દિવાળીમાં દરેકને નવા પ્રકારની મીઠાઈઓ ખાવાની ઈચ્છા થાય. જો તમે રૂટિન કરતા કંઈક અલગ સ્વીટ બનાવવા માગતા હોવ તો આ દિવાળીએ બનાવો, પનીરના લાડું.
પનીરની ડિશ તો તમને અનેક ખાધી જ હશે, પરંતુ તમે ક્યારેય પનીરના લાડું નહીં ખાધા હોય. લાડુનું નામ સાંભળતા જ તમારા મોમા પાણી છૂટી ગયું હશે સાથે જ હવે તેમને ખાવાની ઈચ્છા પણ થઈ ગઈ હશે. પણ હવે આ આસાન રીતથી બનાવો લાડુ તમારા ઘરે જ અને મન ભરીને ખાઓ અને દિવાળીમાં બધાને ખવડાવો એક અલગ સ્વીટ ડીશ. જાણો પનીરના લાડુ બનાવવાની રીત...
કાચા નારિયળને છીણી લો. પનીરના નાના-નાના ટુકડા કાપી લો. એક કડાઈમાં ખાંડ, પનીરના ટુકડા અને છીણેલા નારિયળને દૂધમાં નાખી ઘીમા તાપે રાખી ચમચાથી હલાવતા રહો. જ્યારે તેનું મિશ્રણ બરોબર ગાઢુ થવા લાગે ત્યારે સૂકા મેવાને નાના-નાના કાપીને અને ઇલાયચીના દાણાને ખાંડીને તેને મિશ્રણમાં નાખી દો. થોડીવાર સુધી ફરીથી કડછીથી હલાવો. પછી કડાઈને નીચે ઊતારી ઠંડુ થવા દો. જ્યારે આ મિશ્રણ થોડુ નરમ થઈ જાય ત્યારે તેના નાના-નાના લાડુ બનાવો. દરેક લાડુની ઉપર નાના-નાના કાપેલા મેવાઓનો પણ લાડુમાં લગાવી દો. લુક સારો આવશે. બસ પનીરના લાડું તૈયાર છે.
બસ, દિવાળી પહેલા જ એકવાર આ સ્વીટ-ડીશ બનાવીને ચાખી જુઓ એકવાર.