ફેશન અને બ્યુટીસાથે જોડાયેલું મેગેઝીન 'ફેમિના' એ પોતાની 51મી વર્ષગાંઠને ખાસ બનાવવા માટેના ભરપૂર પ્રયત્નો કર્યા હતા. વાચકો માટે બુક સ્ટોલો પર હાજર મેગેઝીનનાં ખાસ અંકના કવર ઉપર બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો ખુબસુંદર ફોટો મુકવામાં આવ્યો છે જ્યારે અંદરનાં પન્નાઓમાં ફેશન, સ્ટાઇલ, બ્યુટી અને રિલેશનસિપ્સ ઉપરાંત અન્ય બાબતો સાથે જોડાયેલી ઘણી બધી માહિતી આપવામાં આવી છે.
ફેમિનાનો આ અંક ગત 51 વર્ષો દરમિયાનની રસપ્રદ કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપે છે. અને આજના જમાનાની કેટલીક ખૂબસૂરત સ્ત્રીઓની વાત રજુ કરે છે.
વર્લ્ડ વાઇડ મીડિયાના સીઇઓ તરૂણ રાયના કહેવા પ્રમાણે 'સાડા ચારસો પન્નાનો આ અંક પાછલા દશકાઓની સ્ત્રીઓને સમર્પિત છે. જેમાં ફેમિનામાં થયેલા સમય-સમયના બદલાવ અને પાછલા 51 વર્ષોની તેની ઓળખની એક જલક જોવા મળે છે'.
મેગેઝીનના ફેશન અને સ્ટાઇલ સાથે જોડાયેલા વિભાગોમાં પહેલાનાં અને અત્યારના ટ્રેન્ડનીવાત કરવામાં આવી છે. 'Women Just Like You' ના વિભાગમાં તે મહિલાઓની વાત કરવામાં આવી છે જેઓએ પોતાના ક્ષેત્રમાં ઘણું નામ કર્યું છે. તેમાં એશ્વર્યા રાયનો પણ એક લેખ છે જેનું શિર્ષક છે 'A Letter to my 19 Year old self'.
ફેમિનાની એડિટર તાન્યા ચેતન્ય કહે છે 'કે ફેમિનાનો આ ખાસ અંક વાર્ષિક સંપત્તિ છે અને તેને સાચવીને રાખી શકાય. આમાં અમારૂં ઘ્યાન તે વસ્તુઓ રહેલું છે જેની ભવિષ્યવાણી દશકો પહેલા ફેમિનાએ કરી દીધી હતી અને આજ એ સાચી પડી રહી છે'.