હિન્દી મનોરંજન ચેનલોમાં નવી ધારાવાહિકો અને તેમાં અવનવા પાત્રો આવવા છતા 'બાલિકા વધૂ'ની આનંદી દર્શકોની આજે પણ પ્રથમ પસંદ છે. જોકે સૌથી વઘું પસંગ થયેલા પાત્રોની સૂચીમાં ટોપટેનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
ગઇ વખતે બીજા નંબરે સૌથી વઘુ પસંદ થયેલી સાધના, ત્રીજા નંબરે રહેલી અક્ષરા, અને પાંચમાં નંબરે રહેલી ઇચ્છાનું સ્થાન ખસીને ક્રમશઃ 15માં, 11માં, અને 13માં સ્થાને ગયું છે.રિસર્ચ અને કન્સલ્ટિંગ કમ્પની ઑરમેક્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વે મૂજબ સૌથી વધુ પસંદ કરવામાં આવેલા નાના પડદાના પાત્રોની સૂચીમાં જીટીવીના પાંચ પાત્રો હતા જ્યારે ગઇ વખતે તેમની સંખ્યા માત્ર બે જ હતી. તે પાંચ પાત્રોમાં અર્ચના, માનવ, મન્નુ, રેમો, અને ટેરેંસનો સમાવેશ થાય છે.
સર્વે પ્રમાણે સર્વોત્તમ પસંદ કરાયેલા કુલ 251 મહોરામાં જી ટીવીના 27 ટકા પાત્રો સમાયા છે, જ્યારે કલર્સના 20 ટકા અને સ્ટાર પ્લસની 18 ટકા ભાગીદારી રહી હતી. આ રીતે જી ટીવીએ પસંદગીના પાત્રોની સૂચીમાં અન્ય ચેનલોને પાછળ કરી દિધી છે.
ઑરમેક્સ ઇન્ડિયા 'કેરેક્ટર્સ ઇન્ડિયા લવ્સ' નામથી આ સર્વે કરાવે છે જેમા ભારતીય ટીવી જગતના વિવિધ કલાકારોને પસંદ કરવામાં આવે છે. આ સર્વેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, લખનઉ, ઇન્દોર અને જલંધરના દર્શકોને લેવામાં આવે છે.