્રીના કલાકે ટોરસટ્રક અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાઈકલ ચાકલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કઠવા ગામનાં ગોવિંદભાઈ પરમાર ઉ.વર્ષ ૪૧ ને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ટોરસટ્રકનો ડ્રાઈવર ટ્રક મુકી નાશી...
  May 6, 03:00 AM
 • ગતતા.3/4/17 ની રાત્રિના ધંધૂકામાં 15 દુકાનોના તાળા તુટેલ તથા એપીએમસી ધંધૂકા ઓફીસના પણ તાળા તુટેલ તથા રૂ.16200 ની રોકડ રકમની ચોરી થયેલ હતી. જેની સઘન તપાસ પોલીસ ચલાવી રહી છે. ભાવનગર જિલ્લામાં ચોરીઓ થયેલ જેની તપાસ ભાવનગર એલસીબી કરી રહેલ હતી. આરોપી વિજય હિંમતભાઇ મકવાણા કો.પટેલ રહે. મીતલ રોડ, બાબરા રહે. અમરેલી નાને ભાવનગર એલસીબી ભાવનગર વિસ્તારની ચોરી સંદર્ભે પકડેલ હતો. દરમિયાન પોલીસ તપાસમાં આરોપી વિજયે ધંધૂકામાં પણ ચોરી કર્યાનો ભેદ ઉકેલાયો હતો. જેના આધારે આરોપીનો ટ્રાન્સફર વોરંટ દ્વારા ધંધૂકા પોલીસે...
  May 4, 02:25 AM
 • ધંધૂકા| ધંધૂકાનાબાજરડા તા.05.05.2017 ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં અડવાળ, મોટા ત્રાડીયા, નાના ત્રાડીયા, બાજરડા, જાળીયા, સરવાળ, ઝાંઝરકા તથા છારોડિયા ગામોનો સમાવેશ થાય છે. તા.26/5 રાયકા તથા 2/6 ના રોજ પચ્છમ તેમજ 9/6 ના રોજ કોટડા ગામે સેવા યોજાશે. ધંધૂકા તાલુકાના બાજરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
  May 4, 02:25 AM
 • વ્યવસ્થામાં સુધારો કરી શહેરીજનોને રોજ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઈ સાતજૂથ પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પુરવઠા ખાતા દ્વારા ધંધૂકા શહેરને સરેરાશ રોજનું નર્મદાનું પાણી 35 થી 40 લાખ લીટર આપવામાં આવે છે. પાણી ધંધૂકા નગરપાલિકાને આપવામાં આવે છે અને નગરપાલિકા તેનું વિતરણ કરતી હોય છે. ખરેખર આખા ધંધૂકા શહેરને રોજ પાણી વિતરણ કરી શકાય તેવી પાણીની સ્થિતિ છે પણ વર્ષોથી જાણે ધંધૂકા શહેરને વિભાગ વાર 3 થી 4 દિવસે પાણી મળે છે તે પણ પાણી આપવાનો કોઇ નકકી સમય હોતો નથી! પાદરમાંથી નર્મદા કેનાલ વહે છે...
