સરકારે ખુલાશો કરી દિધો છે કે પ્રસાર ભારતી (ભારતીય પ્રસારણ નિગમ) અધિનિયમ 1990ને પુરો કરવામાં નહી આવે. સૂચના તેમજ પ્રસારણ મંત્રી અંબિકા સોનીએ કહ્યું કે 'દેશમાં સરકારી ક્ષેત્રના પ્રસારણકર્તાઓની ખૂબ જ જરૂર છે અને પ્રસાર ભારતીએ સરકારી પ્રસારણની ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવી છે'.ગત એપ્રીલમાં આકાશવાણી અને દૂરદર્શનના બે હજારથી વધુ કર્મચારીઓએ પ્રસાર ભારતી એક્ટને સમાપ્ત કરવાની માંગણીને લઇને આંદોલનો કર્યા હતા. જોકે ગત દિવસોમાં ગૃહમંત્રી પી. ચિદંમ્બરમની અધ્યક્ષતામાં મળેલી મંત્રીઓનાં સમૂહની બેઠકમાં પ્રસાર ભારતીથી જોડાયેલી બાબતો પર અધ્યન માટે બે સમિતિઓની રચના કરવાનું વિચારવામાં આવ્યું હતું. એક સમિતિ પ્રસાર ભારતી અઘિનિયમમાં જરૂરી સંશોધન પર વિચાર કરશે.
સોનીના મતાનુસાર જીઓએમે એમ પણ કહ્યું છે કે અધિનિયમમાં સંશોધનથી જોડાયેલી બાબત 30 સપ્ટેમ્બરે લેવામાં આવશે, કેમકે અન્ય મંત્રીઓની તપાસ પછી તેને કેબિનેટમાં રજુ કરી શકાય.
વધુમાં તેઓએ જણાવ્યું કે પ્રસાર ભારતી વિવિઘ કક્ષાનાં કર્મચારિયોની ભરતીને લઇને બોર્ડની રચના માટે વિચારણા કરી રહી છે. જીઓએમનું માનવું છે કે આ કામ આવતા મહિનાના અંત સુધિમાં પુરૂ કરી દેવામાં આવશે અને 31 ઓગષ્ટ સુધિમાં વિત્ત મંત્રાલયને મોકલી આપવામાં આવશે. જીઓએમ એ પણ કહ્યું કે પ્રસાર ભારતી તરફથી હાલના કર્મચારિયોની સ્થિતિ અને તેમની જરૂરિયાતથી જોડાયેલી એક સૂચી વિત્ત મંત્રાલયને મોકલી અપાઇ છે.