Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Festivals of India >> Diwali >> Pooja Process
 

દિવાળી ઉપર આવી રીતે કરો, લક્ષ્મી પૂજન

 
Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 9:18 PM [IST](11/10/2011)
 
 
 
 
 
દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનની તૈયારીઓ સાંજના સમયથી શરૂ કરો. એક ચોકી ઉપર માતા લક્ષ્મી અને ભગવાન શ્રીગણેશની મૂર્તિઓને એવી રીતે રાખો કે લક્ષ્મીની જમણી દિશામાં શ્રીગણેશ રહે અને તેમનું મુખ પૂર્વ દિશા તરફ રહે. તેની સામે બેસીને ચોખા ઉપર કળશની સ્થાપના કરો. વરુણના પ્રતીક આ કળશ ઉપર એક નારીયળ લાલ વસ્ત્રમાં લપેટી એવી રીતે રાખો કે તેનો આગળનો જ ભાગ જોવા મળે.

બે મોટા દીવા લઈ એકમાં ઘી અને બીજામાં તેલ ભરીને રાખો. એકને મૂર્તિઓના ચરણોમાં અને બીજાને ચોકીની જમણી તરફ રાખો. તે સિવાય એક નાનો દીવો ગણેશજીની પાસે રાખો. પછી શુભ મૂહુર્તના સમયે જળ, મૌલી, અબીર, ચંદન, ગુલાલ, ચોખા, ધૂપ, ગોળ, ફૂલ, ધાણી, નૈવધ વગેરે લઈ સૌથી પહેલા પવિત્રીકરણ કરો. પછી બધા જ દિવાઓને પ્રગટાવી તેને નમસ્કાર કરો. તેને ચોખા છોડી દો. પહેલા પુરુષ અને પછી સ્ત્રીઓ ગણેશજી, લક્ષ્મીજી અને અન્ય દેવી-દેવતાઓની વિધિવત ષોડ્શોપચાર પૂજા, શ્રી સૂક્ત, લક્ષ્મી સૂક્ત અને પુરુષ સૂક્તનો પાઠ કરો અને આરતી ઉતારો.

ચોપડા પૂજન કરી નવી લેખનીની શરૂઆત કરો. તેલના અનેક દીવા પ્રગટાવી ઘરના દરેક રૂમમાં, તિજોરીની પાસે, આંગણામાં, ગેલેરીમાં તેમાંજ ચારેય દિશામાં રાખો જેથી ક્યાંય પણ અંધારું ન રહે. મિઠાઈઓ, પકવાન, ખીર વગેરેનો ભોગ લગાવી બધાને પ્રસાદમાં વહેંચો. ઘરના બધા સદસ્યોએ પોતાનાથી ઉંમરમાં મોટા એવા વડીલ લોકોના પગ પડી આશીર્વાદ પ્રાપ્ત કરવા અને હર્ષોલ્લાસપૂર્વક આ તહેવાર સંપન્ન કરવો.




 
 

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.