જર્મનીના વિજ્ઞાનીઓએ એક એવું કમ્પ્યૂટર તૈયાર કર્યું છે જે ડેટા પ્રોસેસિંગ માટે બહુ ઓછી ઊર્જાનો ઉપયોગ કરે છે. આ કમ્પ્યૂટર બનાવવા માટે ઇન્ટેલના એટમ માઇક્રોપ્રોસેસરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો નોટબુકમાં ઉપયોગ કરવામાં આવે છે.
તેનાથી કમ્પ્યૂટરમાં સર્વર સિસ્ટમની સરખામણીમાં ઘણી ઓછી ઊર્જાનો વપરાશ થાય છે. તેમાં હાર્ડ ડિસ્કને બદલે સોલિડ સ્ટેટ ડિસ્ક (એસએસડી)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો ભાવ હજી નક્કી કરવામાં આવ્યો નથી.