દર દિવાળીમાં મહેમાનોને સુવાળી- કાજુકતરી, ઘૂઘરા જેવી પેટન્ટ વસ્તુઓ ખવડાવીને થાકી ગયા હો તો આ દિવાળીમાં તમારા મહેમાનોને ઘરે ચોખ્ખા ઘીમાં બનાવેલા ઘઉં-નાળિયેરના લાડુ ખવડાવો. આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે.
સામગ્રી:1 કપ ઘઉંનો લોટ
1/4 કપ ચણાનો લોટ
1/2 કપ ખાંડ
1/4 કપ છીણેલુ નાળિયેર
1/4 કપ ડ્રાય ફ્રૂટ્સ (બદામ, કિસમિસ, કાજુ વગેરે)
1 કપ ઘી
રીત:
1. ઘીને ગરમ કરો.
2. હવે બન્ને લોટને ગરમ ઘીમાં ઉમેરો.
3. જ્યારે લોટ શેકાઈ જાય ત્યારે તેમાં છીણેલુ નાળિયેર અને સ્લાઈસ કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરો.
4. હવે આ મિશ્રણમાં ખાંડ ઉમેરો અને બરાબર હલાવીને મિક્સ કરો.
5. આ મિશ્રણને થોડુ ઠંડુ કરીને તેમાંથી ફટાફટ ગોળ લાડુ વાળી લો. તમે ઈચ્છો તો આ મિશ્રણને તેલ લગાડેલી એક થાળીમાં પાથરો અને પછી તેના ટુકડા કરી શકો છો.