Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> Cricket1
 

માહીના ‘કિંગ્સ’નો સુપર વિજય

 
Source: Web Tycoons, Ahmedabad   |   Last Updated 3:24 PM [IST](31/03/2010)
 
 
 
 
 

ઓપનર મુરલી વિજયના શાનદાર ૭૮ રન તથા અંતિમ ઓવર્સમાં સુરેશ રૈનાએ કરેલી મેચવિનિંગ બેટિંગની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે ચિદમ્બરમ્ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલ-૩ની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને એક ઓવર બાકી રાખીને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો.


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બેંગલોરની ટીમના ચાર વિકેટે ૧૬૧ રનના જવાબમાં ચેન્નાઈની ટીમે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૬ રન બનાવીને સેમિફાઇનલમાં પ્રવેશવાની પોતાની આશા જીવંત રાખી હતી. મુરલી વિજયને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


પરાજયની હારમાળા અટકાવવાના નિર્ધાર સામે મેદાને પડેલા મુરલી વિજય અને મેથ્યુ હેડને સાતમી ઓવરમાં બેંગલોરના સુકાની કુંબલેએ ભાગીદારી તોડી તે પહેલા સાત ઓવરમાં ૬૧ રન સ્કોરબોર્ડ પર નોંધાવી દીધા હતા. આ ભાગીદારીમાં હેડનનું માત્ર ૧૨ રનનું યોગદાન રહ્યું હતું.


ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત રમી રહેલા ઇંગ્લેન્ડના કેવિન પીટરસને ૧૧મી ઓવરમાં મુરલી વિજયને પેવેલિયન પરત મોકલ્યો તે પહેલાં ઓપનરે પોતાની ટીમ માટે વિજયનો પાયો નાખી દીધો હતો. મુરલીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરીને ૩૯ બોલમાં ચાર બાઉન્ડ્રી અને છ સિક્સર વડે ૭૮ રન ફટકાર્યા હતા.
 
સુકાની ધોની ૧૯ બોલમાં માત્ર ૧૪ રન બનાવીને આઉટ થયો હતો. ધોની બાદ મોર્કેલ (૧) અને બદ્રીનાથ (૭) પણ નવ રનના ગાળામાં પેવેલિયન પરત ફરતા ચેન્નાઈ મેચ ગુમાવશે તેવું લાગી રહ્યું હતું પરંતુ રૈનાએ સહેજ પણ દબાણમાં આવ્યા વિના ધીરજથી બેટિંગ કરવાનું ચાલુ રાખીને ગણપતિના સમર્થન વડે એક ઓવર બાકી રાખીને પોતાની ટીમના વિજયને નિશ્ચિત કર્યો હતો. રૈનાએ ૩૫ બોલમાં ચાર બાઉન્ડ્રી અને એક સિક્સર વડે અણનમ ૪૪ રનનું યોગદાન આપ્યું હતું.


અગાઉ સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર કાલિસની અડધી સદી અને ટોચના બેટ્સમેનોએ આપેલા મહત્ત્વપૂર્ણ યોગદાનની મદદથી બેંગલોરની ટીમ ચાર વિકેટે ૧૬૧ રનનો સન્માનજનક સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. પાંડે (૫)ના આઉટ થયા બાદ કાલિસ અને ઉથપ્પાએ (૨૧) બીજી વિકેટ માટે ૪૨ રનની ભાગીદારી નોંધાવી હતી.


વિરાટ કોહલીએ ૨૪ બોલમાં ૩૪ રન બનાવવા ઉપરાંત કાલિસ સાથે ત્રીજી વિકેટ માટે ૬૦ રન ઉમેર્યા હતા. મઘ્યમ હરોળમાં પીટરસને ૧૪ બોલમાં ૨૩ તથા વ્હાઇટે ૧૩ બોલમાં ૨૧ રનનું યોગદાન આપ્યું હતું.

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.