લોજિક ઇન્સ્ટ્રુમેન્ટે વિશ્વનું પ્રથમ રફ-ટફ પર્સનલ કમ્પ્યૂટર બનાવ્યું છે. મોબાઇલના આકારવાળા આ કમ્પ્યૂટરનો સામાન્ય પીસીની જેમ ઉપયોગ કરી શકાશે. આ કમ્પ્યૂટર જમીન પર પડવાથી, આંચકા કે કંપનથી પણ બગડતું નથી.
૨.૮ પૌંડ વજનવાળું આ કમ્પ્યૂટર ચાર ફૂટ ઊંચાઇએથી નીચે પડે તો પણ તેને કોઇ નુકસાન થશે નહીં. તેમાં જી-સેન્સર પ્રોટેકશન પણ છે. ૧.૬ ગીગા હટ્ર્ઝ એટમ પ્રોસેસરની સાથે તેમાં બ્લુટૂથ કનેક્ટિવિટી, જીપીએસ અને બે એમપીનો વેબકેમ પણ લાગેલો છે. ફિલ્ડબુક નામનું આ કમ્પ્યૂટર કામના સંદર્ભમાં મોટાભાગે ભાગદોડ કરનારા લોકો માટે ઉપયોગી છે.