Home >> Saurashtra >> Bhavnagar District >> Botad
 • ગઢડાસ્વામીના તાલુકાના ચિરોડા મુકામે તા.30-4-17ને રવિવારે આદિ શંકરાચાર્ય જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.આ નિમિતે ગુજરાત દશનામ સમાજના સંતો મહંતો તેમજ ધાર્મિક સામાજીક અગ્રણીઓની ઉપસ્થિતિમાં બપોરે 4 કલાકે હરીહર મહાદેવના પટાંગણમાં મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ધાર્મિક આયોજનનો લાભ લેવા ધર્મપ્રેમીઓને મહાદેવગીરી તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.
  April 29, 03:00 AM
 • ભોગ બનનાર સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો ગીરગઢડાનાંકોદીયા ગામે રહેતો પરણીત યુવાન ભૂપત નાનજી વરસડીયાની સાથે કોદીયા ગામની સગીર વયની યુવતી મજૂરીકામે આવતી હોય અને તેને મજૂરી કામનાં પૈસા લેવા અવાર-નવાર તેના ઘરે બોલાવી તેની ઉપર તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર કરતો પરીણામે ભોગ બનનાર શ્રમિક સગીર યુવતીને 6 માસનો ગર્ભ રહી ગયો હોય અંગેની જાણ આરોપી ભૂપતને થતા તેમણે સગીરાને ગીરગઢડા સરકારી દવાખાને ગર્ભ પડાવવા લઇ જતો હતો ત્યારે બળાત્કારનો ભોગ બનનાર સગીરા ભૂપતની નજર ચૂકવી ગીરગઢડા ગામમાં રહેતી તેમની મોટી...
  April 29, 03:00 AM
 • બોટાદના લાઠીદડ ગામે ઉદઘાટન સમારંભમાં હાજરી આપવા જતાં રાજ્યના પૂર્વ
  બોટાદના લાઠીદડ ગામે ઉદઘાટન સમારંભમાં હાજરી આપવા જતાં રાજ્યના પૂર્વ નાણાં મંત્રી સૌરભભાઈ પટેલની ગાડી પર સાંજે 6 વાગ્યાની આસપાસ સમઢિયાળા નજીક ટામેટા અને ઇંડા ફેંકાયા હતા. બોટાદ જિલ્લાના પાસના કન્વિનર દિલીપ સાબવાએ પાસના કાર્યકરોએ ઈંડા ફેંક્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે કોઈની અટકાયત કરી નથી. બોટાદમાં સૌરભ પટેલની ગાડી ઉપર ટામેટા અને ઇંડા ફેંકાયા
  April 29, 03:00 AM
 • બોટાદનાનિવૃત રેલવે કર્મચારીની ગત તા.22-4ના રાત્રીના ખારાના પુલ પાસેથી લાશ મળી આવેલ જે ઘટનામાં પોલીસે મહિલાને ઝડપી લીધી હતી. બોટાદ રાધાકૃષ્ણનગર-3 પાંચપડા ખાતે રહેતા નિવૃત રેલકર્મચારી વિક્રમસિંહ હરિસિંહ કાઠીયાને ગત તા. 22-4-17ના કોઇ વ્યક્તિએ મુંઢ માર મારી પીઠના ભાગે તથા માથાના ભાગે માર મારી ઇજા કરી હત્યા કર્યાની મૃતકના પત્નીએ બોટાદ પોસ્ટે ફરીયાદ નોંધાવી હતી. આજે કવિતા ઉર્ફે નીરૂ રામાનુજને બોટાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે. હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીઓને પકડી...
  April 27, 03:45 AM
 • બોટાદ તાલુકો આજથી 30 વર્ષ પહેલા અવિકસીત તાલુકો હતો. પ્રાથમીક સુિવધાઓની સાથે અહીંના િવદ્યાર્થી/ િવદ્યાર્થીનીને ઉચ્ચ એજ્યુકેશનની કોઇ સુિવધા ઉપલબ્ધ હતી. જેના કારણે વાલીવર્ગને તેમના દીકરા-દિકરીના અભ્યાસ હેતુ પારાવાર મુશ્કેલીઓ પડતી જેના પગલે બોટાદના સામાિજક આગેવાનો અને શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને માજી. ધારાસભ્ય શ્રી ડો.વલ્લભભાઇ પટેલના નેતૃત્વના ટ્રસ્ટીશ્રીઓ પ્રો.શામજીભાઇ કે. ધાનાણી (પ્રમુખશ્રી), શ્રી જયરાજભાઇ એસ. પટેલ (ઉપ પ્રમુખશ્રી), ડો.જગદીશભાઇ...