  May 3, 02:15 AM
 • ધંધુકા | ધંધુકાતાલુકાના ધોળી (ભાલ) ગામે મસ્તરામ બાપાની પ્રથમ પુણ્યતિથિ ઉજવાશે. તા.10-5-2017ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય મસ્તરામ બાપાની ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવશે. તદઉપરાંત તેમની ચિત્ર પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવશે. તા.10-5ના રોજ હવન સંતવાણી તથા ધર્મસભાનું પણ આયોજન કરાયુંં છે. દિવસે ધોળી ગામ ધુમાડો બંધ રહેશે. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધોળી (ભાલ) ખાતે મસ્તરામ બાપાની પુણ્યતિથિ ઉજવાશે
  May 2, 02:30 AM
 • ધંધુકા | ધંધુકાપરશુરામ ગ્રુપ તથા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે પરશુરામ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. ધંધુકા ભવાની માતાજી મંદિર ખાતે ભગવાન પરશુરામ મૂર્તિને અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરના 3.30 કલાકે ભગવાન પરશુરામની વિશાળ શોભાયાત્રા ગાજતે વાજતે નીકળી હતી. જે ધંધુકા શહેરના નિયત માર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રા બાદ ધંધુકાની વાલમ વાડી ખાતે બ્રહ્મસમાજ દ્વારા સભા યોજાઈ હતી. ધંધુકામાં ધામધુમપૂર્વક પરશુરામ જયંતિ ઉજવાઈ
  April 29, 02:00 AM
 • બાજરડાની સીમમાંથી યુવાનની કોહવાયેલી લાશ મળી
  ધંધુકાનાબાજરડા ગામની સીમમાંથી પોલીસને કોહવાયેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકનું આશરે સાતેક દિવસ પહેલા મોત થયાનું બહાર આવ્યું હતું. પોલીસ સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ ધંધુકાના બાજરડા ગામની સીમમાં સાત દિવસ પહેલા મરણ જનાર અજાણ્યા યુવક ઉ. વર્ષ: ૩૦ થી ૩૨ ની કોહવાઇ ગયેલી હાલતે બીનવારસી લાશ મળી આવી હતી. અંગે બાજરડા ગામના કરીમભાઇ મહીડાએ ધંધુકા પોલીસને જાણ કરતા ધંધુકા પોલીસ ધટના સ્થળે પહોચી અજાણ્યા યુવકની કોહવાય ગયેલ લાશના ખીસ્સામાંથી રોકડ રૂ. ૮૬૪૦/- અને...
  April 28, 02:15 AM
 • રોડનું કામ તો થયું પણ સાઈડની કડો ના બુરાઈ
  ખસ-પોલારપુર રોડ રી કાર્પેેટ થયો પરંતુ વાહનચાલકોની કડોની સમસ્યા ના ટળી ખસ-પોલારપુરરોડ બીસ્માર હાલતમા હોવાથી મસમોટા ખાડાપડી ગયેલ હોય અને રોડની બન્ને બાજુની મોટી કડોના લીધે અવાર નવાર અકસ્માતો સર્જાતા હતા.જેને લઈ તંત્રને અવારનવાર રજુઆત કરવામા આવી હતી. બોટાદ જિલ્લાના તમામ રોડનું રી કાપેટ ચાલી રહ્યું છે. ત્યારે ખસ-પોલારપુર રોડને રી કાપેટ કરવામા અવ્યો છે. રોડ ઉપર ખસ, જાળીલા, બગડ, સુંદરીયાણા, ઉંચડી, તગડી સહીતના ગામો આવેલા છે. અને ગામના લોકોનું હટાણું અને ખેત પાક વેચાણ માટે માર્કેટીંગ યાર્ડ...
  April 28, 02:15 AM
 • ધંધુકાશહેર તથા તાલુકાના જુદા જુદા વિકાસના કામો તથા ખાત મુહુર્ત તા. 27-4-17 ગુરુવાર ના રોજ થશે. જેના અંતર્ગત નવા બંધાયેલ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન થશે. રુપિયા 4 કરોડ 10 લાખ ના ખર્ચે બનાવવા નવા એસટી સ્ટેન્ડનનું ખાત મુહુર્ત થશે. ધંધુકા પાલિકાના નવા બનનારા સેવા સદનનું ખાત મુહુર્ત પણ થશે. વધુાં પઠાણા એપ્રોચરોડ, ધોળી એપ્રોચ રોડ, વખતપર એપ્રોચરોડનું ખાત મુહૂર્ત થશે. છારોટી ગામ તળમાં સીસીરોડ, ઝાંઝરડા , ગામતળમાં CCરોડ લોકર્પણ થશે.
  April 27, 02:15 AM
 • ધંધુકા | ધંધુકાપરશુરામ ગ્રુપ તથા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે 28-4-17ના રોજ તૃતિય પરશુરામ યાત્રા ધામધૂમપૂર્વક નીકળશે. તા. 28-4-17ના રોજ સવારના 8 કલાકે પરશુરામની મૂર્તિને અભિષેક થશે. બપોરના 3 વાગે શોભાયાત્રા ભવાની માતાના મંદિરેની પ્રસ્થાન કરશે. વાલમવાડી ધંધુકા ખાતે સાંજના 6.30 કલાકે સમસ્તબ્રહ્મ સમાજ ની સભાનું આયોજન કરાયુ છે તેમજ સાંજના 7.30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. ધંધુકામાં પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થશે
  April 27, 02:15 AM