અમદાવાદના મણીનગર ખાતે ભૈરવનાથથી ઇસનપુર જતા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ ખોદકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને લીધે હાલ પુરતો એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ ઝડપીયુગમાં સમયનો બચાવ કરવા માટે અમદાવાદીઓએ પોતાની સાહસવૃતિના દર્શન આ રોડ પર કરાવ્યા હતા અને માટીના ઢગલાં પરથી પોતાના વ્હિકલ પસાર કરી રહ્યાં છે. (તસવીર- કલ્પિત ભચેચ)