  April 26, 02:20 AM
 • ગઢડા (સ્વા) કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને પાક વીમો આપવા, માલધારીને ઘાસચારો પુરા પાડવા, રખડતા ઢોરના ત્રાસથી મુકત કરવા ખેડૂતોને સબસીડીથી તાર ફેન્સીંગ આપવા જેવા લોકોના અનેક પ્રશ્નોને બહેરી ભાજપ સરકારના કાન સુધી પહોંચાડવા ગઢડાની દરેક જિલ્લા પંચાયત બેઠક ઉપર ગામ વેદના સંમેલન યોજવાનુ નકકી કરેલ જેના ભાગરૂપે તાજેતરમાં ભીમડાદ જિલ્લા પંચાયતના ટાટમ ગામે ગામ વેદના સંમેલન યોજાયુ.
  April 25, 03:05 AM
 • વિવિધ કાર્યક્રમ }ગોહિલવાડી રામી માળી જ્ઞાતિ જ્ઞાતિદ્વારા આગામી તા.13 અને 14 મે ના રોજ આયોજીત રમોત્સવ-2017 અંગેના ફોર્મ જ્ઞાતિના કાર્યાલયે રાત્રે 8 થી 9 દરમિયાન તેમજ રમેશભાઇ જી. બારડના નિવાસ (પ્લોટ નં. 81, ગોકુળનગર,સીતારામ ટાયર્સ,મયુરભાઇ પટ્ટણી, સંસ્કાર મંડળ ચોક પાસેથી દિવસ દરમિયાન મેળવી તા. 8-5 સુધીમાં જ્ઞાતિના કાર્યાલયે રાત્રે 8 થી 9 દરમિયાન પરત કરવા. }ગોવર્ધનનાથજીનીહવેલી (પરિમલ) પરિમલગોવર્ધનનાથજીની હવેલીના પ્રાંગણમાં કાર્યરત એમ.કે.મણીયાર સાર્વજનિક દવાખાનામાં સોમવારથી શનિવાર દરમિયાન ડો....
  April 24, 03:45 AM
 • ગઢડા |ગઢડા (સ્વામીના) શહેરમાં ઉગામેડી રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરે ખોડલધામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રીરામચરિત માનસ નવાન્હ પારાયણ તા.27-4-17ને ગુરૂવારથી તા.5-5-17ને શુક્રવાર સુધી શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ (લીંબડાવાળા) ના વ્યાસપીઠેથી સવારના 8-30થી 11-30 કલાક બપોરે 3થી 6 કથા રસપાન કરાવશે. કથા દરમ્યાન વિવિધ પ્રસંગો, કાર્યક્રમો, રામધુન તેમજ સંતવાણી યોજાશે. ગઢડામાં ઉગામેડી રોડ પર મેલડી માના મંદિરે રામકથાનું આયોજન
  April 24, 03:45 AM
 • બોટાદ : બોટાદના રાધાકૃષ્ણનગરમાં રહેતા નિવૃત રેલવે સ્ટેશન માસ્ટર વિક્રમસિંહ હરિસિંહ કાઠીયા (ઉ.વ.61) ની લાશ બોટાદ વિજય સોસાયટી ખારામાં પુલ પાસેથી મળી આવી હતી. મૃતકના માથાના ભાગે ત્થા બંને હાથે ઇજા થયેલ હોવાનુ જણાતા તથા મૃતકની મોટરસાયકલ પાંચપડાના નાકેથી મળી આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
  April 24, 03:45 AM
 • બોટાદ િજલ્લાના પાસના કન્વીનર િદલીપભાઈ જેરામભાઈ સાબવાને ગઈકાલે સાંજે બોટાદ એલસીબીએ સાંગાવદર ગામેથી પકડી ગાડીમાં બેસાડી પી.એસ.આઈ. ઘોરડા તથા બે પોલીસ કર્મીઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી લાકડી વડે માર માર્યાની ફરિયાદ બોટાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જ્યારે દિલીપભાઈને ઈજા થતા બોટાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  April 19, 02:45 AM
 • રાજ્યમાંઆગામી વિધાનસભાની ચૂંટણી જીતીશું કે કેમ તેવો ભય ભાજપમાં ફેલાયો હોવાથી કોંગ્રેસના 20 ધારાસભ્યનું હોર્સટ્રેડિંગ કરવા માગે છે તેવો આક્ષેપ વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામત સાથે મુદ્દે સોમવારે મારા બંગલે બેઠક બોલાવાઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ફેસ તમે રહેશો કે કેમω તમને સ્વતંત્ર જવાબદારી સોંપવાની માગણી સોમવારે મળેલી કામત સાથેની બેઠકમાં થઈ હતીω તેવા પ્રશ્નોનો વાઘેલાએ સ્પષ્ટ ઇનકાર કર્યો...
