એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં રવાને સતત હલાવતાં રહી બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. તેમાં કેસર મિક્સ કરો. હવે તેમાં સમારેલું પાઇનેપલ નાખીને બે-ત્રણ મિનિટ ફરી ફરી શેકો. બે કપ પાણી રેડીને ઢાંકી દો અને મધ્યમ આંચે બે-ત્રણ મિનિટ રહેવા દો. ખાંડ નાખીને બધું પાણી શોષાઇ જાય ત્યાં સુધી હલાવીને મિક્સ કરો. શીરો બરાબર તૈયાર થઇ જાય એટલે કાજુ અને બદામ ઉમેરી ગરમ જ ખાવ.