Divya Bhaskar
SAURASHTRA
Home » Saurashtra » Latest News » Bhavnagar City » Saurashtra Samachar Newspaper

સૌરાષ્ટ્ર સમાચાર તટસ્થતા અને વિશ્વસનિયતાને કારણે મોખરે

Bhaskar News, Bhavnagar | Aug 17, 2010, 05:26AM IST
દિવ્ય ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર સમાચારે તટસ્થતા, વિશ્વસનિયતા અને હકારાત્મક પત્રકારત્વ જાળવી રાખી વિકાસના પંથે સતત આગેકૂચ કરી છે. આથી જ હરિફાઈના આ યુગમાં સૌરાષ્ટ્ર સમાચારે લોક હૃદયમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે તેમ અક્ષરવાડીના કોઠારી સ્વામિ પૂ. સોમપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકના ૧૮માં વાર્ષિક ગ્રાહક ઈનામી ડ્રોના યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાયેલા સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી પૂ. સોમપ્રકાશ સ્વામીએ ભાસ્કર ગ્રૂપ સાથેના જોડાણ બાદ સૌરાષ્ટ્ર સમાચારની ઓળખ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વધી છે તેમ ઉમેર્યું હતું.

શહેરના વિકાસના કોઈ પણ પ્રશ્નમાં સૌરાષ્ટ્ર સમાચારે પક્ષાપક્ષીથી પર રહીને, સામાન્ય જનસમૂહનો સાથ નિભાવી સફળતા મેળવી છે અને ભાસ્કર ગ્રૂપ સાથે જોડાણ બાદ તો સૌરાષ્ટ્ર સમાચારમાં સોનામાં સોનું ભળ્યું છે તેમ સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી પ્રતાપભાઈ શાહે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પંકજભાઈ પંડયાએ ભાસ્કર સાથેના જોડાણ બાદ કેરેટ બાદ કવોલિટી પણ સુધરી છે અને ભાવનગરના હિતની વાતોમાં આ અખબારે હંમેશા અંગત રસ લીધો હોય લોકોએ પોતાનું ગણ્યુ છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.ડી.બી. રાણીંગાએ જણાવ્યું હતું કે આ અખબારે શાખ અને ધાક, બન્ને જમાવી છે અનેક સંઘર્ષો બાદ સૌરાષ્ટ્ર સમાચારે પરિવર્તન સાથે કદમ મિલાવી સફળતા મેળવી છે.

સૌરાષ્ટ્ર સમાચાર અને દિવ્ય ભાસ્કરના જોડાણ બાદ આ અખબારે સાતત્યસભર પ્રગતિ કરી છે તેમ પ્રદેશ ભાજપ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવી લડાઈ, ભૂકંપ, પૂર સહિતની અનેક આપત્તિવેળાએ આ અખબારે લોકોને જાગૃત કરી સરાહનીય સેવા કરી છે તેમ ઉમેર્યું હતું.

ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર ઝોનના જી.એમ. સંજય ગોર અને સરક્યુલેશન હેડ પવન ગુપ્તાએ સૌરાષ્ટ્ર સમાચારને સમગ્ર ભાસ્કર જુથનો અવાજ ગણાવી ભાવિ વિકાસની યોજનાઓ જાહેર કરી હતી.

દિવ્ય ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર ઝોનના એકઝીકયુટીવ એડિટર કાનાભાઈ બાંટવાએ સૌરાષ્ટ્ર સમાચારમાં સોનામાં ભાસ્કર ગ્રૂપની સુગંધ ભળ્યા બાદ હવે હીરા જડવાનું કામ શરૂ કરાયું છે ત્યારે આ માત્ર છાપું જ નથી પણ લોકોના હૈયામાં સ્થાન જમાવી ચૂકેલી એક વિશ્વસનિય બ્રાન્ડ છે તેથી તેની પ્રગતિ કોઈ રોકી શકે નહીં તેમ જણાવ્યું હતું.

જ્યુરીના બે સભ્યો બી.પી. જાગાણી અને ઈન્દુભા ગોહિલે ભાસ્કર ગ્રૂપ સાથે મિલન બાદ સૌરાષ્ટ્ર સમાચારના સોનારૂપી કલેવરમાં સુગંધ ભળી છે અને આ અખબારે સતત લોક પ્રશ્નોની વાચા આપી છે કોઈ ભેદભાવ રાખ્યા વગર સનસનાટી નહીં પણ સંવેદના ઉભી થાય એવા સમાચાર આ અખબારે પ્રસિધ્ધ કર્યા છે. ધર્મ, શિક્ષણ, જીવન ઘડતર અને જ્ઞાન-વિજ્ઞાનના સમાચારોમાં આ અખબાર અન્ય કરતાં હંમેશા આગળ રહ્યું છે તેમ જણાવ્યું હતું. મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરના મેહુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. એજન્ટ રજનીભાઈ વ્યાસ અને દિનેશભાઈ ટાઢાએ અખબારના વ્યવસ્થાપનની નીતિને બિરદાવી હતી.

આ કાર્યક્રમના આરંભે પ્રાર્થના કરાયેલી જેમાં શામલ મહેતાના સ્વરને કી-બોર્ડ પર દિવ્યાંગ ત્રિવેદી અને તબલા પર કાર્તિક પંડયાએ સંગત આપી હતી બાદમાં શાબ્દિક સ્વાગત કરતાં સૌરાષ્ટ્ર સમાચારના ડેપ્યુટી એડીટર તારકભાઈ શાહે વિતરકો દ્વારા કરાતી વિકટ કામગીરીને બિરદાવી હતી. ડ્રો અંગે માહિતી સરકયુલેશન મેનેજર દેવેન્દ્રભાઈ ભટ્ટે આપી હતી. સફળ સંચાલન સુમિત ઠક્કરે કર્યું તો આભારવિધી સૌરાષ્ટ્ર સમાચારના યુનિટ હેડ રાજેન્દ્રર યાદવે કરી હતી.

નેનો કારના ભાગ્યશાળી વિજેતાના નામની જાહેરાત વેળાએ ભારે ઈન્તેજારી

આ સમારોહમાં ઉપસ્થિતોની ઈન્તેજારી વચ્ચે પૂ. સોમપ્રકાશ સ્વામીનાં હસ્તે ૧૮મી વાર્ષિક ગ્રાહક ઈનામી ડ્રોના શહેર અને ગ્રામ્ય વિસ્તારના નેનો કારના એક-એક ભાગ્યશાળી વિજેતાની કૂપન ખેંચવામાં આવી હતી. જેમાં શહેર કક્ષાએ મહેશભાઈ દૂધરેજીયા (નં.૬૩૯૨૪) અને ગ્રામ્ય કક્ષાએ સિદસરના હરજીભાઈ ધૂડાભાઈ ચૌહાણ (નં. ૮૫૬૧૨). નેનો કારના વિેજતા જાહેર થયા હતાં.
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
3 + 1

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jeevan Mantra

 


Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment