ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હી એનસીઆર નોઈડામાં પોતાનું ઘર બનાવવાનો નિર્ણય કર્યો છે. માહી હાજિપુરમાં બે પ્લોટ ખરીદ્યા છે. હવે ધોની અહિં પોતાના સપનાનું ઘર બનાવશે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની કોલકતા નાઈટ રાઈડર્સની વિરુદ્ધ ઈજાગ્રસ્ત થયો હતો તે દરમિયાન માહિએ જમીન ખરીદી હતી.
ધોની આમ્રપાલી સફાયરનો બ્રાંડ એમ્બેસેડર છે, જેના કારણે કંપની દ્વારા આપવામાં આવેલ એક પ્લોટનો માહી માલિક છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટનને નોઈડા એટલું ગમે છે કે ત્યાં બીજા બે પ્લોટ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
23 માર્ચે ધોની નોઈડા ઓથોરિટીની ઓફિસ પણ ગયો હતો. 450 વર્ગ મીટરના આ બે પ્લોટની કિંમત 50 લાખ રૂપિયા છે. ધોની દ્વારા ખરીદવામાં આવેલી જમીન નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વેની નજીક સેક્ટર 105માં સ્થિત છે.
ઉલ્લેખનીય છે કે ધોની પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, સબા કરીમ અને અજન જાડેજા અહિંયા પ્રોપર્ટી ખરીદી ચુક્યાં છે.