ઝૈનાબાદ અમદાવાદથી ૧૦૦ કિ.મી.નાં અંતરે આવેલા કચ્છનાં નાના રણની પેરીફેરી પર આવેલું છે. ભૂજથી ૨૬૦ કિ.મી.ની દૂરી પર આવેલું આ ઝૈનાબાદ એ જંગલી ગધેડા જોવાનું એક ઉત્તમ સ્થળ છે. કચ્છના સૂકા રણની ફાટેલી ધરતી પર દોડતા જંગલી ગધેડાનાં નાના-મોટા જૂથ જોવા માટે અહીં રણસફારીનો આનંદ લેવા દૂરદૂરથી લોકો આવે છે.
ઓપનજીપમાં બેસાડીને કલાકોની સફર માણતા અહીં જંગલી ગધેડાની (ઘુડખર) એક અદ્ભુત સફારી જોવા મળે છે.
શિયાળા દરમિયાન ઝૈનાબાદની મુલાકાત એક આનંદદાયક અને યાદગાર સફર બની રહે છે. એક શતક પહેલાં અહીં રાજ કરી ચૂકેલા નવાબ ઝૈનખાન પરથી આ સ્થળનું નામ ઝૈનાબાદ રાખવામાં આવ્યું હતું. કચ્છનાં નાનારણમાં પ્રવેશવાનું આ એક મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. ઝૈનાબાદમાં કચ્છ અને સૌરાષ્ટ્રનું બ્લેન્ડ કલ્ચર જોવા મળે છે.
અહીંનું શિલ્પ સ્થાપત્ય મિશ્ર કલ્ચરની ઝાંખી કરાવે છે. જંગલી ગધેડા ઉપરાંત અહીં વૂલ્ફ, જેકલ, ફોકસ, અને વાઈલ્ડ કેટ પણ જોવા મળે છે. અહીંના રણમાં કેમલ સફારી પણ માણવા મળે છે.
ઝૈનાબાદ એક એવી જગ્યા છે કે, જયાં ત્યાંના લોકલિસ્ટ દેશી ખાવાનું બનાવીને વિઝિટર્સને ભોજન કરાવે છે. આમ આવો ભારતીય આતિથ્ય વૈભવ અહીં માણવા મળે છે. ઉપરાંત સવારથી ફેમિલી કે મિત્રો સાથે સૂકા રણમાં જીપ સફારીથી એક અલગ જ લાહવો માણવા મળે છે. બપોર પછી વધુ પડતા આકરા તડકાને કારણે શિયાળાની ઋતુ અહીં આવવા માટે સૌથી સારી રહે છે.