આસો માસની અમાસે દિવાળી મનાવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજાનું વિધાન છે. લક્ષ્મી પૂજાની વિધિ સનતકુમાર સંહિતાના આધારે લખવામાં આવી છે. આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે આ બાબતે એક કથા પ્રચલિત છે.
એક સમય ઋષિઓએ બધા મુનીશ્વરોએ કહ્યું- હે મુનીશ્વરો ! અમાસના દિવસે સવારના કાળે સ્નાન કરી ભક્તિપૂર્વક પિતૃદેવ તથા દેવતાઓની પૂજા કરો અને દહીં, ક્ષીર તથા ઘીથી પાર્વણ શ્રાદ્ધ કરી યથા વિધિ બ્રાહ્મણને ભોજન કરાવો. રોગી અને બાળક સિવાય અન્ય કોઈ વ્યક્તિને દિવસમાં ભોજન ન કરાવવું જોઈએ. સાંજના સમયે પ્રદોષ કાળમાં લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. નાના પ્રકારના સ્વચ્છ અને નવા વસ્ત્રોથી લક્ષ્મીજીનો મંડપ બનાવી પત્ર, ધ્વજા, પુષ્ય, તોરણ અને પતાકા વગેરેથી સુસજ્જિત કરો તથા અનેક દેવી દેવતાઓની સહિત ભગવતી લક્ષ્મીની ષોડષોપચાર પૂર્વક પૂજા કરો. મનીશ્વરોને પૂછ્યું કે હે સનત કુમાર.
લક્ષ્મીની સાથે-સાથે અન્ય બધા દેવતાઓના પૂજન કરવાનું શું કારણ છે? સતન કુમારે જવાબ આપ્યો કે રાજા બલિના કારાગારમાં લક્ષ્મી સમસ્ત દેવી-દેવતાઓની સાથે બંધનમાં હતી. આજના દિવસે વિષ્ણુ ભગવાને તે બધા જ કેદીઓને છોડાવ્યા હતા. આથી રેશમથી બનેલા સુંદર પલંગ ઉપર કોમળ ગાદી બીછાવી તેની ઉપર સફેદ ચાદર પાથરો. નવો તકીયો અને રજાઈ લગાવી કમળપુષ્પોનો મંડપ બનાવો કારણ કે લક્ષ્મીજીનો નિવાસ સ્થાન કમળપુષ્પ જ છે. હે મુનિશ્વરો જે લોકો માતા લક્ષ્મીનું આ પ્રકારે સ્વાગત કરે તો તેમને છોડીને તે અન્યત્ર ક્યાંય નથી જતી. તેની વિરુદ્ધ જે લોકો આળસી અને નિદ્રામાં પડી સૂઈ જાય છે તો શ્રદ્ધાપૂર્વક લક્ષ્મીજીનું પૂજન નથી કરતા તેઓ સદૈવ દરિદ્રતાના શિકાર બની રહે છે.
રાત્રીના સમયે લક્ષ્મીજીની પૂજામાં તેમનુ આહ્વાન કરો અને ગાયના દૂધનો ખોરો બનાવી તેમાં ખાંડ, લવિંગ, ઇલાયચી, કપૂર વગેરે નાંખી તેના પેડા બનાવી લક્ષ્મીને ભોગ લગાવો. તે સિવાય દેશકાળઅનુસાર ભોજ્ય, લેહ્ય, પેય, ચોષ્ય ચારેય પ્રકારના પદાર્થો તથા ફૂલ વગરે લક્ષ્મીજીને અર્પણ કરી પછી દીપદાન કરો. નદી, પર્વત, મહલ, વૃક્ષમૂળ, ખરકા કે ચબૂતરા વગેરે સ્થાનોમાં પણ દીવો રાખવો જોઈએ. જો સંભવ હોય તો ઘરની ઉપર પણ એક વૃતત્ત બનાવવું જોઈએ. ઉપર મુજબ જે બ્રાહ્મણોનો ભોજન કરાવવાનું લખ્યું છે તે પણ આ સમયે જ હોવું જોઈએ. અર્ધરાત્રિના સમયે રાજાને પણ નગરની શોભા જોવા નિકળવું જોઈએ.