સામગ્રી
કોબીજ - ૩૦૦ ગ્રામ
ફણગાવેલા મગ - ૧૦૦ ગ્રામ
ફણગાવેલા મઠ - ૧૦૦ ગ્રામ
ઝીણી સમારેલી ડુંગળી - ૧ ચમચો
ઝીણા સમારેલા ટામેટાં - ૧ ચમચો
મરચાના પીસ - ૧ ચમચી
કોથમીર સમારેલી - અડધી વાટકી
ફણગાવેલા સોયાબીન - ૫૦ ગ્રામ
બાફેલી મકાઇના દાણા - ૫૦ ગ્રામ
લીંબુનો રસ - ૨ ચમચી
મીઠું, મરચું, જીરું - પ્રમાણસર
રીત
ફણગાવેલા મગ, મઠ અને સોયાબીનને થોડું મીઠું નાખીને બાફી લો. કોબીજને ઝીણી સમારી લો. એક વાસણમાં તેલ ગરમ મૂકીને તેમાં જીરુંનો વધાર કરો. તેમાં મરચાના ઝીણાં ટુકડા અને મીઠા લીમડાનો વધાર કરો. તેમાં કોબીજ અને ડુંગળીને સાંતળો. થોડી વાર પછી તેમાં ટામેટાં પણ ઉમેરો. અંતમાં બાફેલા મગ, મઠ અને સોયાબીન તેમજ બાફેલી મકાઇના દાણા નાખીને હળવેથી હલાવો. થોડીવાર ગરમ થવા દો અને પછી તેમાં આદું-મરચાં, મીઠું, લીંબુનો રસ નાખીને હલાવો. બરાબર હલાવીને બાઉલમાં કાઢીને તેના ઉપર કોથમીર ભભરાવીને તેનો સ્વાદ માણો.