Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Festivals of India >> Diwali >> Recipes
 

દિવાળીની મજા મઠિયા વગર અધુરી, તો રેસીપી જાણો

 
Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 10:15 PM [IST](18/10/2011)
 
 
 
 
 
દિવાળીમાં બજારમાં તો અનેક પ્રકારના મઠિયા મળે છે પણ ગુજરાતી ગૃહિણીઓ જ્યાં સુધી ઘરે મઠિયા ન બનાવે ત્યાં સુધી તેમને સંતોષ નથી થતો. એટલા માટે જ તો જેમને મઠિયાની રેસીપી નથી ખબર તેમની માટે જ અમે સરળ રેસિપી લઈને આવ્યા છીએ. તો મઠિયા બનાવી દિવાળીની મજા માણો.

જરૂરી સામગ્રીઃ-

1.25 કિલો મઠનો લોટ
300 ગ્રામ અડદનો લોટ
150 ગ્રામ લીલા મરચા
6 ટેબલ સ્પૂન મીઠું
150 ગ્રામ ખાંડ
અજમો 2 ટી સ્પૂન
ચપટી હળદર
2 ટેબલ સ્પૂન સફેદ મરચું
તળવા માટે તેલ

બનાવવાની રીતઃ-

-સૌ પહેલાં મરચાને કટરમાં ક્રશ કરી લો
-એક કપ પાણીમાં ક્રશ કરેલું મરચું અને મીઠું ઉકાળો
-એક કપ પાણીમાં ખાંડ ઓગાળી લો
-બન્ને લોટ મિક્સ કરી લો અને તેમાં ખાંડનું પાણી અને મરચાનું પાણી મિક્સ કરી કઠણ લોટ બાંધો
-તેને બરાબર ખેચી અને કુટો લોટ નરમ પડી જવો જોઈએ
-લોટના એક સરખા લુવા પાડી લો અને તેને ઘી અને અડદના લોટમાં થોડા રગદોડી લો
-આ લુવાને તપેલીમાં ભરી એક કપડું ઢાકી લો
-હવે પાતળા પાતળા મઠિયા વણો અને ઉપરા ઉપરી મુકો જેથી તે સુકાઈ ન જાય
-આ મઠિયાને એક સરખો મધ્યમ આચ પર ગેસ રાખી બરાબર તળી લો.




 
 

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.