દ્વારકાના મંદિરની ગણના ભારતનાં મુખ્ય ચાર યાત્રાધામમાં થાય છે, બદરીનાથ, પુરી, રામેશ્વરમ અને દ્વારકા. એટલું જ નહીં, આદિ શંકરાચાર્યે અહીં પીઠની સ્થાપના પણ કરી છે એટલે તે દ્વારકાપીઠ (શારદાપીઠ) તરીકે પણ ઓળખાય છે.
દ્વારકા હિંદુ ધર્મનું એક અતિ પવિત્ર યાત્રાધામ ગણાય છે. પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખિત સાત પ્રાચીન નગરોમાં દ્વારકાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં, પણ મહાભારત, ભાગવત પુરાણ, સ્કંદ પુરાણ તથા વિષ્ણુ પુરાણમાં પણ દ્વારકાનો ઉલ્લેખ છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ જાતે દ્વારકા વસાવ્યું હતું. જોકે કૃષ્ણએ વસાવેલું દ્વારકા તો સમુદ્રમાં ડૂબી ગયું હોવાનું મનાય છે.
હાલ દ્વારકામાં જે દ્વારકાધીશનું મંદિર છે તે મંદિર ૧૬મી સદીમાં બંધાયું હતું અને મૂળ મંદિર શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે બંધાવ્યું હતું. આજનું દ્વારિકાધીશનું મંદિર પાંચ માળનું છે અને લાઈમસ્ટોનનું બનેલું છે. મંદિરના બે દરવાજા છે. એક સ્વર્ગ દ્વાર, જ્યાંથી યાત્રાળુઓ પ્રવેશે છે અને બીજો મોક્ષ દ્વાર જ્યાંથી યાત્રાળુઓ દ્વારિકાધીશનાં દર્શન કરી બહાર નીકળે છે. દ્વારકામાં આ મુખ્ય મંદિર સિવાય વાસુદેવ, દેવકી, બલરામ અને રેવતી, સુભદ્રા, રુકમણી, જાંબવતી અને સત્યભામાનાં તીર્થસ્થાનો પણ આવેલાં છે.
બેટ દ્વારકા બોટમાં બેસીને જવાય છે, જ્યાં પણ શ્રીકૃષ્ણનું અતિ સુંદર મંદિર છે. બેટ દ્વારકા જતાં રસ્તામાં જ રુિકમણી દેવીનું મંદિર આવે છે. એટલું જ નહીં ભગવાન શંકરનું એક નાગેશ્વર જયોતિર્લિંગ પણ દ્વારકા પાસે જ આવેલું છે. દ્વારકાના મંદિરની ગણના ભારતનાં મુખ્ય ચાર યાત્રાધામમાં થાય છે, બદરીનાથ, પુરી, રામેશ્વરમ અને દ્વારકા. એટલું જ નહીં, આદિ શંકરાચાર્યે અહીં પીઠની સ્થાપના પણ કરી છે એટલે તે દ્વારકાપીઠ (શારદાપીઠ) તરીકે પણ ઓળખાય છે. આમ ભારતના ચાર મુખ્ય મઠ શૃંગેરી, પુરી, જયોતિર્મઠ અને દ્વારકા ગણાય છે. ભગવાન શ્રીકૃષ્ણનું મુખ્ય ધામ ગણાતું હોવાથી સ્વાભાવિક છે કે અહીં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થાય છે અને લાખો શ્રદ્ધાળુઓ આ પાવક પર્વ નિમિત્તે અહીં પધારી ભાવવિભોર થાય છે.
ભજન
રાધાનો શ્યામ
રાધા તારા શ્યામને મનાવી લીધો.
મંગળામાં મીઠું મીઠું માખણ ધરાવી
મોહનને મેં તો મલકાવી દીધો.
શૃંગારમાં સુંદર વાઘા ધરાવી.
સાંવરાને મેં તો સજાવી દીધો.
રાજભોગમાં વિવિધ સામગ્રી ધરાવી
રસિકને રાજી રાજી કરી દીધો.
ઉત્થાપનમાં લીલા મેવા ધરાવી
ગોવિંદને ઉરથી લગાવી દીધો.
સંધ્યા સમયે ગાયો ચારી ઘેર આવ્યો
ગુણલાં ગાઇ રીઝવી દીધો.
શયનમાં સુંદર કહાની સુણાવી
પ્રિયને પ્રેમથી પોઢાડી દીધો.
ઊંઘમાં પડખાં ફેરવતાં ફેરવતાં
‘રાધા,’ ‘રાધા’ બોલતો સાંભળી લીધો
અંતે રાધા, તારો શ્યામ તો તારો જ રહ્યો.
મારી ભ્રમણા હતી કે મેં શ્યામને મનાવી લીધો.
પણ રાધા તારો શ્યામ તો તારો જ રહ્યો.
કૃષ્ણને આવતા જોયા
સખી કૃષ્ણને આવતા જોયા
હળવો થયો હૈયાનો ભાર.
કૃષ્ણ કાજ લોચન લોયા
કૃષ્ણ જીવનનો સાર.
માધવ મારા મનોરથ જાણી
આવ્યા સામે ચાલી.
માધવને મનોમન રહું માણી
હવે હું નથી ઠાલી.
મારો અંતર પુકાર સાંભળી
અચ્યુત આવતા લાગે છે.
હું નીરખું લળી લળી
મારું મન હવે રાચે છે.
મારા મનની મુરાદ પારખી
કાનજી આવ્યા પાસે
ઉર બેઠક કરી સરખી
કાનજીને બેસાડ્યા અંતરવાસે
જશોદાનો લાલ
મ્હેક મ્હેક થાય નંદલાલ,
લહેરી જશોદાનો લાલ,
જેની વાંકી ટેઢી ચાલ.
હીંચતા હીંચતા નટવર નૈન મીંચે
હીંચકા પર મલકે મોગરે ભર્યા મોર
કરે પરિમલ ભર્યા શોર
ન જાગે મોહન માખણ ચોર
ઝૂલતા ઝૂલતા હીંડોળે મલકે
ગૂંથી જૂઇ થકી હીંડોળા દોરી
જદુરાયને ઝુલાવે ગોપી ગોરી
ભૂધરને ભાવ ભીંજવે છબીલી છોરી
હળવે હળવે હરિ નૈન ખોલે
મધુર મધુર કાલું કાલું બોલે
દેવોને દુર્લભ ર્દશ્યથી ગોપી ડોલે
લાગ્યું મન પ્યારંુ એનું મોરલીનું ગાણું
મોહી એના મુખડે, દિલડું દેવાણું
ઘરમાં ન ગોઠે લગાર, એવો બંધાણો છે તાર
શ્યામ સાથે મારી પ્રીત બંધાણી
છાની મારી વાત એ સૌએ જાણી
હવે છુટે ના વ્યવહાર, એવા કીધા કોલ