લેબનિઝ મૂળની અમેરિકાની સુંદરી રીમા ફકીહની વાઈલ્ડ લાઈફ સ્ટાઈલ આજે પણ યથાવત્ છે. મિસ યુએસએ રીમા આ જ લાઈફ સ્ટાઈલને કારણે પોતાના આ ખિતાબથી હાથ ધોવા પડ્યા હતા. મિસ યુએસએ 2011 કોમ્પિટિશન માટે લાસ વેગાસ આવેલી રીમાને છેલ્લા બે દિવસોમાં લેટ નાઈટ પાર્ટીઓમાં મસ્તી કરતા જોવામાં આવી હતી.
આ અંગે પુછતા તેણે કહ્યું હતું કે હું પણ એક માણસ છું. મને મસ્તી કરવાનો હક્ક છે. એક સૂત્રએ જણાવ્યુ હતુ કે મિસ યુએસએ 2011 માટે જેવા તમામ પ્રતિસ્પર્ધીઓ અને રીમા લાસ વેગાસ પહોંચ્યા કે રીમાએ પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા નીકળી પડી હતી. તે પાર્ટી પછી સવારે 4 વાગ્યે પાછી આવી હતી.
આગલા દિવસે તેને એક મોર્નિંગ ટોક શોમાં જવાનું હતું પરંતુ તે યોગ્ય સમયે નહોતી પહોંચી શકી. જ્યારે તેને મોડા પડવાનું કારણ પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે એલાર્મ સમય પર ન વાગ્યું એટલે તે શોમાં નહોતી જઈ શકી. આમપણ આ પહેલા પણ એક ટોક શોમાં રીમાએ ઈન્ટર્વ્યુ આપતા-આપતા જ સુઈ ગઈ હતી. ત્યારે પણ તે એક નાઈટક્લબમાં મસ્તી ક્રાય પછી શોમાં પહોંચી હતી અને મોડા પડવાના કારણ અંગે તેણે બહાના કાઢ્યા હતા.