થરાદના આસોદરમાં આવેલી દુકાનમાં પણ તસ્કરોનો હાથફેરો: R ૬૯,૪૫૦ના કરિયાણું ચોરી જીપમાં મુદ્દામાલ ભરી ગયા
થરાદ તાલુકાના વેપારી મથક રાહ ખાતેની બે અને આસોદર ગામની એક દુકાનના તાળાં તોડી ત્રાટકેલા તસ્કરોએ R ૬૯,૪૫૦ની કિંમતના કરિયાણાના સામાનની ચોરી કરી જતાં ચકચાર ફેલાવા પામી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, થરાદ તાલુકાના રાહ ગામના જીવાભાઇ રાણાભાઇ પટેલની ગામમાં રાજારામ શોપિંગ સેન્ટરમાં રાજારામ કરિયાણા સ્ટોર્સ નામની દુકાન આવેલી છે. જેઓ ગુરુવારે રાત્રે બંધ કરીને ઘેર ગયા હતા.
જ્યારે શુક્રવારની સવારે દુકાનનું શટર તોડેલું હોવાની જાણ કરાતાં તેઓ દુકાને દોડીને જોતાં દુકાનનું શટર તથા શટરના નકોચા તોડી તસ્કરોએ ખાંડ, ચા, નિરમા સાબુ, તેલ, ઇલેકટ્રીક કાંટો, વિવિધ પ્રકારની બિડીઓ, વિવિધ પ્રકારની દાળ, ચોખા, ગોળ, કપડાં ધોવાનો પાવડર, પારલે બિસ્કીટ, સિગારેટ મળીને R ૪૩,૪૫૦ તથા બાજુના આસોદર ગામના ભગવાનભાઇ ડામરાભાઇ પટેલની વખારનું તાળું તોડી તેમાંથી પણ ખાંડ, તેલ, ચા, સાકર, તેલ, પાપડી, ખજુર વગેરે મળીને R ૨૬,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી હતી.
જ્યારે રાહ ગામની શાંમળાભાઇ ભુતાભાઇ પટેલની ઇલેકટ્રીક દુકાનના પણ શટર તોડ્યા હતા.જો કે, તેમાંથી કોઇ ચોરી કરી ન હતી. પરંતુ બંને દુકાનો આગળ જીપના પાટાના અને તસ્કરોના પગલાંના નિશાન બંને જગ્યાએ એક જ પ્રકારના મળી આવ્યા હતા. આ અંગે બંને દુકાનોના માલિકોએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે એફ.એસ.એલ. અને ડા¸ગ સ્કવોર્ડની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સરહદી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.