પ્રાંતિજ તાલુકાના તાજપુર-કૂઇ પાસેના મજરા ગામે રવિવારે બપોરે એક નવજાત શિશુનું રખડતી હાલતમાં મસ્તક મળી આવતા ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
આ અંગે મળતી માહિતી મુજબ મજરા ગામે રવિવારે બપોરે બિળયાદેવ મંદિર જવાના રસ્તા પરથી કેટલાક કુતરા તાજા જન્મેલા બાળકનું મસ્તક લઇને આમથી તેમ ફરતા હતા. જે અંગે ગામના રણજીતસિંહ નામના રહીશને ખબર પડી હતી. ત્યારબાદ તેમણે તરતજ ઘટના અંગે ગામના સરપંચ દશરથભાઇ પટેલને જાણ કરી હતી.
શિશુ મળ્યાની ઘટના અંગે લોકોને ખબર પડતા અનેક લોકો ઘટના સ્થળે આવી ગયા હતા અને બાળકને જન્મ આપી ત્યજી દેનાર માતા પર ફિટકારની લાગણી વરસાવી હતી. જોકે ગામના અગ્રણીઓ દ્વારા સમગ્ર ઘટનાને મોટુ સ્વરૂપ ન અપાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ આખરે ઘટના અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરી દેવાઇ હતી.