











સુપ્રીમ કોર્ટે આજે સત્યમ કૌભાંડના મુખ્ય આરોપી બી.રામલિંગા રાજૂની જામીન અરજી ફગાવી દીધી છે. સત્યમ કંપનીમાં કોરોડનું કૌભાંડ આચરનાર રામલિંગા રાજૂએ 11મી માર્ચના રોજ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.
રામલિંગા રાજૂએ આ પહેલાં આંધ્રપ્રદેશની હાઇકોર્ટમાં તેમની તબિયત સારી રહેતી નથી, આથી જામીન માટે અરજી કરી હતી. પરંતુ આંધ્રપ્રદેશની હાઇકોર્ટે આ અરજી ના મંજૂર કરી હતી....





મોંઘવારીનો દર વધીને આવ્યો તેની અસર આજે મુંબઇ શેર બજાર ખાતે જોવા મળી હતી. આજે મુંબઇ શેરબજાર દિવસ દરમ્યાન મોટાભાગે નીચા મથાળે જ ટ્રેડ થઇ રહ્યું હતું.
આજે બીએસઇ ખાતે સેન્સેક્સ 0.35ના ઘટાડા સાથે 17,166.97 પર ખૂલ્યો હતો. સેન્સેક્સ દિવસ દરમ્યાન ઉપરમાં 28.87 અંક વધીને 17,195.49 પર અને નીચામાં 105.48 અંક એટલે કે 17,061.14 સુધી ગયો હતો. પરંતુ ટ્રેડિંગ સેશનના અંતમાં સેન્સેક્સ 1.63 ટકાના ઘટાડા સાથે 17164.99એ બંધ...













દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ કાર્લોસ સ્લિમ બિલકુલ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. તેમને મોંઘા સૂટ પહેરવા પસંદ નથી. તેમની કંપની જે કોમ્પ્યુટર વેચે છે, તેનો તેઓ ક્યારેક જ ઉપયોગ કરે છે. કારણ કે તેમને જૂની પદ્ધતિ પ્રમાણે નોટબુક અને પેનનો જ ઉપયોગ કરવો ગમે છે.
70 વર્ષના કાર્લોસ સ્લિમ બાસ્કેટ બૉલના ફેન છે અને સિગાર અને ડાઇટ સૉફ્ટ ડ્રિંક્સના શોખીન છે. આમ, તો માનવામાં આવે છે કે...

બ્રિટનની સુપર લકઝરી કાર બ્રાન્ડ બેંટલીએ પોતાની ટૉપ એન્ડ મૉડલ 'મુલસાને' રજૂ કરી, તેની કિંમત રૂપિયા 2.9 કરોડ છે. આ કાર 6,700 સીસી ક્ષમતાની વી8 પેટ્રોલ એન્જિનથી લેસ છે, જેનું વેચાણ ઓક્ટોબરથી શરૂ થશે.
કંપનીએ કહ્યું કે તેઓ ભારતીય બજારમાં એક કરોડ રૂપિયા ઉપરની બે કારો રજૂ કરશે. બેંટલીના ક્ષેત્રીય નિર્દેશક (પશ્ચિમ એશિયા, આફ્રિકા અને ભારત) ક્રિસ બક્સટને કહ્યું કે અમે બ્રિટનના ક્રૂમાં આવેલ...



મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી) સેવાને અમલમાં લાવતા ત્રણ માસનો સમય લાગી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી)નો અમલ થયા બાદ મોબાઇલ ગ્રાહકો પોતાનો નંબર યથાવત રાખીને સેવા પ્રદાન કરનારી કંપની બદલવાની સુવિધા મળશે. એમ કહેવાય છે કે આ સેવાના અમલ માટે મોટાપાયે ડેટાબેઝને ઘ્યાનમાં રાખીને ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.
ઉરચસ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે...


આગામી સોમવાર ૧૫મી માર્ચે કંપનીઓ એડવાન્સ ટેકસ ભરશે અને ચોથા ત્રિમાસિક ગાળા માટે કંપનીઓ દ્વારા ભરવામાં આવનારા એડવાન્સ ટેકસના આંકડા એકંદરે પ્રોત્સાહક રહેશે એવા સંકેત મળી રહ્યાં છે.
ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેન્યુફેકચરિંગ કંપનીઓ અને બેન્કિંગ ક્ષેત્ર ઊચો વેરો ભરવાની જાહેરાત કરે તો નવાઈ નહીં લાગે. જૉ એડવાન્સ ટેકસના આંકડા બજારની ધારણા કરતાં...

એરઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના જોડાણના કરારને સંસદના સરકારી ઉપક્રમો સંબંધિત સમિતિએ તેનો ખોટો સાબિત કર્યો છે. સંસદ સભ્ય વી કિશોર ચંદ્રદેવની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાના રિપોર્ટમાં જોડાણ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને જવાબદાર બતાવ્યા છે. સાથો સાથ તેના લીધે થયેલ નુક્સાનની ભરપાઇ મંત્રાલયને કરવાની ભલામણ કરી છે.
સમિતિનું માનવું છે કે એર ઇન્ડિયાને થઇ રહેલ ખોટનું મુખ્ય...






ઉત્તર ગુજરાત બાજુ ઘઉની આવક શરૂ થતા ડિમાન્ડમાં સાધારણ ઘટાડાને પગલે આજે ઘઉમાં ભાવઘટાડો હતો. સીંગતેલ, કપાસિયા અને પામોલિનમાં ટકેલા ભાવ હતા. એરંડા વાયદા અને હાજરમાં અથડામણ તેમજ પામ અને સોયા વાયદામાં નરમાઇ જોવાઇ હતી.
આજે ઘઉમાં સામાન્ય ભાવઘટાડો હતો. ઉત્તર ગુજરાત બાજુ ઘઉની આવક શરૂ થઇ જતા માગ ઘટતા રૂ.૫-૭ ઘટ્યા હતા. આજે રાજકોટ ખાતે ૧૦૦૦૦-૧૨૦૦૦ ગુણી આવક હતી. ટુકડા સારા માલના...

ગઇકાલના ઝડપી ભાવઘટાડા બાદ આજે ઘરઆંગણે બુલિયન બજારમાં ઝડપી સુધારો હતો.સોનામાં રૂ.૧૦૦ અને ચાંદીમાં રૂ.૪૦૦ વઘ્યા હતા. યુરો સામે ડોલરની નરમાઇએ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારો હતો.
આજે રાજકોટ ખાતે સોનું રૂ.૭૦ વધી રૂ.૧૬૮૨૦, સોનું બિસ્કિટ રૂ.૧૨૦૦ વધી રૂ.૧,૯૬,૪૦૦ અને ચાંદી રૂ.૩૦૦ વધી રૂ.૨૬૮૦૦ના ભાવે હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૧૦૦ વધી રૂ.૧૬૮૭૫ અને ચાંદી રૂ.૪૦૦ વધી રૂ.૨૬૯૦૦ના સ્તરે હતી....






અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચીનને તેના નાણાંકીય વિનિમય દર(યુઆન)ને બજાર પર છોડવાની ફરીથી અપીલ કરી છે. ઓબામાએ કહ્યું કે ચીન જો બજાર નિર્દેશિત વિનિમય નીતિ પર ચાલશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થાને સંતુલન બનાવામાં મદદ મળશે.ચીને યુઆનની પોલિસીમાં ફેરફાર કરવાની જરૂર છે.
અમેરિકા સહિત ઘણાં બધાં દેશોનું માનવું છે કે ચીન પોતાના ચલણ યુઆનને ડોલર અથવા વિશ્વના અન્ય મુખ્ય ચલણોની...







ઔદ્યોગિક ઉત્પાદન દર 16.7 ટકા આવ્યો, જે ઘણો સારો છે. છતાં તેની આજે શેરબજાર પર કોઇ અસર પડી નથી. આઇઆઇપી ડેટા જાહેર થયા બાદ પણ બજાર નીચા મથાળે ટ્રેડ થઇ રહ્યું હતું.
બીએસઇ ખાતે સેન્સેક્સ 17176.02એ ખૂલ્યા બાદ, દિવસ દરમ્યાન ઉપરમાં 17244.54એ ગયા બાદ નીચામાં 17126.93એ ગયો હતો. અંતમાં સેન્સેક્સ 1.34 અંક ઘટીને 17,166.62એ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇ ખાતે નિફ્ટી 3.6 અંક વધીને 5137.00એ બંધ રહી છે.
એનએસઇ ખાતે સીએનએક્સ...

