સુરત અને તાપી જિલ્લો બહુદા આદિવાસી વસતિ ધરાવે છે. આ વિસ્તારમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. સુરત અને તાપી જિલ્લામાં સહકારી દૂધ મંડળીઓ થકી પશુપાલનનો વ્યવસાય ફૂલ્યો ફયો છે. આદિવાસી યુવાનો હવે જૂની પદ્ધતિ છોડીને નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી વધુ આવક મેળવતા થયા છે. જેના માટે પશુએ ધન સમાન છે. જેથી પશુના સ્વસ્થયની કાળજી રાખવી જરૂરી છે. પશુઓમાં સામાન્ય જોવા મળતાં રોગોમાં બાવલાનો રોગ, ચકરી, બોવાઈનસરા, ગળસુંઢો, ખરવા મોસવા જેવા રોગો સામે રક્ષણ મેળવવું જરૂરી છે. સાથેસાથે પશુ માટે બનાવેલ કોઢારમાં યોગ્ય હવા ઉજાસ અને ચોખ્ખાઈની વ્યવસ્થા જરૂરી.
બાવલાનો રોગ: બાવલાનો રોગ પશુ બાંધવાની જગ્યા સ્વરછ, ભીની થવાથી અતિશય ઠંડકવાળી જગ્યા, બાવલા પર ઈજા થવાથી અથવા આંચળ પર બચ્ચાના દાંત લાગવાથી આ રોગ થવાની સંભાવના રહે છે.
ચિન્હો : બાવલા પ સોજા આવે છે, અથવા સખત થવું, બાવલું ગરમ લાગવું, દૂધમાં લોહી, પરુ, ફોદા કે પાણી જેવું દુધ નીકળે છે.
ઉપાય : બા ઈજાઓ અટકાવો, ઝડપથી પુરેપુરુ દોધ દોહી લેવું, દૂધ દોહતા પહેલા સ્વચ્છ પાણીથી સાફ કરી કોરું કરી દોહી લીધા બાદ સ્વચ્છ પાણીથી સાફ કરો. દૂધ દોહનારના હાથ સ્વચ્છ પાણી સાફ કરો. દૂધ દોહનારા હાથ સ્વચ્છ હોવા જરૂરી છે. જે આંચળમાં રોગ હોય તે આંચળ છેલ્લા અગલ વાંસણમાં દોહવું. આંચળ હાલમાં ઉપલબ્ધ યોગ્ય દવાના દ્રાવણમાં બોળવાનું ચાલુ કરો. કોઠારૂ સ્વચ્છ સૂકુ તથા સમયે સમય ગાંગડા ચૂનાના પાવડર છંટકાવ કરો. દો બાદ પશુને ૨૦ મીટર સુધી બેસવા દેવું નહીં.