Advertisement
Home >> Uttar Gujarat >> Latest News >> Sabarkantha >> Women At Least Once In The Body, Wear A Big Problem: Tarunasagaraji

સ્ત્રીઓના શરીર પર ઓછા વસ્ત્રો મોટી સમસ્યા: તરૂણસાગરજીનું 'કડવું' પ્ર'વચન'

1 of 3 Photos

મોડાસા ખાતે ત્રીજા દિવસે પ્રવચનમાં મુનિશ્રીએ દિલ્હી ગેંગરેપ મુદ્દે જણાવ્યું

ફેશન અને સ્ત્રીઓના શરીર પર ઓછા પહેરેલા વસ્ત્રો આજની મોટી સમસ્યા છે તેમ મોડાસા ખાતે ત્રીજા દિવસે કડવે પ્રવચનમાં મુનિશ્રી તરૂણસાગરજી મહારાજે જણાવ્યું હતું. મર્યાદા અને હદને ઓળંગવી ન જોઈએ તેવી પણ મુનિશ્રીએ માર્મિ‌ક ટકોર કરી હતી.

દિલ્હીમાં થયેલ ગેંગરેપના મુદ્દે ક્રાન્તિકારી રાષ્ટ્ર સંત મુનિશ્રી તરૂણસાગરજી મહારાજે શનિવારના રોજ મોડાસામાં પોતાના કડવા પ્રવચનમાં કહ્યું હતું કે, ફેશન અને સ્ત્રીઓના શરીર પર ઓછા થઈ રહેલા વસ્ત્રો એ આજની મોટી સમસ્યા છે. બળાત્કાર જેવી ઘટનાઓ પાછળ આ કારણ પણ જવાબદાર છે. કડવા પ્રવચનમાં મુનિશ્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે, ૨પ-પ૦ વર્ષ પછી વસ્ત્રહરણ થશે જ નહીં કારણ કે, શરીર પર વસ્ત્રો જ નહીં હોય તો વસ્ત્રાહરણ ક્યાંથી થશે ? મુનિશ્રી તરૂણસાગરજી મહારાજે જણાવ્યું હતું કે, યુવતીઓનું જીન્સ અને ટી-શર્ટ પહેરવું ખોટુ નથી પરંતુ તેઓએ આવા કપડાથી બચવું જોઈએ જેમાં અશ્લિલતા પ્રદર્શીત થતી હોય. ખુલ્લા વિચારોનો મતલબ મર્યાદાની હદને ઓળંગવાનો ન હોવો જોઈએ. યુવતીઓને ખબર હોવી જોઈએ કે ફેશનના નામ પર પોતે એવુ કશું ન કરી રહી હોય જે મર્યાદાથી વિરૂધ્ધ હોય. આ ઉપરાંત પણ મુનિશ્રીએ જીવનની અનેક હકીકતોથી શ્રોતાઓને અવગત કર્યા હતા.

આગળ વાંચો વધુ અહેવાલ...


Your Opinion
 
 
Code:
3 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment