શાસ્ત્રો પ્રમાણે ભગવાન ગણેશ પરબ્રહ્મના જ પાંચ સ્વરૂપોમાં એક છે. ગણપતિઅથર્વશીર્ષ પ્રમાણે ગણેશને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, નવગ્રહ, પંચભૂતો અને બધા દેવતાઓનું જ સ્વરૂપ બતાવી ગણપતિ અપાર બ્રહ્મ શક્તિ અને સ્વરૂપને ઉજાગર કરે છે.
આ કારણે જ દરેક શુભ અવસરો અને કામનાપૂર્તિ માટે શ્રીગણેશની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવી છે. એવી જ શુભ ઘડીઓમાં શુભ છે દિવાળી ઉત્સવ. જેમાં લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની ઉપાસના પણ ઐશ્વર્ય અને વૈભવની કામનાને તત્કાલ પૂરી કરનારી માનવામાં આવે છે. ખાસ કરીને પ્રથમ ત્રણ દિવસો અર્થાત્, ધનતેરસથી લઈ દિવાળી સુધી ત્રણ દિવસોમાં ભગવાન ગણેશ અને લક્ષ્મીની પ્રસન્નતાનો એક નાનકડો ઉપાય જીવનમાં અપાર સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી લાવનારો માનવામાં આવે છે.
આ ઉપાય છે શ્રીગણેશની મંત્ર સ્તુતિના ધ્યાનની સાથે લક્ષ્મી સ્વરૂપા ગાયની પૂજા કરી લીલો ચારો ખવડાવો. જાણો આ ગણેશ મંત્રની સ્તુતિ...
-ધનતેરસથી દિવાળીના દિવસે સવારે વહેલા ઊઠી યથાસ્થાન દેવાલયમાં આંકડાના ગણેશ કે કોઈપણ સિંદૂર ચઢેલી ગણેશ મૂર્તિ ઉપર સિંદૂર અને શુદ્ધ ઘીનું લેપન કરો, દૂર્વા અને એક જનોઈ ચઢાવી મોતીચૂર કે બુંદીના લાડુઓનો ભોગ લગાવો.
-નીચે લખેલ મંત્ર સ્તુતિ બોલી અંતે ધૂપ અને ઘીનો દીવો કરી ગણેશની આરતી દરિદ્રતા સામે રક્ષા અને ભરપૂર સુખોની કામનાથી કરો...
सर्वविघ्रहरं शान्तं दातारं सर्वसम्पदाम्।।
-ગણેશપૂજા પછી ગાયને ગંધ, અક્ષત અને પુષ્પથી પૂજા કરી લીલું ઘાસ ઘવડાવો.