સર્વાધિક નામાંકનોની આ પહેલાંનો રેકોર્ડ 2009નો હતો. જ્યારે શાંતિ પુરસ્કાર માટે કુલ 205 લોકો અથવા સંસ્થાઓના નામ આગળ વધારવામાં આવ્યા હતા. ગયા વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આપવામાં આવ્યો હતો.
નોબેલ શાંતિ પુરસ્કાર માટે ઇન્ટરેન્ટનું નામ ટેકનિકી વિષયર પત્રિકા વાયર્ડના ઇતાલવી સંસ્કરણે આગળ વધાર્યું છે. પત્રિકાએ વાતચીત, ચર્ચા અને સહમતિ સંભવન...


નીચા ફુગાવાની જાહેરાત અને વિદેશી નાણાકીય સંસ્થાઓની સતત લેવાલીનાં પગલે આજે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ઘટ્યા મથાળેથી લગભગ ૧૧૩ પોઇન્ટ સુધર્યો હતો.એક તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ભારતી, વિપ્રો, એનટીપીસી, ઇન્ફોસિસ, આઇટીસી સહિત બેન્કિંગ અને ફાર્મા શેર્સમાં ઉત્કષ્ટ ઔધોગિક વિકાસની આશાએ લેવાલીના જોરે સુધારો નોંધાયો હતો જ્યારે બીજી તરફ ઊચા મથાળે હિન્દ. યુનિલિવર, આરકો, તાતા પાવર,...






ઘરમાં ટેલિવિઝન જોવાના અનુભવને વધુ ક્રાંતિકારી બનાવતા દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે દુનિયાનું પ્રથમ 3D ટીવી સેટ રજૂ કર્યો છે.
ન્યૂયોર્કના ટાઇમ વૉર્નર સેન્ટરમાં આયોજિત એક ભવ્ય સમારંભમાં કંપનીએ આ નવા ટીવીની સીરીઝ રજૂ કરવાની જાહેરાત કરી. આ મહિનાથી જ સેમસંગના 3D એલઇડી ટીવી સેટના 46 ઇંચ તથા 55 ઇંચના સી 7000 મૉડલ ઉતારાશેય કંપનીએ કહ્યું કે આ ટીવી સેટ જોવા માટે ઇલેક્ટ્રોનિક ચશ્મા...




એનસીઆરમાં સસ્તા ઘરનું તમારૂં સપનું જલ્દીથી પૂરૂં થઇ શકે છે. રિઅલ એસ્ટેટ ફર્મ ફાલ્કન રિઅલટી રાષ્ટ્રીય રાજધાની (એનસીઆર)માં અંદાજે 5.9 લાખ રૂપિયામાં ફલેટ આપવા જઇ રહી છે.
કંપની રાજસ્થાનના અલવર જિલ્લામાં કોટકાસિમમાં ગ્લોબલ ઇકો સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઓછા ખર્ચમાં 500 ફલેટ બનાવી રહી છે. ફાલ્કનનો એનસીઆર પ્રોજેક્ટ દિલ્લી-મુંબઇ કોરિડોર પર હોન્ડા કારના પ્લાન્ટથી અંદાજે 7 કિલોમીટક...




આઇટી ક્ષેત્રની કંપની પટણી કોમ્પ્યુટર સીસ્ટમ લેટિન અમેરિકન બજારમાં પોતાની પહોંચ વધારવા માટે મેક્સિકોમાં નવું સેન્ટર ખોલવા જઇ રહી છે.
કંપની મેક્સિકોના ક્વરેટરોમાં 12મી 2010ના રોજ નવું ડિલિવરી સેન્ટર ખોલશે. નવું સેન્ટર 11,000 વર્ગ ફૂટ જમીનમાં ફેલાયલ હશે. કંપની ક્વરેટરોમાં પોતાના કર્મચારીઓની સંખ્યા 40 થી વધીને 2010ના અંત સુધીમાં 200 કરશે. તેમાંથી મોટાભાગની નોકરીઓ સ્થાનિક લોકોને મળશે....