  April 19, 02:45 AM
 • બરવાળા : બરવાળા અને રાણપુર તાલુકાના ગામડાઓમાં પસાર થતી પેટા કેનાલોમાં હજી સુધી પાણી આવ્યુ નથી ત્યાં કેનાલમાં ગાબડા પડવા લાગ્યા છે. જેને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બરવાળા અને રાણપુર તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી નર્મદાની પેટા કેનાલનુ કામ મોટા ભાગે પૂર્ણ થઇ ગયેલ છે. જેને ઘણો સમય થઇ ગયો હોવા છતાં પેટા કેનાલમાં હજી સુધી એકપણ વાર પાણી આવ્યુ નથી તેમ છતાં કેનાલોની નબળી અને હલકી ગુણવતાની કામગીરીના લીધે ગાબડા પડવા લાગ્યા છે. અને કેનાલમાં વૃક્ષો અને ઘાસ ઉગી નીકળ્યુ છે. આવી એક પેટા કેનાલ...
  April 18, 03:55 AM
 • વડાપ્રધાન મોદીએ સોમવારની સાંજે બોટાદ ખાતે સૌની યોજના લિંક 2ના
  વડાપ્રધાન મોદીએ સોમવારની સાંજે બોટાદ ખાતે સૌની યોજના લિંક 2ના પ્રથમ ચરણનું લોકાર્પણ અને બીજા ચરણનું ખાતમુહૂર્ત કર્યું હતું. લોકોએ મોબાઈલની ટોર્ચ ચાલુ કરી નર્મદાના નીરને વધાવ્યા હતા. પ્રસંગે મોદીએ 2022ની સાલમાં ભારત અંગેની કલ્પના અને તેને સાકાર કરવા માટે જરૂરી સંકલ્પની વાત કરી હતી. મોદીએ જણાવ્યું કે તેઓ દેશને ચીલાચાલુ અને જૂના જમાનાની પદ્ધતિમાંથી બહાર કઢાવની નેમ ધરાવે છે. માટે તમામ દેશવાસીઓના સાથ અને સહકારની જરૂર છે.
  April 18, 03:55 AM
 • બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારેે સાંજે સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ વિશાળ રોડ-શો યોજ્યો હતો. બીજા દિવસે સોમવારે સવારે સુરતમાં કિરણ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન અને સભાનું સંબોધન કર્યા બાદ કર્યા બાદ બારડોલીના બાજીપુરામાં સુમૂલ ડેરીના પ્લાન્ટની ઉદ્‌ઘાટન કરી સભા સંબોધી. ત્યારબાદ સેલવાસ પહોંચ્યા અને ત્યાં ગરીબ કલ્યાણ મોળાનું સંબોધન કર્યું. સાંજે બોટાદ પહોંચી સૌની યોજનાનું લોકાર્પણ કર્યું હતું.જેમાં તેમણે 2022 સુધીમાં દેશને જૂના જમાનાની પદ્ધતિઓમાંથી બહાર...
  April 18, 03:55 AM
 • સુરત | 17 એપ્રિલ ગુજરાતનાપ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સુરત ખાતે કિરણ ચેરીટેબલ હૉસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં ડૉક્ટરો મોંઘી બ્રાન્ડેડ દવાઓના બદલે એટલી ગુણવત્તા ધરાવતી સસ્તી જેનેરીક દવાઓ લખી આપે માટે કાયદો લાવવાની ખાતરી આપી હતી. કિરણ હૉસ્પિટલના લોકાર્પણ બાદ મોદીએ સવજી ધોળકિયા ડાયમંડ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. બાદમાં વડાપ્રધાને સુરત નજીકના બાજીપુરા ખાતે સુમુલ ડેરીના કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સેલવાસ ખાતે જનસભાને સંબોધ્યા બાદ વડાપ્રધાને બોટાદ...
