જોધપુર ખાતે દેશભરના રાજા-મહારાજાઓની ઉપસ્થિતિમાં લગ્ન યોજાયાં
વાવ સ્ટેટના રાજવી રાણા સાહેબની પદવી ધરાવતા ગજેન્દ્રસિંહજીના યુવરાજ શિવરાજસિંહના લગ્ન ગુરુવારે જોધપુર ખાતે અમરકોટ (પાકિસ્તાન)ની કુંવરી રેણુંકાકુમારી સાથે યોજાયા હતા. જેમાં દેશભર માંથી રાજા-મહારાજાઓ અને અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી નવદંપતિને આર્શીવચન પાઠવ્યા હતા.
વાવ સ્ટેટના રાજવી ગજેન્દ્રસિંહજીના યુવરાજ શિવરાજસિંહના લગ્ન અમરકોટ (પાકિસ્તાન)ના રાજવી કુળના ઠાકોર સાહેબ સ્વરૂપસિંહજી સોઢાની કુંવરી રેણુંકાકુમારી સાથે જોધપુર ખાતે યોજાયા હતા.
શાહી લગ્નમાં જોધપુર મહારાજા ગજેન્દ્રસિંહજી રાઠોડ, પૃથ્વીરાજસિંહજી નગર, મહેન્દ્રસિંહજી, ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ ગુમાનસિંહજી વાઘેલા, શિરોહીના રાજા, દિયોદરના પૂર્વ ધારાસભ્ય માનસિંહજી વાઘેલા સહિત દેશભરમાંથી રાજવી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજકીય અગ્રણીઓ અને સાધુ સંતોએ પણ શાહી લગ્નમાં હાજરી આવી નવદંપતિને આર્શીવચન પાઠવ્યા હતા.