Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Gujarati Recipes
 

ફરાળી ચકરી

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 1:19 AM [IST](31/08/2010)
 
 
 
 
 
સામગ્રી

બટાકા - ૨ નંગ

રાજગરાનો લોટ - ૧ વાટકી

શિંગોડાનો લોટ - ૧ વાટકી

મોરૈયાનો લોટ - અડધી વાટકી

મરચું - ૧ ચમચી

જીરું - ૧ ચમચી

ખાવાનો સોડા - ચપટી

મીઠું - સ્વાદ મુજબ

તેલ - તળવા માટે

રીત

બટાકાને બાફી, છોલીને છીણ બનાવો. આ છીણમાં રાજગરાનો, મોરૈયાનો અને શિંગોડાનો લોટ ભેળવો. તેમાં મીઠું, મરચું, જીરું અને ખાવાનો સોડા મિક્સ કરી ચકરી પડે એ રીતે માવો તૈયાર કરો. જો બટાકાનું મિશ્રણ હાથમાં ચોંટતું હોય તો હથેળીને સહેજ પાણીવાળી કરી ચકરી પડે એવું મિશ્રણ બનાવો. હવે ચકરી પાડવા માટેના સંચામાં આ મિશ્રણ ભરો. તેલ ગરમ મૂકી તેમાં સંચાથી ચકરી પાડો અને તળી લો. ઠંડી થાય એટલે એક ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખો. ચકરી આઠ-દસ દિવસ સુધી રહેશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.