કોણ નથી ઈચ્છતું કે તેની પાસે અગણિત ધનસંપત્તિ હોય. તેને દુનિયાના દરેક એશો-આરામ મળે. ક્યારેય કોઈ વાતની ખોટ ન પડે. ક્યારેય કોઈ વસ્તુની કમી ન હોય. જો તમે પણ એવું ઈચ્છતા હોવ તો આ ચમત્કારી યંત્રના માધ્યમથી તમારું આ સપનું પૂરું થઈ શકે છે. આ ચમત્કારી યંત્ર છે કુબેર યંત્ર. સ્વર્ણ લાભ, રત્ન લાભ, દાટેલા ધનનો લાભ તથા પૈતૃક સંપત્તિનો લાભ ઈચ્છતા લોકો માટે કુબેર યંત્ર અત્યંત સફળતાદાયક છે. આ યંત્રના પ્રભાવથી અનેક માર્ગોથી ધન આવવા લાગે છે અને તેનાથી ધનસંચય પણ થવા લાગે છે. આ યંત્રની અચલ પ્રતિષ્ઠા હોય છે. ધનતેરસ(24 ઓક્ટોબર, સોમવાર)ના દિવસે આ યંત્રની સ્થાપના કરી તેનું પૂજન કરો.
યંત્રનો ઉપયોગઃ-
બીલીવૃક્ષની નીચે બેસી આ યંત્રને સામે રાખી કુબેર મંત્રની શુદ્ધતાપૂર્વક જાપ કરવાથી યંત્ર સિદ્ધ થાય છે તથા યંત્ર સિદ્ધ થયા પછી તેને ગળામાં કે તિજોરીમાં સ્થાપિત કરી શકાય છે. તેને સ્થાપિત કર્યા પછી દરિદ્રતાનો નાશ થાય છે તથા પ્રચુર ધન અને યશ પ્રાપ્ત થાય છે.