હિન્દુ પરંપરામાં દિવાળીના તહેવારે દીવા પ્રગટાવવામાં આવે છે. પ્રાચીનકાળમાં માટીના દીવાનો ઉપયોગ જ હતો, સાથે જ સોના, ચાંદી અને પીત્તળના દીવા પણ બનાવવામાં આવતા હતા. એવા જ દીવા મોહનજોદડો, હડપ્પા વગેરે સ્થાનો ઉપર ખોદા કરતા મળ્યા છે. ભારતીય સંસ્કૃતિની શાશ્વતતાનું પ્રતીક મનાતા દીવાઓનું મહત્વ દીપોત્સવી ઉપર એટલુ જ છે જેટલુ લક્ષ્મી પૂજનનું.
એ વાત જુદી છે કે આધુનિકતાની દોડમાં આજે માટીના બનેલા દીવાની જગ્યા સુંદર કલાત્મક દીવાઓ અને અનેક પ્રકારની રંગીન મીણબત્તીઓએ લઈ લીધી છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ માટીના દીવાનું જ સૌથી વધુ ચલણ છે. વાસ્તવમાં માટીના દીવા સૌથી શુદ્ધ માનવામાં આવે છે. એવું નથી કે દીવાનું પ્રચલન માત્ર દિવાળી સુધી જ સિમિત રહ્યું છે. લક્ષ્મી સ્વચ્છતાપ્રિય છે. તે આળસી, ધૃણા અને નિંદાપ્રિય લોકોની સાથે અંધકારથી દૂર રહે છે.
એટલા માટે જ્યારે પણ લક્ષ્મી પૂજા કરો તો પૂજા સ્થાને એક મોટો ઘીથી ભરેલો માટીનો દીવો જરૂર પ્રગટાવજો. તેમાં રાત્રે સૂતા પહેલા એટલું ઘી નાંખો કે દીવો આખી રાત સળગતો રહે. દીવામાં બોલત સુગંધિત અત્તર લગાવો. આ પ્રયોગથી લક્ષ્મીજી તમારી ઉપર ઝડપથી પ્રસન્ન થશે. લક્ષ્મી પૂજામાં આ રીતે દીવા પ્રજ્વલિત કરવા પાછળનું રહસ્ય એ છે કે જ્યાં સ્વચ્છતાની સાથે પ્રકાશ રહે છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.