Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Gujarati Recipes
 

ફરાળી દહીંવડા

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 12:05 AM [IST](02/09/2010)
 
 
 
 
 
સામગ્રી

સીંગદાણા, આદું, લીલાં મરચાં, કોથમીર, શિંગોડાનો લોટ, મીઠું, મરીનો પાઉડર, લીંબુ, ખાંડ, ખજૂર-આંબલિની ચટણી, લીલી ચટણી, દાડમ, બટાકા.

રીત

સીંગદાણાને નવશેકા પાણીમાં ત્રણ-ચાર કલાક પલાળવા. તેમાં જરૂર મુજબ મીઠું તથા લીંબુનો રસ ભેળવો. હવે પલાળેલા સીંગદાણાને બાફી લેવા. બાફેલી સીંગને મિક્સરમાં બરાબર ક્રશ કરો. તેમાં સમારેલાં આદુ-મરચાં, કોથમીર, લીંબુનો રસ, મીઠું તથા મરીનો પાઉડર ઉમેરવો.

હવે બટાકા બાફી લઇ તેનો માવો તૈયાર કરો. આ માવામાં મીઠું તથા શિંગોડાનો લોટ મિક્સ કરી તેમાંથી વડા બનાવી તેમાં ક્રશ કરેલા સીંગદાણાનું પૂરણ ભરવું. તે પછી તેને ફરી ગોળા વાળી અને તળી લેવા. આ વડાને સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેના ઉપર દહીં, ખાંડ, લીલી ચટણી, ખજૂર-આંબલિની ચટણી, કોથમીર તથા દાડમના દાણા નાખી સર્વ કરો.
નોંધ : આ વડાને પાણીમાં પલાળવાના નથી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.