Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Festivals of India >> Diwali >> Festival Significance
 

દિવાળીના શુભ મુહૂર્ત : શારદા-ચોપડા પૂજન

 
Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 11:57 PM [IST](25/10/2011)
 
 
 
 
 

જયોતિષાચાર્ય રઘુનાથભાઇ દવેએ જણાવ્યું કે ધનતેરસે મહાલક્ષ્મીજીની રાત્રિ, બીજી કાળીચૌદસ મહાકાળીજીની રાત્રિ અને ત્રીજી દિવાળીએ મહાસરસ્વતીજીની રાત્રિ. ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન કરવું. જો ત્રણ દિવસ પૂજન ન થાય તો દિવાળીના દિવસે, ત્રણે દેવીઓનું સ્થાપન-પૂજન કરવું, જેથી નવું વર્ષ સફળ રહે છે. જેના શુભ સમય આ મુજબ છે આ દિવસે શુદ્ધ દર્શ અમાસ છે.


૧. સવારે ૬.૪૨થી ૮.૨૩ સુધી વેપાર માટે ઉત્તમ તુલા લગ્ન, બુધ-ચંદ્રની હોરા, બુધ-શુક્ર-ગુરુ કેન્દ્રમાં યોગકર્તા(મેષ-સિંહ-ધન સિવાય) શ્રેષ્ઠ.


૨. સવારે ૮.૨૭થી ૧૦.૩૯ સ્થિર વૃશ્વિક લગ્ન. ગુરુની હોરા ઉત્તમ. (મેષ-સિંહ-ધન સિવાય)


૩. સવારે ૧૦.૫૧ થી ૧૨.૨૧ સુધી ધન લગ્ન. (વૃષભ-કન્યા-મકર રાશિ સિવાય)


૪. બપોરે ૧૨.૪૫થી ૧૪.૩૧ મકર લગ્ન. શુક્ર-બુધની હોરા શ્રેષ્ઠ. ગુરુ-ચંદ્ર-બુધ-શુક્રનો કેન્દ્રમાં રાજ્યોગ. (કુંભ-તુલા-મિથુન રાશિ સિવાય)


૫. બપોરે ૧૪.૪૭થી ૧૬.૦૪ સ્થિર બળવાન કુંભ લગ્ન.વેપારમાં વૃદ્ધિ કર્તા (કર્ક-વૃશ્વિક-મીન રાશિ સિવાય)


૬. સાંજે ૧૬.૦૭થી ૧૭.૩૭ મીન લગ્ન. ગુરુની હોરા (મેષ-સિંહ-ધન સિવાય)


૭. સાંજે ૧૭.૩૭થી ૧૯.૧૫ સુધી ગુરુ-શુક્ર-ચંદ્ર-બુધ કેન્દ્રમાં રાજ્યોગ કર્તા(વૃષભ-કન્યા-મકર રાશિ સિવાય)


૮. રાત્રે ૧૯.૧૫થી ૨૧.૧૩ સ્થિર બળવાન વૃષભ લગ્ન, શુક્ર-બુધની હોરા(મિથુન-તુલા-કુંભ રાશિ સિવાય)


૯. રાત્રે ૨૧.૧૩થી ૨૩.૨૬ મિથુન લગ્ન. બુધ-ચંદ્રની હોરાઓ.(કર્ક-વૃશ્વિક-મીન સિવાય)


૧૦. રાત્રે ૨૩.૩૧થી ૨૫.૪૩ કર્ક લગ્ન. ગુરુની હોરા(સિંહ-ધન-મેષ સિવાય)


૧૧. રાત્રે ૨૫.૪૫થી ૨૭.૫૫ સ્થિર બળવાન સિંહ લગ્ન. ધન સ્થાને શનિ યોગ કર્તા.(કન્યા-મકર-વૃષભ સિવાય)


૧૨. રાત્રે ૨૮.૦૦થી ૩૦.૦૦ કન્યા લગ્ન. બુધ-ચંદ્રની હોરાઓ(તુલા-કુંભ-મિથુન સિવાય).


