Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Latest News >> International
 

ડોક્ટર ડેથ પર કેસ નહીં ચાલે

 
Source: Agency, London   |   Last Updated 9:38 PM [IST](27/06/2010)
 
 
 
 
 
તેનું કામ એવું હતું કે જેના કારણે તેનું નામ પડી ગયું ડો. ડેથ.તે અત્યાર સુધી 50 લોકોને આત્મહત્યા કરવામાં મદદ કરી ચૂક્યો છે. ઈંગ્લેન્ડમાં આ ગુનાની સજા 14 વર્ષની જેલ છે. તેમ છતાં, આ ડોક્ટર પર કોઈ કેસ નહીં ચાલે કેમ કે લોક અભિયોજન નિર્દેશકને આમાં જનહિત નથી લાગતું.

"મરવાનો અધિકાર" અભિયાનનાં સમર્થક ડો. માઈકલ ઈરવિનને લોક અભિયોજન નિર્દેશક કીર સ્ટાર્મરને પત્ર લખી આ બધું જણાવી સ્વીકાર્યું હતું. અને તેમને કેસ ચલાવવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. જો કે, સ્ટાર્મરે સ્પષ્ટતા કરી હતી કે કેસ નહીં ચાલે. શુક્રવારે ડો. ઈરવિને કાયદો બદલવો જ જોઈએ તેમ જણાવ્યું હતું.

લંડનનાં રહેનાર 58 વર્ષીય બિઝનેશમેન રેમન્ડ ક્યુટકેલ્વિન પૈંક્રિયાસનાં કેન્સરથી પીડિત હતાં. ઓપરેશન શક્ય ન હતું. તેમને આત્મહત્યા જ છુટકારો મેળવવાનો યોગ્ય માર્ગ લાગ્યો. આ માટે તે સ્વિટઝરલેન્ડ ગયાં.જ્યાં આત્મહત્યામાં મદદ કરવાને કાયદાકીય માન્યતા મળેલી છે.રેમન્ડની સાથે તેમનાં પાર્ટનર એલન રીસ અને ડો. ઈરવિન પણ ગયાં હતાં. જેનો ખર્ચ રીસ અને ઈરવિને જ ભોગવ્યો હતો. જ્યુરિચનાં ક્લીનિકમાં 28 ફેબ્રુઆરી 2007નાં રોજ તેમનું મૃત્યું થયું. આ મુદ્દો બે વર્ષ ચાલ્યો. રીસે એક અખબારમાં લેખ લખી ઘટનાની પુરેપુરી માહિતી આપી દીધી અને પોલીસને પણ બોલાવી લીધી.

પોલીસની તપાસમાં રીસ અને ડો. ઈરવિન બંને આત્મહત્યા કરવામાં મદદ કરવાનાં દોષી જણાયા. જો કે, લોક અભિયોજન નિર્દેશકની ધારણા પોલીસથી તદ્દન અલગ હતી. સ્ટાર્મરનાં મતે જનહિત માટે આ બંને વિરૂધ્ધ કેસ ચલાવવાનાં તેઓ પક્ષમાં નથી. રીસે સાચા સાથીની ફરજ નિભાવી હતી.

ડો.ઈરવિન પણ પોતાના વ્યક્તિગત લાભ માટે ગયાં ન હતાં. પોલીસ પૂછપરછમાં પણ તેમણે પૂરેપૂરો સહયોગ કર્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા દિશાનિર્દેશો પ્રમાણે 16 કારણ કેસ ચલાવવાનાં આધારે 6 બિંદુ એવા પણ છે જે કેસથી બચાવે છે. જેમાં.મદદગાર પર કેસ નહીં થાય.જેમાં, જો કોઈ સ્વૈચ્છિક અને સાર્વજનિક રીતે સ્વીકારી આત્મહત્યા માંગતી હોય.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.