વ્યવસાયે એ મહિલા ડોક્ટર હતી. પરંતુ તેને ક્યાં ખબર હતી કે આજે તેનું મોત થવાનું છે, અને એ પણ એવી રીતે કે જેને જોતાની સાથે રુંવાડા ઉભા થઈ જાય. કેલિફોર્નિયામાં એક પ્રેમિકા પોતાના પ્રેમીને મળવા માટે તેના ઘરે જઈ પહોંચી હતી.
ડોક્ટર જેક્યૂલિન નામની 49 વર્ષીય મહિલાએ પોતાના પ્રેમીના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા થોડા દિવસોથી બંને વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો. પોતાના પ્રેમીના ઘરમાં ઘૂસવાનો રસ્તો નહીં મળતા તેણે ઘરના ઘાબા ઉપર ચડીને ઘરમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો હતો.
જેવી તે ધાબા પર ચડી કે તેનો એક પગ લપસી ગયો હતો. જેના કારણે તે સીધી ઘરમાં બનાવવામાં આવેલી ચિમનીમાં પડી હતી. ચિમનીની આગને કારણે તે ખૂબ જ ખરાબ રીતે દાઝીને મોતને ભેટી હતી. પોલીસે જેક્યૂલિનના પ્રેમીનું નામ જાહેર કર્યું નથી. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.