Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

અમદાવાદ, વડોદરા અને સુરતમાં મેઘરાજાનું રૌદ્રરૂપ

 
Source: Ketan Dave, Ahmedabad   |   Last Updated 3:45 PM [IST](09/09/2010)
 
 
 
 
 

આજે સવારથીજ અમદાવાદ, સુરત અને વડોદરામાં વીજળીના કડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી હતી, સવારે જ ભારે વરસાદ તૂટી પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. વહેલી સવારે જ કામ ધંધે જવા નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ચાલુ વર્ષે મેઘરાજાએ સત્તાવાર ચોમાસા કરતાં પણ વહેલી એન્ટ્રી કરી દેતાં રાજ્યભરના લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. પરંતુ ત્યાર બાદ ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બીજી ઇનીંગ શરૂ કરી દેતાં રાજ્યભરમાં સારોએવો વરસાદ નોંધયો હતો જે મેઘમહેર હજુ સુધી યથાવત છે.

અમદાવાદ શહેર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચાલુ વર્ષે લગભગ સો ટકા જેટલો વરસાદ થઇ ગયો છે. અને હજુ પર નિયમીત વરસાદ વરસતો હોવાથી ખેડુતોમાં ખુશી જોવા મળે છે.

સારા વરસાદનને લીધે મોટાભાગના સરોવર, તળાવો તથા ડેમ અને ચેક ડેમ પાણીથી ભરાઇ જતાં વર્ષ દરમિયાન પાણીની સમસ્યા થવાની શક્યતા પણ ઘટી છે.

છેલ્લા ચારેક દિવસથી રોજ શહેરમાં વરસાદ પડતાં સહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.તેમાય વળી આજે સવારથીજ વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. સવારે સાતેક વાગ્યેજ એકાએક વીજળીના કડાકા શરૂ થઇ ગયા હતા અને ત્યારબાદ વરસાદ તુટી પડ્યો હતો.

વડોદરામાં વહેલી સવારે એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો

વડોદરા: સ્કૂલો બંધ કરવી પડી : પરીક્ષા મુલતવી રહી : નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર : પાવીજેતપુરમાં ચાર અને સાવલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ : ભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે સવારે વીજળીના કડાકાને ભડાકા સાથે વરસાદ સતત ચાલુ

વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગુરુવારે વહેલી સવારે એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો હતો.ભારે વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા.

ભારેથી અતભિારે વરસાદની આગાહીની વચ્ચે ગઇકાલથી વરસાદનુ આક્રમણ શરૂ થયું હતું. ગત મોડી રાતે વરસાદે થોડા સમય માટે વિરામ લેતાં જિલ્લા તંત્ર અને પ્રજાજનોએ હાશ અનુભવી હતી.

પરંતુ,ફરીથી બીજી ઇનિંગ્સમાં ધમાકેદાર એન્ટ્રી લેતાં ગુરુવારે સવારથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદના પગલે પરીક્ષા હોવાથી બાળકોને સ્કૂલે મોકલવા કે કેમ તે અંગે વાલીઓ અવઢવમાં મૂકાઇ ગયા હતા. જોકે, મોટા ભાગની સ્કૂલોમાં આજે પરીક્ષા મુલતવી કરીને રજા જાહેર કરી દેવામાં આવતાં બાળકો ઘરે પરત ફયાઁ હતા.

તેવી જ રીતે,શહેરની સાથોસાથ જિલ્લામાં પણ મેઘરાજાનુ સામ્રાજ્ય યથાવત્ રહ્યું હતું. સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે, આજે સવારે આઠ વાગે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન છોટાઉદેપુરમાં ૧૬ મીમી,ડભોઇમાં ૧૦મીમી,પાવીજેતપુરમાં ૧૦૮ મીમી,કરજણમાં ૧૫ મીમી, કવાંટમાં ૨૨ મીમી,નસવાડીમાં ૧૦ મીમી, પાદરામાં બે મીમી,સંખેડામાં ૩૩ મીમી, સાવલીમાં ૮૭ મીમી, શિનોરમાં૪૨મીમી, વાઘોડિયામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો હતો.

આજે સવારે છ વાગ્યા સુધીમાં વડોદરામાં માત્ર ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો પણ મેઘરાજાની સવારે ધમાકેદાર બેટિંગના કારણે એક કલાકમાં બે ઇંચ વરસાદ થયો હતો.

સુરતમાં પણ ભારે વરસાદ

સુરતમાં પણ મોડી રાત્રીના બે વાગ્યાથી પડી રહેલ ધોધમાર વરસાદ આજે વહેલી સવારથી પણ ચાલુ છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને  સુરતવાસીઓ જાણે ઘરમાં કેદ થઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. અનરાધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન પર પણ માઠી અસર પહોંચી છે.



 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.