ખાનગી ક્ષેત્રની વીમા કંપની ભારતી એએક્સએ જનરલ ઇન્યોરન્સે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ખાસ અવસરે મહિલાઓના સ્વાસ્થ્ય વીમામાં દસ ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે.
કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ.અમરનાથ અનંતનારાયણે કહ્યું કે આ છૂટ ચાર યોજનાઓ 'સ્માર્ટ હેલ્થ', 'હાઇ ડિડેક્ટીબલ્સ', 'સ્માર્ટ હેલ્થ(ક્લિનિકલઇલનેસ)' અને 'હોસ્પિટલ કૈશ' પર લાગૂ થશે.
શ્રી અનંત નારાયણે કહ્યું કે આ...



ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (આઇઆઇએમ-એ)ના એક વિદ્યાર્થીને ભારે ભરખમ 1.6 કરોડનું પેકેજ ઓફર થયું છે. જર્મનીના ડૉઇચે બેન્કે આ ઓફર કરી છે. આવી જ રીતે આઇઆઇએમ-કોલકત્તાના વિદ્યાર્થીને પણ કંઇક આટલાં જ પેકેજની ઓફર મળી છે. જો કે આઇઆઇએમ અમદાવાદે આ વાતની પુષ્ટિ કરી નથી.
આઇઆઇએમ અમદાવાદના વિદ્યાર્થીઓની ભારતમાં સરેરાશ સેલેરી 15 લાખની આસપાસ પહોંચી ગઇ છે, જો કે ગયા વર્ષે 12.17 લાખ...



મુંબઇ શેર બજાર ખાતે મુખ્ય બંને ઇન્ડેક્સો સાંકડી વધઘટે ટ્રેડ થયા હતા. માર્ચ મહિનો હોવાથી બજારમાં નરમ કામકાજો થઇ રહ્યા છે તેવું સૂત્રોનું કહેવું છે. આજે બજાર ઉપરમાં બંધ રહેવામાં સફળ રહ્યું છે. પણ સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ નીચા મથાળે બંધ રહ્યા છે. નાની સ્ક્રીપોમાં મોટાપાયે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બીએસઇ ખાતે સેન્સેક્સ ગઇકાલની બંધ સપાટી કરતાં 10.7 અંક...

દુનિયાની સૌથી વધુ ધનિકોની યાદીમાં દેશના અગ્રણી વેપાર માંધાતા મુકેશ અંબાણી 29 બિલિયન ડોલરની મિલકત સાથે ચોથા નંબરે આવ્યા છે. જ્યારે ભારતીય મૂળના સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ 28.7 બિલિયન ડોલરની મિલકત સાથે પાંચમા નંબરે છે. ફોર્બ્સ દ્વારા દુનિયાના ટોચના 10 ધનિકોની યાદી બહાર પાડવામાં આવી છે તેમાં જણાવ્યું છે.
દુનિયામાં આ વર્ષે સૌથી વધુ ખોટ ઝીલનાર વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીના ભાઇ...



મિશ્ર પ્રતિભાવ સ્થાનિક ફંડોની વેચવાલી વચ્ચે બજારમાં સાંકડી વધઘટ
વૈશ્વિક શેરબજારોના નબળા સંકેતોની અસર હેઠળ ઘરઆંગણે પણ બજારમાં આજે મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા હતા. બન્ને ઇન્ડેક્સ સાંકડી વધઘટને અંતે માર્જિનલ વધારા સાથે ઉપરમાં બંધ આવ્યા હતા. નિફ્ટી સતત ત્રીજા દિવસે પણ ૫,૧૦૦ની ઉપર બંધ રહેવામાં સફળ થયો હતો. નિફ્ટી ૪૫ પોઇન્ટની વધઘટને અંતે ૧૪.૭૫ પોઇન્ટ વધીને ૫,૧૧૬.૨૫ પોઇન્ટ બંધ...









દેશની અગ્રણી રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ લિમિટેડ અને અમેરિકામાં મુખ્ય મથક ધરાવતી પ્રુડેન્શીયલ ફાઇનાન્સીયલ ઇન્ક(પીએફઆઇ)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની પ્રુડેન્શીયલ ઇનટરનેશનલ ઇન્સ્યોરન્સ કંપની હોલ્ડિંગ્સ લિમિટેડ(પીઆઇઆઇએચ) વચ્ચેના સંયુકત સાહસ ડીએલએફ પ્રમેરીકા લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે(ડીપીએલઆઇ) ગુજરાતના બિઝનેસ હબ અમદાવાદમાં તેની નવી બ્રાન્ચ ઓફિસનું ઉદ્ઘાટન કર્યુ...




Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








