Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Agriculture
 

કોબિજ-ફુલેવરનાં મુખ્ય રોગોનું નિયંત્રણ

 
Source: Bhaskar News, Mehsana   |   Last Updated 9:59 PM [IST](26/03/2010)
 
 
 
 
 
કોબીજ અને કોલીફલાવર એ શાકભાજી પાકોમાં અગત્યના પાકો છે. શિયાળુ શાકભાજીના પાકો પૈકી કોબીજ અને કોલીફલાવર મોખરાનું સ્થાન ધરાવે છે. આ પાકમાં આવતા વિવિધ રોગોના નિયંત્રણ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના પ્રા.બી.એચ.ટંડેલ જણાવે છે કે, ધરૂનો કોહવારો, કાળો કોહવારો, કલબ રૂટ રોગો મુખ્ય છે. આ ઉપરાંત પાનનાં ટપકાંનો રોગ તથા તળછારાનો રોગ નહિવત પ્રમાણમાં જોવા મળે છે.

ધરૂનો કોહવારો : સામાન્ય રીતે આ કેબીજ તથા કોલી ફલાવરના ધરૂ ઉછેર અવસ્થાએ આવતો મુખ્ય રોગ છે. જો તેને સમયસર અટકાવવામાં ન આવે તો કયારેક સમગ્ર ધરૂવાડીયું નાશ પામે છે અને ફેરરોપણી માટે ધરૂ પણ મળતું નથી.જમીનજન્ય ફૂગ (પિથીયમ) કેબીજ દ્બારા અને કોલી ફલાવરના ધરૂવાડિયામાં આવતો આ રોગ ઘણો સામાન્ય છે. આ રોગ જમીનમાં સ્ફૂરણ થતાં પહેલાં અને સ્ફૂરણ થયા બાદ જમીનમાંથી છોડ બહાર આવ્યા પછી એમ બે અવસ્થાએ આવે છે.

આ રોગથી બીનું સ્ફૂરણ થતાં પહેલાં જ જમીનમાં બી કહોવાઈ જતાં છોડ મળતા નથી. જ્યારે બીજનું સ્ફૂરણ થયા બાદ જમીનની બહાર છોડ આવતાં છોડ/ધરૂના જમીન સાથે અડતા થડના ભાગ ઉપર પાણીપોચા ડાઘ પડતાં થડ પોચું થઈ જતાં આખો છોડ ગબડી પડી નાશ પામે છે. રોગને સાનુકૂળ હવામાન મળતા આજે જોવા મળતું તંદુરસ્ત ધરૂ બીજા દિવસે કોહવાઈને આખું ધરૂવાડિયું નાશ પામે છે. આ રોગની શરૂઆત ધરૂવાડિયામાં નીચાણવાળી જગ્યાએથી થઈ સમગ્ર ધરૂવાડિયામાં રોગ ફેલાઈ જાય છે.

આ રોગના નિયંત્રણ માટે ધરૂવાડિયાની જગ્યાની ફેરબદલી કરવી, સારા નિતારવાળી જમીનની પસંદગી કરવી, ધરૂવાડિયામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી, ધરૂવાડિયું ગાદી કયારા બનાવી તૈયાર કરી બિયારણનો દર પ્રમાણસર રાખવો, મે માસમાં અઠવાડિયા સુધી જમીન ઉપર ૧પ માઈક્રોન જોડાઈનું પ્લાસ્ટિક પાથરી જમીનને તપાવવી, બિયારણને ફૂગનાશક દવા જેવી કે એપ્રોન રપ એસડી ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ દીઠ પટ આપી વાવણી કરવી, ધરૂઉછેર દરમયાન સતત વરસાદ પછી ઉઘાડ નીકળતા તરત જ ૬:૩:૧૦૦ નું બોર્ડોમિશ્રણ અથવા મેટાલેકઝીલ એમઝેડ દવા ૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી પ્રતિ ચો.મી. દીઠ ર લિટર પ્રમાણે જમીનમાં રેડવું.

કાળો કહોવારો : આ રોગ જીવાણુંથી થાય છે. ધરૂ અવસ્થાએ અને ખેતરમાં ફેરરોપણી બાદ પણ આવતો હોય છે. આ રોગના લક્ષણોમાં બીજમાંથી ઉગતા છોડના શરૂઆતના પાન પીળા પડી કાળાં થઈ જાય છે જે પરિપકવ થતા પહેલા લબડી પડી છેવટે ખરી પડતાં હોય છે. આ રોગની તીવ્રતા વધતા પાન સુકાઈ જાય છે. રોગગ્રસ્ત છોડ ઠીંગણો રહે છે. મુખ્ય લક્ષણોમાં પાનની ધાર ઉપર ‘વી‘ આકારે પાન સુકાઈ ધીરેધીરે પાન મુખ્ય નસ તરફ સુકાતું જાય છે નસો કાળી પડી જાય છે.

પાનનાં ટપકાં : આ રોગ ફૂગથી થાય છે. જેમાં ખાસ કરીને કેબીજ/કોલી ફલાવરના પાન ઉપર આછા કથ્થાઈથી ધેરા કથ્થાઈ રંગના ગોળ ટપકાં જોવા મળે છે. આ ટપકાંમાં ચક્રાકાર રેખા સ્પષ્ટ દેખાય છે. આ રોગની તીવ્રતા વધુ હોય તો પાન ઉપર ટપકાંની સંખ્યા તેમજ તેમનું કદ વધતાં છેવટે આવાં ટપકાં ભેગા થતાં પાન સુકાઈ જાય છે.

પાનનાં ટપકાંનાં નિયંત્રણ માટે લાંબા ગાળાના પાકની ફેરબદલી કરવી, રોગિષ્ટ છોડના અવશેષોનો બાળી નાશ કરવો, નીંદણોનો ખેતરની આજુબાજુથી નાશ કરવો, રોગની શરૂઆત જણાય કે તરત જ મેન્કોઝેબ ૦.ર„ના ૧ર થી ૧પ દિવસના ગાળે છંટકાવ કરવા.

કલબરૂટથી કોબિજના દડાનું કદ નાનું

કલબરૂટ : આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. આ રોગના લક્ષણો રોગ લાગુ પડયા બાદ ઘણા સમય બાદ દેખાય છે. રોગિષ્ટ છોડની વૃદ્ધિ કુંઠીત થતાં છોડ કદમાં નાનો દેખાય છે. આ રોગથી કોબીજના દડાનું કદ પણ નાનું રહે છે.

ઘણી વખત દડો પીળાશ પડતા રંગનો થયેલ જોવા મળે છે. રોગિષ્ટ છોડને ઉપાડીને જોતાં છોડના મૂળમાં વિકતિ જોવા મળે છે. મૂળ જાડું થઈ દળદારું બની જાય છે. સમય જતાં વિકતિ પામેલ મૂળમાં સડો લાગે છે. અને મૂળ કાળાં પડી જાય છે. રોગની તીવ્રતા વધતાં ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. અમ્લીય પ્રકારની જમીનમાં આ રોગની તીવ્રતા વધુ હોય છે.કલબરૂટ રોગ આવતાં પહેલા નિયંત્રણનાં યોગ્ય પગલાં લેવામાં આવે તો રોગને સફળતાથી અટકાવી શકાય છે. સારા નિતારવાળી રોગમુક્ત જમીનની પસંદગી કરવી, પાકની ફેરબદલી (લાંબા ગાળાની) કરવી, જમીનમાં ચૂનો ઉમેરી જમીનનો પી.એચ. ૭.ર જેટલો રાખવો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.