વાયરલેસ ઇન્ડસ્ટ્રીઝ ટ્રેડ ગ્રુપ પાસેથી મળેલી વિગતો અનુસાર ગયા વર્ષના છેલ્લા છ મહિનામાં અમેરિકામાં મોબાઇલ ફોન ઉપયોગકર્તાઓએ રોજના સરેરાશ પાંચ બિલિયન એસએમએસ(ટેક્સ મેસેજીસ) સાથે વર્ષ ૨૦૦૯માં કુલ ૧.૫ ટ્રિલીયન એસએમએસ મોકલ્યા છે.
ધ વાયરલેસ એસોસિએશન સીટીઆઇએ કરેલા તેના અર્ધવાર્ષિક સર્વેમાં જણાવાયું છે કે એસએમએસની લોકપ્રિયતામાં પ્રચંડ વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૦૯ના છેલ્લા છ માસ દરમિયાન કેરિયર્સ નેટવર્કસ પર ૮૨૨ અબજ કરતાં પણ વધુ એસએમએસ મોકલવામાં કે રિસીવ કરવામાં આવ્યા છે.
એનો અર્થ એકે દરરોજ લગભગ પાંચ અબજ ટેક્સ મેસેજની આપ-લે થતી હતી. તેમણે જણાવ્યું હતું કે ૨૦૦૯ કેલેન્ડર વર્ષ દરમિયાન કેરિયર્સ નેટવર્કસ પર ૧.૫ ટ્રિલીયન કરતાં પણ વધુ એસએમએસ નોંધાયા છે.
વાયરલેસ ઉપયોગકર્તાઓએ, તેમના મોબાઇલ દ્વારા પિકચર્સ અને અન્ય મલ્ટીમીડિયા મેસેજ પણ મોકલ્યા છે. વર્ષ ૨૦૦૯ના છેલ્લા છ મહિનામાં ૨૪.૨ અબજ એમએમએસ મેસેજ મોકલ્યા હતા..
જે ગયા વર્ષની સરખામણીમાં બેગણા વધારે છે. વર્ષ ૨૦૦૮ના છેલ્લા છ માસમાં માત્ર ૯.૩ બિલિયન એમએમએસ નોંધાયા હતા. ૯૧ ટકા અમેરિકનો પાસે વાયરલેસ જોડાણ છે.
એસએમએસ ધમાલ
- ૨૦૦૯માં કુલ ૧.૫ ટ્રિલીયન એસએમએસ
- દરરોજ પાંચ અબજ મેસેજની આપ-લે
- ૨૦૦૯ના છેલ્લા છ માસમાં
- ૨૪.૨ અબજ એમએમએસ
- ૨૮.૫ કરોડથી વધુ વાયરલેસ જોડાણ
સ્પામ મોકલવામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
હ્યુસ્ટન : ભારતીયો વિશ્વમાં બીજા નંબરના સૌથી મોટા સ્પામ ઓરિજિનેટર છે. ભારતીય આઈપી એડ્રેસ પરથી વિશ્વભરમાં ૧૦.૯૮ ટકા સ્પામ મોકલવામાં આવ્યા હોવાનું તાજેતરમાં એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે.