આસો માસની અમાસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર ભારતીય સભ્યતા, સંસ્કૃતિનો એક મુખ્ય તહેવાર છે. દિવાળીનો તહેવાર ઉજવવા પાછળ અનેક કથાઓ અને લોકકથાઓ પ્રચલિત છે પરંતુ તે બધાની પાછળનો સાર એક જ છે બુરાઈ ઉપર અચ્છાઇની જીત, સત્ય ઉપર અસત્યની જીત. આ વર્ષે આ તહેવાર 26મી ઓક્ટોબરે છે.
દિવાળી વાસ્તવમાં એક તહેવાર નથી પણ આ તહેવારોનો સમૂહ છે. દિવળીનો તહેવાર 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. સૌથી પહેલા આસો માસની તેરસે ધનતેરસનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. તેના બીજા દિવસે યમરાજના નિમિત્ત નરક ચતુર્થી એટલે કાળી ચૌદશ મનાવવામાં આવે છે. કારતક શુક્લની એકમે હિન્દુઓનું નવું વર્ષ અને ગોવર્ધન પૂજા કરવામાં આવે છે તથા બીજના દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે.
પ્રાચીનકાળથી જ હિંદુ ધર્માવલંબી દિવાળીનો તહેવાર હર્ષોલ્લાસથી મનાવતા આવી રહ્યા છે. અમાસે ગાઢ અંધકારની વિરુદ્ધ નાના દિવડાઓ પ્રગટાવીને પ્રકાશના સંઘર્ષરૂપી સંદેશ આપવો તે જ આ તહેવારનો મૂળ ઉદ્દેશ્ય છે. આ અંધકારનો અર્થ મનની અંદર નકારાત્મક ભાવો સાથે છે તો દીવા તેના મનમાં છુપાયેલ સકારાત્મક ભાવોનું પ્રતીક છે. દિવાળીનો પર્વ જો ભારતીય સંસ્કૃતિની અસ્મીતાનું પ્રતીક કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.