  April 18, 03:55 AM
 • બોટાદ | વડાપ્રધાન મોદીએ બોટાદમાં સૌની યોજના-2નું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે ખેડૂતોના મોબાઈલમાં આખી સરકાર-બેન્ક સમાય તેવી સ્થિતિ સર્જવી છે. ...અનુસંધાનપાના નં.12 ...અનુસંધાનપાનાં નં.9 સોમવારની સાંજે બોટાદ ખાતે સૌની યોજના લિંક 2 ને પ્રથમ ચરણ ના લોકાર્પણ અને બીજા ચરણ ના ખાતમુહૂર્ત કર્યું છે. પ્રસંગે વડાપ્રધાન મોદીએ 2022ની સાલમાં ભારત અંગે ની કલ્પના અને તેને સાકાર કરવા માટે જરૂરી સંકલ્પની વાત કરી હતી. મોદીએ ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું કે તેઓ દેશને ચીલાચાલુ અને જૂના જમાનાની પદ્ધતિમાંથી...
  April 18, 03:55 AM
 • બોટાદ ¿ ગઢડા અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમયમાં ખેડુતોને પાક વીમો આપવા, પોષણક્ષમ ભાવ આપવા, રખડતા પશુઓના ત્રાસથી ખેડુતોને મુક્ત કરવા, પીવાના પાણી પ્રશ્ને, માલધારીઓને ઘાસચારો આપવા, સ્થાનીક પ્રશ્નોથી લોકોને પડતી મુસ્કેલી બાબતે સંમેલનના માધ્યમથી લોકોની માંગને બહેરી ભાજપ સરકારના કાન સુધી પહોંચાડવા આગામી તા. 18-4 થી 15-5સુધી શહેર-તાલુકાની દરેક જીલ્લા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ગામે ગામની વેદના સંમેલનો યોજવામાં આવશે.
  April 16, 03:50 AM
 • જુગારધામ દરોડા મામલે પાળીયાદ PSI સસ્પેન્ડ બોટાદ| બોટાદ તાલુકાના પાળીયાદ ગામે પ્રતાપભાઇ ખાચરના મકાનમાં ભાડુતી માણસો રાખી ચલાવવામાં આવતા જુગારધામ પર ગત તા.11/4ના રોજ ગાંધીનગર વિજિલન્સ સ્કવોડે રેઇડ કરતા રૂ.4,18,520 રોકડા તથા વાહનો અને મોબાઇલ મળી કુલ રૂ.31,55,520 ના મુદામાલ સાથે 17 જુગારીઓને ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે ગાંધીનગરની ટીમે પાળીયાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. મામલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ પાળીયાદના પીએસઆઇ વી.કે.સાંખરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  April 16, 03:50 AM
 • બોટાદ | ઢસા પોલીસે અમરેલી જિલ્લાના વાઘપર ગામે રહેતા જીવદયા પ્રેમી રાજેન્દ્રભાઇ ભુપતભાઇ સેખવાએ ઢસા ચોકડી પાસેથી પસાર થતાં ટ્રક નંબર જી.જે.3.વાય.8924ની તલાશી લેતા તેમા પાણી ઘાસચારા વગર ક્રુરતા પુર્વક બાંધેલા અબોલ જીવ ભેંસ 8 મળી આવતા બગસરાના જેતપુર રોડ ખાતે રહેતા હનીફશા ગુલાબશા ફકીર ને પકડી ઢસા પોલીસને સોંપી તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પશુને પાંજરાપોળમા મોકલી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  April 16, 03:50 AM
 • બોટાદ : બોટાદમાં આગામી તા.17ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સૌની યોજના અંતર્ગત કાર્યક્રમમાં આગમન થવાનું હોઈ તા.17-4-17નાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બોટાદ ખાતે આવવાના હોય તેની સુરક્ષાને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં એ.ડી.જી.પી.-1, આઈ.જી.પી.1, ડી.આઈ.જી.-2, ડી.એસ.પી.-11, ડી.વાય.એસ.પી.29, પી.આઈ.72, પી.એસ.આઈ. 200, મહિલા પોલીસ-200, 2600 જવાન, ટ્રાફિક પોલીસ-100, એસ.પી.જી., એન.એસ.જી ચેતક કમાન્ડો, સી.એમ. િસક્યુરીટીનાં જવાનો પણ સાથે રહેશે. તમામ એન્ટ્રી ગેઈટ પર ડી.એમ.એફ.ડી. ગોઠવવામાં આવશે....
  April 15, 02:55 AM