- દિવાળી ઉપર આસાન મંત્રથી દેવી-દેવતાઓને દીપદાન કરી ઘરના ખૂણા-ખૂણામાં દીવો પ્રગટાવો
હિન્દુ ધર્મ પંરપરાઓમાં આસો અમાસ અને દિવાળીની શુભઘડીમાં દીપદાન ખૂબ જ મંગળકારી માનવામાં આવ્યું છે. આ સુખ-સમૃદ્ધિની દરેક કામનાને પૂરી કરનાર માનવામાં આવે છે. આ સંકટમુક્ત, નિરોગી અને સમૃદ્ધ જીવન આપનાર પણ માનવામાં આવે છે.
દિવાળી અર્થાત્, અમાસ ઉપર સ્નાન કર્યા બાદ શ્રીગણેશ, મહાલક્ષ્મી, વિષ્ણુ, સરસ્વતી અને કુબેરની પૂજા પછી દીપદાન ધન, બુદ્ધિની કામનાને પૂરી કરે છે.
શાસ્ત્રોમાં દીપદાનની આ પરંપરામાં એક વિશેષ મંત્ર બોલી અપાર ધન, સંપતિ, સ્વાસ્થ અને શત્રુ અને બાધાનો પણ અંત કરનાર માનવામાં આવે છે. જાણો, કેવી રીતે કરવું દીપદાન અને દીપ પૂજા અને વિશેષ મંત્ર....
-દિવાળી ઉપર સ્નાન કર્યા બાદ પવિત્ર થઈ માતા લક્ષ્મી, ગણેશ, કુબેર અને સરસ્વતીની પૂજાની સાથે જ ઘીનો કળશ અને દીપ પ્રજ્વલિત કરી નીચે લખેલ મંત્ર બોલો....
शुभं करोति कल्याणं आरोग्यं धन सम्पदाम्।
शत्रु बुद्धि विनाशाय दीप: ज्योति: नमोस्तुते।।
-આ મંત્ર બોલી પ્રજ્વલિત દીવાઓની ગંધ,અક્ષત, લાલ મૌલી, અબીર અને કોઈ મીઠાઈનો ભોગ લગાવી પૂજા કરો અને દેવી-દેવતાઓને સમર્પિત કરો. સાથે જ ઘરના ખૂણા-ખૂણામાં શુભ-મંગળની કામનાની સાથે જ દીવો પ્રગટાવો.