buzz પ્રાઇવસીને લઇને ગૂગલના નવા બઝ (સોશ્યલ નેટવર્ક) પર ઘણા હુમલાઓ થઇ રહ્યા છે પરંતુ કંપની તેને હટાવવાનો ઇન્કાર કરી દીધો છે. તે ટૂંક સમયમાં જ તેનું સ્ટેન્ડઅલોન સાધન લોન્ચ કરશે જેમાં બઝની હાલની ખામીઓ દૂર કરાશે.
ફેસબુક અને ટ્વિટર જેવી સોશયલ સાઇટ્સને ટક્કર આપવા માટે બનાવામાં આવેલ બઝને જીમેલની સાથે મૂકવામાં આવી છે. કેટલાંક કિસ્સાઓમાં વેબ નિષ્ણાતોએ તેને ખૂબ જ વખાણી, પરંતુ સુરક્ષાના મુદે તે ખૂબ જ લાચાર છે. બઝનો કોન્ટેક્ટ નેટવર્ક પબ્લિક માટે ખુલ્લો છે અને અહિંથી જ પ્રાઇવસીને લઇને સૌથી મોટી મુશ્કેલી ઉભી થઇ રહી છે. વેબ સાથે જોડાયેલ સાઇટ્સમાં બતાવામાં આવ્યું છે કે ગૂગલના વાઇસ પ્રેસિડન્ટ બ્રેડલે હોરોવિટ્ઝ જીમેલથી બઝને હટાવાના પક્ષમાં હતા, પરંતુ કંપનીની તરફથી કહેવામાં આવ્યું છે કે તેને લોન્ચ કર્યાના એક સપ્તાહમાં જ 9 મિલિયન પોસ્ટ બઝને લઇને મળ્યા છે.
શું છે મુશ્કેલીઓ તે લોકોને સોશયલ નેટવર્કથી જોડવામાં નથી આવ્યા તે લોકો પણ તમારી સારી વાતો દેખી શકે છે. આ છે બઝની મુશ્કેલી. આ સિવાય તેમાં જિયોલોકેશન અથવા લોકેશનવેયર પણ જોડવામાં આવ્યા છે, જે આમ, તો સારી સુવિધા છે પરંતુ એ લોકો માટે સૌથી ખરાબ છે જેઓ પોતાના વર્તમાન લોકોશન બતાવવા માંગતા નથી. તેના ઉપયોગથી બચનાર લોકોનું કહેવું છે કે શહેરની જાણકારી સુધીની વાત હોય તો મુશ્કેલી ઓછી થતી પણ તેના પરથી એ પણ જાણી શકાય છે કે તમે ક્યાં શહેરના ક્યાં હિસ્સાના ક્યાં કાફેમાં બેઠા છો.
બઝને લઇને કોણે શું કહ્યું-યાહૂ: અમે દોઢ વર્ષ પહેલાં જ યાહૂ બઝ લોન્ચ કરી ચૂક્યા છીએ. અમારૂં બઝ લોકોને જોડવાનું અને ઓનલાઇન એક્ટિવિટથી લોકોને જોડવા માટે સારૂં છે. પ્રાઇવસીને લઇને અત્યારસુધીમાં અમારી પાસે એક પણ ફરિયાદ આવી નથી.માઇક્રોસોફટ: વ્યસ્ત લોકો માટે એ કંઇ ખાસ અગત્યનું નથી હોતું કે એક વધુ સોશયવ નેટવર્કિંગ વિકલ્પ આવી ગયો. હોટમેલ ગ્રાહકોને અમે ફ્લીકર, ફેસબુક અને ટ્વિટર ત્રણેય પર કામ કરવાની સુવિધા આપી રહ્યા છીએ.
શું છે સગવડતાજીમેલ ઇનબોક્સ: જીમેલનું બોક્સ તેના પરથી જોડાયેલું રહેશે. બઝ યુઝરને અલગથી ઇનબોક્સ ખોલીને નવા મેલ ખોલવાની જરૂર નહિં પડે. ફ્રેન્ડલિસ્ટઆ તમારા દ્વારા મોકલેલ ઇ-મેલના આધાર પર તમારૂં ફ્રેન્ડલિસ્ટ અપડેટ કરતું રહેશે. એ જ નહિં રેકમન્ડેડ બઝમાં તમારા મિત્રના મિત્ર દ્વારા કરવામાં આવેલ કન્ટેન્ટને જોઇ શકશો. મેલ કરતી વખતે તમને ફ્રેન્ડલિસ્ટમાંથી તમને સહાયતા પણ મળતી રહેશે.
ફાસ્ટ શેરિંગરિયલ ટાઇમ શેરિંગ અને અપડેટના લીધે તમને ઝડપથી ડેટા પ્રાપ્ત કરવાની આઝાદી મળી જાય છે. તેના દ્વારા ટ્વિટર, પિકાસા, ફ્લિકર અને ગૂગલ રીડરના ડેટા પણ સરળતાથી ઇમ્પોર્ટ કરી શકાશે.
અપડેટ લોકેશનઆઇફો અથવા જીપીઆરએસ, જીપીએસ મોબાઇલ માટે તમે તમારા અપડેટ લોકોશન મિત્રો સાથે શેયર કરવા સિવાય સીધા વીડિયો, ફોટો અને લિંક પણ શેયર કરી શકો છો.