Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

કલાને મળ્યો નવો આયામ

 
Source: City Reporter, Ahmedabad   |   Last Updated 5:44 AM [IST](28/08/2010)
 
 
 
 
 
શહેરના કલા જગતને એક્સાથે મળશે ત્રણ ગિફ્ટ

કલાપ્રેમી અમદાવાદ અને કલાની દિલથી કદર કરનારા શહેરીજનો માટે રવિવારનો દિવસ ઘણો યાદગાર રહેશે. ઝડપથી વિકસતા આ શહેરમાં મોટાપાયે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અન્ય નાના કાર્યક્રમો માટે પ્લેસ મળવું ઘણું મુશ્કેલ થઇ રહ્યું છે પણ શહેરના રાયખડ વિસ્તારમાં કાદરી રોડ પર આવેલું જયશંકર સુંદરી નાટ્યગૃહ હવે સંપૂર્ણપણે રિનોવેટ થઇ ગયું છે.

૧૯૭૬માં નિર્માણ પામેલા જયશંકર સુંદરી નાટ્યગૃહે પોતાના ઉરમાં કલાના અનેક ઈતિહાસ સાચવ્યા છે. ઐતિહાસિક હા‹લની બદતર હાલત જોઇને રાજ્ય સરકારે તેને રિનોવેટ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે રિનોવેટ થઇ તૈયાર થઇ ગયેલા હા‹લમાં કેટલીક નવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે.

રવિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ હા‹લનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ પહેલાં નાટ્યગૃહમાં માત્ર એક મિની થિયેટર હતું, પણ હવે તેની સંખ્યા વધીને ત્રણ થઇ જશે. જેથી ત્રણ કાર્યક્રમોનું એક સાથે આયોજન ગોઠવવું સરળ બનશે.

૮૨૨ લોકોની ક્ષમતા ધરાવતું વિશાળ ગૃહ

નાટ્યગૃહ સંપૂર્ણરીતે એરકન્ડશિન્ડ અને ફુલ્લી ફેસિલિટેડ છે. ૮૨૨ પ્રેક્ષકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતા આ ગૃહમાં ૨૦૦૦ સ્કેવર ફૂટનો મંચ બનાવવામાં આવ્યો છે. સેલિબ્રિટી સાથે ચર્ચા વિચારણા કરવા માટે એક કોન્ફરન્સ રૂમ પણ છે. આ ઉપરાંત બહારગામથી આવનારા કલાકારો અને તેના ગ્રૂપને રહેવા માટે છ રૂમ અને બે ડોરમેટરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

એરકન્ડીશન્ડ આર્ટ ગેલરી

શહેરમાં રોજબરોજ સ્થાનિક તેમજ બહારગામના કલાકારો માટે એક્ઝિબશિન યોજાતા રહે છે. આ વાતને જ ધ્યાનમાં લઇને રવિશંકર કલાભવનના ગ્રાઉન્ડફ્લોરમાં એક એરકન્ડશિન આર્ટ ગેલરી બનાવવામાં આવી છે. જેમાં ગુજરાતના પ્રખ્યાત ચિત્રકારોના ૫૦થી પણ વધુ દુર્લભ ચિત્રો રખાયાં છે. સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવેલી આ સૌ પ્રથમ એરકન્ડશિન્ડ ગેલરી છે.

સર્વસુવિધાયુક્ત ઓડિટોરિયમ

કલા ભવનનાં છઠ્ઠા માળે કલા સંબંધિત લેક્ચર, સેમિનાર અને સભા યોજવા માટે આ‹ડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ આ‹ડિટોરિયમનું નામ ‘સંસ્કૃતિ’ રાખવામાં આવ્યું છે. આ નામ રાખવા પાછળ સદીના મહાન કવિ ઉમાશંકર જોશી નિમિત્ત છે અને હા‹લ તેમને સમર્પિત કરવામાં આવ્યો છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.