તેલંગાણામાં ટીઆરએસનો ભવ્ય વિજય થાય તે માટે વિદ્યાર્થીએ આત્મદહન કર્યું હતું. તેણે માનતા માની હતીકે, જો તેલંગાણા રાષ્ટ્ર સમિતિનો જવલંત વિજય થશે તો તે આત્મહત્યા કરશે.
તેણે ઓસ્માનિયા યુનિ. ના કેમ્પસમાં આત્મહત્યા કરી હતી. ઇશાન રેડ્ડી એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને માનતા માની હતીકે, જો ટીઆરએસનો વિજય થયો તો તે આત્મહત્યા કરશે. તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં બારમાંથી અગ્યાર બેઠકો ટીઆરએસને મળતા ઇશાને તેની માનતા પૂરી કરી હતી. આ મતલબની એક અંતિમ નોંધ પણ તેની લાશ પાસેથી મળી આવી હતી.
ઉલ્લેખનીય છેકે, આ વર્ષે ત્રણ વિદ્યાર્થીઓ અલગ તેલંગાણાની માગને લઇને આત્મહત્યા કરી ચૂક્યા છે. જ્યારે તેલંગાણા વિસ્તારમાં કુલ ત્રણસો જેટલા લોકો અલગ તેલંગાણની માગને લઇને પ્રાણ આપી ચૂક્યા છે.