 લક્ષ્મીજીને આ રીતે ઘરે બોલાવો મહાનિશા કાલ એટલે કે મધ્યરાત્રિએ ૧૨થી બે વાગ્યા વચ્ચે લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરો કુબેર યંત્ર, મોતી શંખ, દક્ષિણાવર્તી શંખ ગોમતી ચક્ર ઘરમાં રાખો દિવાળીની રાત્રે સિંહ લગ્નમાં શ્રીસૂકતનો પાઠ કરો દિવાળીના દિવસે કોઈ નિર્ધન પરિણીત સ્ત્રીને કંકુ સહિતની સામગ્રીનું દાન કરો દીવડો બન્ને હાથમાં લઈને તેમના ઘરના એવા સ્થળ પર આવી જાય જ્યાંથી આકાશ દેખાય. ત્યાં  મહાલક્ષ્મીજીને ઘરની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. ત્યારબાદ દીવડો લઈને સમગ્ર ઘરમાં ફરો. અંતે તેને પૂજાનાં સ્થળ પર રાખી દો. 


સ્થિર અને ચલ લગ્નમાં પૂજા જે સાધક લક્ષ્મીજીની મહત્તમ આવન-જાવન કે રોટેશન ઈચ્છતા હોય તેમણે ચલ લગ્ન કે ચલના સમયે પૂજા કરે. ચલ લગ્ન બપોરે ૧૨.૨૯થી ૨.૧૪ સુધી રહેશે. ત્યારબાદ બપોરે ૩.૦૦થી સાંજે ૪.૨૫ અને રાત્રે ૧૧.૦૫થી ૧.૨૦ સુધી. જે સાધક સ્થિર લક્ષ્મી ઈચ્છતા હોય તેમણે સ્થિર લગ્નમાં પૂજા કરવી જોઈએ. સ્થિર લગ્ન સવારે ૭.૪૪થી ૧૦.૦૧ સુધી અને બપોરે ૧.૫૧થી ૩.૨૨ સુધી તથા સાંજે ૬.૫૯થી રાત્રે ૮.૫૫ સુધી અને રાત્રે ૧.૨૨થી ૩.૨૩ સુધી રહેશે. 

<ȸ>  


લક્ષ્મીજીની આરતી ઓમ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતાતુમકો નિશિ દિન સેવત હર -વિષ્ણુ વિધાતા...ઓમ જય...ઉમા, રમા, બ્રહ્નાણી, તુમ હી જગ-માતાસૂર્ય-ચંદ્રમા ધ્યાવત, નારદ ઋષિ ગાતા...ઓમ જય...દુગૉ રૂપ નિરંજલિ, સુખ સંપત્તિ દાતાજો કોઈ તુમકો ધ્યાવત, રિદ્ધિ-સિદ્ધિ ધન પાતાતુમ પાતાલ નિવસની, તુમ હી શુભ દાતાકર્મ પ્રભાવ પ્રકાશિની, ભવનિધિ કી ત્રાતા...ઓમ જય...જિસ ઘર તુમ્હરે વાસા, તહં સબ સદ્ગુણ આતાસબ સંભવ હો જાતા, મન નહીં ગભરાતા....ઓમ જય...તુમ બિન યજ્ઞ ન હોવે, વસ્ત્ર ન હોય રાતાખાન-પાન કા વૈભવ, સબ તુમ સે આતા...ઓમ જય...શુભ-ગુણ-મંદિર સુંદર, ક્ષીરોદધિ જાતાકરત ચતુર્દશ, તુમ બિન કોઈ નહીં પાતા...ઓમ જય...મહાલક્ષ્મી કી આરતી, જો કોઈ નર ગાતાઉર આનંદ સમાતા, પાપ શમન હો જાતા ....ઓમ જય...(આરતી કરીને જળ વિધિ કરો અને પોતે આરતી લો, પૂજામાં સામેલ થયેલા તમામ લોકોને આરતી આપો અને પછી હાથ ધોઈ નાખો) 


 
 

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.