ભીંડાને પાણી વડે ઘોઇને સાફ કરો અને તેના ચીરા પાડો.ડુંગળીને જીણી સમારી નાખો. લાલ મરચાંનો પાવડર,ધાણાનો પાવડર,દાડમના દાણાનો પાવડર, ગરમ મસાલો ,હળદર અને મીંઠુ ચાર ચમચી મિક્સ કરી તેની પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ મિશ્રણને ભીંડામાં ભરી દો.ત્યારબાદ કડાઇમાં તેલ ગરમ કરો અને ડુંગળીને થોડીવાર સાંતળવા દો. ત્યારપછી તેમાં ભીંડા નાખી તેને ધીમા તાપે પાંચથી સાત મિનીટ સુધી તપાવો. ત્યારબાદ લીબું નીચોવી સર્વ કરો.