ભારતે ન્યુઝીલેન્ડને 105 રનથી હરાવી ત્રિકોણીય વન ડે શ્રેણીની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પરંતુ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની એ ભૂલ ભારતને કદાચ ભારે પણ પડી શકત.
બન્યુ એવું હતું કે ભારતે આપેલ 224 રનના લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી. ન્યુઝીલેન્ડના બેટ્સમેન મિલ્સે ધોનીને કહ્યું કે તે પાવર પ્લે લઈ રહ્યો છે. ધોની એ પણ પાવર પ્લે મુજબ ફિલ્ડિંગ ગોઠવી દીધી હતી. બન્ને ટીમના ખેલાડીઓ અમ્પાયરને આ વાતની જાણ કરતા ભૂલી ગયા હતા. ધોનીએ અમ્પાયરને પુછ્યું કે પાવર પ્લેની કેટલી ઓવર બાકી છે ત્યારે અમ્પાયરે જણાવ્યું કે હજુ પાવર પ્લે ચાલુ જ થયો નથી. આ વાત સાંભળી ધોની ચોકી ગયો અને તેને ખ્યાલ આવી ગયો તે આ વાત અમ્પાયરને કહેતા ભૂલી ગયો હતો. સામે છેડે મિલ્સ પણ પોતે પાવર પ્લે લીધો છે તેની વાત અમ્પાયરને કહેતા ભૂલી ગયો હતો. પરંતુ મિલ્સ પોતાની વાત પર અડગ રહેતા સમગ્ર મુદ્દો શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો હતો.